દેશ-વિદેશ

હિન્દુત્વ અંગે મણિશંકર અય્યરનું વિવાદાસ્પદ નિવેદન: ભાજપે કર્યો કોંગ્રેસ પર વળતો પ્રહાર

12 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
હિન્દુત્વ અંગે મણિશંકર અય્યરનું વિવાદાસ્પદ નિવેદન: ભાજપે કર્યો કોંગ્રેસ પર વળતો પ્રહાર

Mani Shanker Aiyar: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે રવિવારે કોલકાતામાં યોજાયેલી એક ચર્ચામાં હિન્દુત્વને લઈ કરેલા નિવેદન બાદ દેશના રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ગરમાગરમી સર્જાઈ છે. ‘કોલકાતા ડિબેટિંગ સર્કલ’ દ્વારા આયોજિત ચર્ચામાં ‘હિન્દુત્વથી હિન્દુ ધર્મને સુરક્ષાની જરૂર છે’ વિષય પર બોલતા અય્યરે હિન્દુત્વને એક રાજકીય વિચારધારા ગણાવી તેની કડક ટીકા કરી હતી. તેમના નિવેદન બાદ ભાજપે તીખો વળતો પ્રહાર કર્યો છે. ચર્ચા દરમિયાન મણિશંકર અય્યરે કહ્યું કે હિન્દુત્વ હિન્દુ ધર્મ નથી, પરંતુ તે એક પ્રકારની ડરની માનસિકતા છે. તેમણે દાવો કર્યો કે હિન્દુત્વના નામે દેશમાં એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે જેમાં 80 ટકા હિન્દુઓને 14 ટકા મુસ્લિમોથી ડરાવવામાં આવે છે. અય્યરે પોતાના નિવેદનને સમર્થન આપતા કેટલાક ઉદાહરણો આપ્યા, જેમાં એક ભાજપ નેતા દ્વારા ચર્ચમાં ક્રિસમસ લંચમાં હાજરી આપનાર આદિવાસી બાળકી પર હાથ ઉઠાવવાનો આરોપ અને શોપિંગ મોલ્સમાં ક્રિસમસની સજાવટ તોડવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો. તેમના જણાવ્યા અનુસાર, આવી ઘટનાઓ હિન્દુત્વના નામે થઈ રહી છે, જે હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને વિરુદ્ધ છે.

અલગ રાજકીય વિચારધારાની જરૂર
મણિશંકર અય્યરે હિન્દુ ધર્મ અને હિન્દુત્વ વચ્ચેનો તફાવત સમજાવતા જણાવ્યું કે હિન્દુ ધર્મ હજારો વર્ષ જૂનો, ઊંડો આધ્યાત્મિક અને સર્વસમાવેશી વારસો ધરાવે છે, જ્યારે હિન્દુત્વ એક આધુનિક રાજકીય વિચારધારા છે, જે 1923માં અસ્તિત્વમાં આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે હિન્દુ ધર્મે સદીઓથી અનેક પડકારોનો સામનો કર્યો છે અને તે હંમેશા મજબૂત રહ્યો છે, તેથી તેને બચાવવા માટે કોઈ અલગ રાજકીય વિચારધારાની જરૂર નથી. અય્યરે મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના ઉદાર અને અહિંસા આધારિત હિન્દુ ધર્મને સાવરકરના વિચારો સાથે જોડવાનો પ્રયાસ ખોટો હોવાનું જણાવ્યું. વીર સાવરકરના ઉલ્લેખ સાથે અય્યરે દાવો કર્યો કે સાવરકરે બૌદ્ધ ધર્મને હિન્દુઓ માટે ખતરો ગણાવ્યો હતો, કારણ કે તેમાં અહિંસા પર ભાર મૂકવામાં આવે છે. તેમના કહેવા મુજબ, ગાંધીજી અને સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રસ્તુત હિન્દુ ધર્મ અહિંસાના માર્ગ પર ચાલે છે, જ્યારે સાવરકરનું હિન્દુત્વ હિંસાને ઓળખ તરીકે સ્વીકારે છે.

હિન્દુત્વને જીવન જીવવાની એક રીત ગણાવી
અય્યરના આ નિવેદન પર ભાજપે તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હિન્દુત્વનો અર્થ ‘હિન્દુ તત્વ’ થાય છે અને હિન્દુ ધર્મના પાલનને જ હિન્દુત્વ કહેવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે માત્ર ભારતીય ધર્મો સાથે જ ‘વાદ’ શબ્દ શા માટે જોડવામાં આવે છે. બીજી તરફ, ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર સનાતન ધર્મનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે હિન્દુત્વને જીવન જીવવાની એક રીત ગણાવી છે, છતાં કોંગ્રેસના નેતાઓ તેને વારંવાર વિવાદાસ્પદ રીતે રજૂ કરે છે. મણિશંકર અય્યરના નિવેદન બાદ હિન્દુત્વ અને હિન્દુ ધર્મ અંગેની ચર્ચા ફરી કેન્દ્રમાં આવી ગઈ છે, જેમાં રાજકીય પક્ષો વચ્ચે વિચારધારાત્મક ટકરાવ વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે.

Tags:
Religious Politicsધાર્મિક રાજનીતિSavarkarસાવરકરElection 2024
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026