દેશ-વિદેશ

સૌરવ દાસને MEA એ કારણ શો-કૉઝ નોટિસ મોકલી, જવાબ નોંધાવવા 7 દિવસનો આપ્યો સમય

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
સૌરવ દાસને MEA એ કારણ શો-કૉઝ નોટિસ મોકલી, જવાબ નોંધાવવા 7 દિવસનો આપ્યો સમય

MEA sends show cause notice to Saurav Das: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સહ-સંયોજક સૌરવ દાસને પાસપોર્ટના મામલે ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલય (RPO) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમની પાસેથી તેમના જન્મસ્થળ અંગે સાત દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે બુધવારે આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી સૌરવ દાસ આ નોટિસનો જવાબ ન આપે ત્યાં સુધી તેમને પોતાના પાસપોર્ટનો ઉપયોગ ન કરવાની સલાહ પણ આપવામાં આવી છે.

23 નવેમ્બરે અપાઈ નોટિસ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, પાસપોર્ટ કાર્યાલયે આ કાર્યવાહી કાયદા અમલીકરણ કરતી એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરી છે. પાસપોર્ટ કાર્યાલયે 23 નવેમ્બરે આ નોટિસ જારી કરી હતી અને સ્પષ્ટતા રજૂ કરવા માટે 7 દિવસ નો સમય આપ્યો છે. પાસપોર્ટ માટે અરજી કરતી વખતે સાચી માહિતી આપવી અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ દ્વારા હકીકત છુપાવવાની કે માહિતીમાં ગડબડ કરવાની વાત સામે આવે, તો પાસપોર્ટ કાર્યાલય નોટિસ જારી કરીને જવાબ માંગી શકે છે. આ કિસ્સામાં પણ અધિકારીઓને મળેલી માહિતીના આધારે સૌરવ દાસ પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.

દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં ચઢતા અટકાવાયા
આ સમગ્ર વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે સૌરવ દાસે દાવો કર્યો કે, તેમને દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં સવાર થતા રોકી દેવામાં આવ્યા હતા. સૌરવ દાસના જણાવ્યા મુજબ, તેઓ રાત્રે 1 વાગ્યાની ફ્લાઇટથી બ્રિટન જવાના હતા, પરંતુ ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને જણાવ્યું કે તેમનો પાસપોર્ટ 'ફ્લેગ' (Flag) કરવામાં આવ્યો છે. તેઓ બ્રિટનમાં 'કોકરોચ મૂવમેન્ટ' (Cockroach Movement) પર આયોજિત એક પેનલ ચર્ચામાં ભાગ લેવા જઈ રહ્યા હતા, જેનું આયોજન ઓક્સફોર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા કરવામાં આવ્યું હતું.

મોદી સરકાર પર લગાવ્યા આરોપ, CJP સંસ્થાપકે પણ કરી ટીકા
પોતાની વિદેશ યાત્રા રોકવામાં આવ્યા બાદ સૌરવ દાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી. સૌરવ દાસે આરોપ લગાવ્યો કે, સરકાર તેમને વિદેશમાં પોતાની વાત રજૂ કરતા રોકવા માંગે છે. CJP ના સંસ્થાપક અભિજીત દીપકે એ પણ આ મામલે સરકારની ટીકા કરતા આરોપ લગાવ્યો કે સત્તામાં બેઠેલી કોઈ વ્યક્તિને સૌરવ દાસને ઓક્સફોર્ડમાં બોલવાનું આમંત્રણ મળ્યું તે પસંદ આવ્યું નથી.

સૌરવ દાસનું વલણ
સૌરવ દાસે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનાથી તેમના કામ પર કોઈ અસર પડશે નહીં, તેઓ પાછળ હટશે નહીં અને આગામી સમયમાં પણ પોતાનું કામ ચાલુ રાખીને વિદેશ યાત્રા કરશે.

Tags:
national news Gujarati todayCJP co convener Saurav Das news todaySaurav Das passport notice Ministry of External AffairsMEA sends show cause notice to Saurav Das 7 days to reply#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026