દેશ-વિદેશ

હોર્મુઝની ખાડીમાં યુદ્ધના એંધાણ વચ્ચે ભારતીય નાવિકો પર ખતરો, FSUIએ જાહેર કર્યો હુમલાનો ખૌફનાક વીડિયો

21 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
હોર્મુઝની ખાડીમાં યુદ્ધના એંધાણ વચ્ચે ભારતીય નાવિકો પર ખતરો, FSUIએ જાહેર કર્યો હુમલાનો ખૌફનાક વીડિયો

Strait of Hormuz Indian seafarers danger: દુનિયાના સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત દરિયાઈ વેપારી માર્ગોમાં ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz)માં ચાલી રહેલા તણાવની સીધી અસર હવે ભારતીય નાવિકો પર જોવા મળી રહી છે. વૈશ્વિક મેરિટાઇમ ક્ષેત્રમાં ભારતીય નાવિકો મોટી સંખ્યામાં સેવાઓ આપે છે, જેના કારણે સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાં સૌથી મોટું જોખમ પણ તેમને જ વેઠવું પડે છે. વૈશ્વિક સ્તરે કુલ નાવિકોમાં ભારતીયોની ભાગીદારી આશરે 12.2 ટકા જેટલી છે. ખાસ કરીને ઉર્જા પુરવઠા માટે મહત્વના ગણાતા આ માર્ગ પરથી જ લાખો બેરલ તેલ અને કુદરતી ગેસ (LNG)ની હેરાફેરી થાય છે, પરંતુ હાલના યુદ્ધના માહોલે તમામની ચિંતા વધારી દીધી છે.

FSUI દ્વારા જારી કરાયેલ ખૌફનાક વીડિયો અને 21 ભારતીયોની સલામતી
ભારતીય નાવિકોના પ્રતિનિધિ સંગઠન 'ફોર્ડવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા' (FSUI) દ્વારા હાલમાં જ એક વીડિયો જારી કરવામાં આવ્યો છે, જેમાં સમુદ્રમાં નાવિકો સામે ઊભી થયેલી ખતરનાક પરિસ્થિતિઓ સ્પષ્ટ જોઈ શકાય છે. આ વીડિયો 22 એપ્રિલની એક ઘટના સાથે જોડાયેલો છે, જેમાં પનામાના ધ્વજવાળા કન્ટેનર જહાજને કથિત રીતે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની સશસ્ત્ર નૌકાઓ દ્વારા અટકાવવામાં આવ્યું હતું. જહાજની આસપાસ હાઈ-સ્પીડ બોટ્સ અને કથિત રીતે રોકેટ પ્રિપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાના અહેવાલોએ ખળભળાટ મચાવ્યો હતો. આ જહાજ પર કુલ 21 ભારતીય ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જોકે, બાદમાં ભારતના શિપિંગ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે અને કોઈ જાનહાની થઈ નથી છતાં આ ઘટનાએ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટથી ચિંતામાં વધારો અને વૈશ્વિક જોખમો
સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રકાશિત એક તાજેતરની રિપોર્ટ અનુસાર, વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાઓમાં અનેક નાવિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જેમાં કેટલાક ભારતીય નાવિકો પણ સામેલ છે. વૈશ્વિક સ્તરે દરિયાઈ સુરક્ષા જોખમાતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વેપારી માર્ગોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. ભારત સરકારે પણ આ માને ગંભીરતાથી લઈને ઈરાન સમક્ષ વિરોધ નોંધાવ્યો છે અને રાજદ્વારી માધ્યમો દ્વારા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.

શિપિંગ મહાનિદેશાલયની સખત ચેતવણી અને માર્ગદર્શિકા
વધતા જોખમને ધ્યાનમાં રાખીને 'ડાયરેક્ટર જનરલ ઓફ શિપિંગ' (DG Shipping) દ્વારા તાકીદના આદેશો જારી કરવામાં આવ્યા છે. ઓથોરિટીએ જહાજ માલિકો, મેનેજમેન્ટ કંપનીઓ અને ભરતી એજન્સીઓને સૂચના આપી છે કે તેઓ હોર્મુઝ અને ફારસની ખાડીના સંઘર્ષ પ્રભાવિત ક્ષેત્રોમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકોની તૈનાતી પહેલા વિશેષ સાવચેતી રાખે. આ ઉપરાંત જહાજોના કપ્તાનોને સતત નેવલ રૂટ ચેતવણીઓ અને સિક્યોરિટી એલર્ટ પર નજર રાખવા માટે સખત સૂચના આપવામાં આવી છે.

Tags:
IndiaNewsLNGTankersDGShippingGeopoliticsMarineDanger
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026