દેશ-વિદેશ

મહારાષ્ટ્રના નાંદેડમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક-ટાટા મેજિકની ટક્કરમાં 9નાં મોત

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
મહારાષ્ટ્રના નાંદેડમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક-ટાટા મેજિકની ટક્કરમાં 9નાં મોત

Major road in Nanded Maharashtra: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં સાંજે આશરે 6:30 વાગ્યે પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને ટાટા મેજિક પેસેન્જર વાન વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

ટાટા મેજિક વાનને જોરદાર ટક્કર મારી હતી
મળતી માહિતી મુજબ, ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલા ટ્રકે સામેથી આવી રહેલી ટાટા મેજિક વાનને જોરદાર ટક્કર મારી હતી. બંને વાહનોની ઝડપ વધુ હોવાના કારણે ટક્કર એટલી ભયાનક હતી કે વાનના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તે ફંગોળાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી. વાનમાં કુલ 12 મુસાફરો સવાર હતા, જેમાંથી 9 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ રોડ પર મૃતદેહો વેરવિખેર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.

ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા
અકસ્મતનો અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી ત્રણ ઈજાગ્રસ્તોને ભોકર અને નાંદેડની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. બીજી તરફ, ટક્કરના કારણે ટ્રકનો આગળનો ભાગ પણ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો અને ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. પોલીસ તથા બચાવ ટીમે ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો.

ઘાયલોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું
આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે કેટલાક ઘાયલોની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ટ્રક અને વાન વચ્ચે અકસ્માત કયા કારણોસર થયો અને આ ગોઝારી ઘટનામાં કોની બેદરકારી જવાબદાર છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#મોત#અકસ્માત#નાંદેડ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026