દેશ-વિદેશ

મિસ યુનિવર્સ 2026માં 'પીસ' ડ્રેસ પર હોબાળો! મિસ ઇઝરાયલના આઉટફિટમાં એવું તો શું હતું કે થયો વિવાદ?

24 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
મિસ યુનિવર્સ 2026માં 'પીસ' ડ્રેસ પર હોબાળો! મિસ ઇઝરાયલના આઉટફિટમાં એવું તો શું હતું કે થયો વિવાદ?

Miss Universe 2026 Controversy: મિસ યુનિવર્સ 2026 નો મંચ હાલ ફક્ત સુંદર આઉટફિટ્સ અને ગ્લેમરસ અંદાજને કારણે જ નહીં, પરંતુ એક વિવાદાસ્પદ નેશનલ કોસ્ચ્યુમને કારણે પણ ચર્ચામાં છે. મિસ ઈઝરાયલ ડેનિયલ યાબ્લોન્કા પોતાના નેશનલ કોસ્ચ્યુમમાં 'પીસ' એટલે કે શાંતિનો સંદેશ લઈને પહોંચ્યા હતા, પરંતુ તેમનો આ અંદાજ સોશિયલ મીડિયા પર વિવાદનું કારણ બની ગયો છે. આ ડ્રેસમાં જેરુસલેમનું જૂનું શહેર, જૈતૂનના વૃક્ષો અને જાણીતા જાફા સંતરા દર્શાવાયા હતા, તેમજ હિબ્રૂ, અરબી અને અંગ્રેજીમાં શાંતિ શબ્દ લખવામાં આવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શરૂ થયો વિવાદ
આ કોસ્ચ્યુમ સામે આવ્યા બાદ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે સવાલ ઉઠાવ્યા છે. કેટલાક લોકોએ તેને પેલેસ્ટાઈની વારસા અને ઐતિહાસિક પ્રતીકો સાથે જોડીને જોયું, તો કેટલાક લોકોએ ઈઝરાયલના ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શાંતિનો સંદેશ આપવા સામે જ પ્રશ્નો ઊભા કર્યા છે. જોતજોતામાં ડેનિયલનો આ ડ્રેસ મિસ યુનિવર્સ 2026 ના સૌથી ચર્ચિત મુદ્દાઓમાં સામેલ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, મિસ યુનિવર્સ 2026નો ગ્રાન્ડ ફિનાલે 24 નવેમ્બરે પ્યુર્ટો રિકોના સાન જુઆનમાં યોજાશે, જેમાં 75મી સીઝનમાં દુનિયાભરની 116 સ્પર્ધકો તાજ માટે સ્પર્ધા કરશે.

Instagram Embed

View this post on Instagram

A post shared by MISS UNIVERSE ISRAEL (@missisrael)

કેવો હતો મિસ ઈઝરાયલનો વિવાદાસ્પદ નેશનલ કોસ્ચ્યુમ?
25 વર્ષીય ડેનિયલ યાબ્લોન્કાનો જન્મ અમેરિકાના મિયામીમાં થયો છે. તેમણે 21 નવેમ્બરે મિસ યુનિવર્સ સ્પર્ધા દરમિયાન પોતાનો નેશનલ કોસ્ચ્યુમ રજૂ કર્યો હતો. આ આઉટફિટ જેરુસલેમમાં જન્મેલા અને લોસ એન્જલસમાં રહેતા ફેશન ડિઝાઈનર જેકબ મેયર એ તૈયાર કર્યો હતો. ડેનિયલે ગોલ્ડન અને બ્લૂ રંગનું હેવી એમ્બેલિશ્ડ બોડીસૂટ પહેર્યું હતું. તેની સાથે એક મોટું કેપ જોડવામાં આવ્યું હતું, જેના પર જેરુસલેમના જૂના શહેરની તસવીર, જૈતૂનના વૃક્ષો અને જાફા સંતરા બનાવવામાં આવ્યા હતા. કેપ પર હિબ્રૂ, અરબી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં 'પીસ' લખેલું હતું. કોસ્ચ્યુમ મારફતે ઈઝરાયલના સાંસ્કૃતિક વારસા, ખેતીવાડીમાં વિકાસ અને શાંતિની આશા દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. તેની રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે આ તે ભૂમિને સમર્પિત છે, જ્યાં ઈતિહાસ જીવંત છે, વિવિધ સંસ્કૃતિઓ મળે છે અને રણમાં પણ હરિયાળી ખીલે છે.

પેલેસ્ટાઇનના વારસાના પ્રતીકો અંગે ઉઠેલા સવાલ
ડેનિયલનો આ કોસ્ચ્યુમ સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઘણા યુઝર્સે આરોપ લગાવ્યો કે ડ્રેસમાં દર્શાવાયેલા જેરુસલેમ, જૈતૂનના વૃક્ષો અને અન્ય પ્રતીકો દ્વારા પેલેસ્ટાઇનની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને પોતાની રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોએ ઈઝરાયલના ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો ઉલ્લેખ કરીને શાંતિના સંદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક યુઝર્સે ડ્રેસ પર બનેલી તસવીરો જોઈને દાવો કર્યો હતો કે તેની આર્ટવર્ક AI ની મદદથી તૈયાર કરવામાં આવી છે, જોકે આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

પ્રેક્ષકોએ હૂટિંગ કર્યું
અહેવાલો મુજબ, ડેનિયલની પ્રસ્તુતિ દરમિયાન કેટલાક પ્રેક્ષકોએ હૂટિંગ પણ કર્યું હતું, જેના કારણે આ વિવાદ વધુ ચર્ચામાં આવ્યો છે.

ડેનિયલ યાબ્લોન્કાએ વિવાદ પર શું કહ્યું?
સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગ બાદ ડેનિયલે ઈન્સ્ટાગ્રામ પર પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે, "મને એ વાતનું દુઃખ છે કે તેમના કોસ્ચ્યુમ દ્વારા અપાયેલા શાંતિના સંદેશને વિવાદાસ્પદ બનાવી દેવાયો છે. હું એક ઈઝરાયલી મહિલા છું અને શાંતિમાં ઊંડો વિશ્વાસ રાખું છું. ઈઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેના લોકોને સન્માન, સુરક્ષા, આઝાદી અને સારા ભવિષ્યની આશા સાથે જીવવાનો અધિકાર છે. મારો આઉટફિટ પોતાના વારસાની ઉજવણી કરવા માટે બનાવાયો હતો અને તેનો ઉદ્દેશ્ય કોઈ અન્ય સમુદાયના ઈતિહાસ, ઓળખ કે ભૂમિ સાથેના જોડાણને ભૂંસવાનો નહોતો.

ડિઝાઈનરે પણ આપી સ્પષ્ટતા
કોસ્ચ્યુમ ડિઝાઈનર જેકબ મેયરે પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, "ડ્રેસ પર હિબ્રૂ, અરબી અને અંગ્રેજીમાં લખેલો 'પીસ' એટલે કે શાંતિનો સંદેશ જેરુસલેમમાં રહેતા તમામ લોકો માટે છે. હું ઇચ્છું છું કે, આ શહેરમાં રહેતા દરેક વ્યક્તિને સુરક્ષા મળે અને સૌ કોઈ ઈજ્જત અને પ્રેમથી રહે." ડેનિયલે પણ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં લોકો પરસ્પર મળી-જુલીને રહેશે અને શહેરમાં શાંતિ જળવાઈ રહેશે.

સોશિયલ મીડિયામાં લોકોનો આક્રોશ અને કટાક્ષ

  • ડેનિયલના શાંતિ સંદેશ સામે સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક યુઝર્સે ઈઝરાયલની નીતિઓનો ઉલ્લેખ કરીને શાંતિના સંદેશ પર સવાલ ઉઠાવ્યા હતા, જેમાં એક યુઝરે લખ્યું હતું કે, "ઈઝરાયલ શાંતિની વાત કરી રહ્યું છે, ખરેખર?"

  • આ ઉપરાંત અન્ય એક યુઝરે જૈતૂનના વૃક્ષોનો ઉલ્લેખ કરીને કટાક્ષ કર્યો હતો, જ્યારે કેટલાક લોકોએ કોસ્ચ્યુમ પરની તસવીરો AI થી બનેલી હોવાનું કહીને મજાક પણ ઉડાવી હતી. એકંદરે, મિસ યુનિવર્સ જેવા મોટા મંચ પર ડેનિયલ યાબ્લોન્કાની આ ડ્રેસ ડિઝાઈન કરતાં વધુ તેના શાંતિના સંદેશ અને રાજકીય મુદ્દાઓને લઈને ચર્ચામાં આવી છે.

Tags:
entertainment and world news Gujarati todayMiss Universe viral outfit row 2026Danielle Yablonka national costume Jerusalem olive trees debateMiss Universe 2026 peace dress controversy Miss Israel outfit#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026