દેશ-વિદેશ

મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોતનું મોજું, પુણેના 8 વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી ગયા

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
મહારાષ્ટ્રના દિવેઆગર બીચ પર મોતનું મોજું, પુણેના 8 વિદ્યાર્થીઓ દરિયામાં ડૂબી ગયા

Maharashtra major tragedy: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ દિવેઆગર બીચ પર ગુરુવારે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. પુણેના આળંદી વિસ્તારથી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસના પ્રવાસે આવેલા 42 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા ઉતર્યા હતા, પરંતુ અચાનક ઊંડા પાણી અને જોરદાર મોજાંની ઝપેટમાં આવી જતાં તમામ 8 વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ બીચ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

42 વિદ્યાર્થીઓનું ગ્રૂપ દિવેઆગર ફરવા માટે આવ્યું હતુ
મળતી માહિતી મુજબ, આળંદી વિસ્તારમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા કુલ 42 વિદ્યાર્થીઓનું ગ્રૂપ દિવેઆગર ફરવા માટે આવ્યું હતુ. પ્રવાસ દરમિયાન ગ્રૂપમાંથી 8 વિદ્યાર્થીઓ દરિયામાં નહાવા માટે પાણીમાં ઉતર્યા હતા. શરૂઆતમાં સ્થિતિ સામાન્ય લાગી રહી હતી, પરંતુ થોડા જ સમયમાં પાણીનું સ્તર વધ્યું અને દરિયામાં મોજાં ઉછળવા લાગ્યાં. પાણીના જોરદાર પ્રવાહ સામે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરતા રહ્યા અને જોતજોતામાં તમામ 8 ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બચાવ ટીમ દોડી આવી, ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા
દુર્ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મહાકાલી વોટર સ્પોર્ટ્સના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ મળીને દરિયામાં બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ તમામ 8 વિદ્યાર્થીઓના મૃતદેહ દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને બોરલી પંચતન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દરિયાની ઊંડાઈ અને મોજાંનો અંદાજ ન આવ્યો
સ્થાનિક બચાવ દળના જણાવ્યા મુજબ દિવેઆગર બીચ પોતાની સુંદરતા અને શાંત વાતાવરણ માટે જાણીતો હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જોકે, બહારથી આવતા પ્રવાસીઓને ઘણી વખત દરિયાની વાસ્તવિક ઊંડાઈ, ભરતી-ઓટ અને પાણીના પ્રવાહની તીવ્રતાનો યોગ્ય અંદાજ હોતો નથી. પ્રાથમિક તારણ મુજબ અચાનક ઊંચા મોજાં અને જોરદાર પાણીના પ્રવાહને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

પોલીસ અને વહીવટી તંત્રે તપાસ શરૂ કરી
એક જ પ્રવાસમાં 8 વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રવાસ સાથે આવેલા શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી દુર્ઘટના કેવી રીતે બની અને વિદ્યાર્થીઓ કઈ પરિસ્થિતિમાં દરિયામાં ઉતર્યા હતા તેની વધુ વિગતો સામે આવી શકે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandan#EmergencyAlert#TravelSafety#TragicNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026