દેશ-વિદેશ

નવરાત્રિના ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી મુદ્દે ભાજપમાં મતભેદ! અમૃતા ફડણવીસના નિવેદનથી રાજકારણ ગરમાયું

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
નવરાત્રિના ગરબામાં મુસ્લિમોની એન્ટ્રી મુદ્દે ભાજપમાં મતભેદ! અમૃતા ફડણવીસના નિવેદનથી રાજકારણ ગરમાયું

Maharashtra Garba Controversy: મહારાષ્ટ્રમાં નવરાત્રિ પહેલાં ગરબા અને દાંડિયાના આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશને લઈને રાજકીય વિવાદ ગરમાયો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મુસ્લિમોને ગરબા ઉત્સવથી દૂર રાખવાની અપીલ કરી છે. સંગઠને ગરબા આયોજકોને પ્રવેશ પહેલાં લોકોના આઈડી કાર્ડ ચકાસવા, તેમજ તિલક અને કલાવા પહેરાવવાની શરતો રાખવાનું સૂચન કર્યું છે. મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપ નેતા નિતેશ રાણેએ આ માંગનું સમર્થન કર્યું છે, જ્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે તમામ ધર્મના લોકોને ગરબામાં સામેલ થવાનું સમર્થન કર્યું છે.

નિતેશ રાણેએ VHPની માંગનું સમર્થન કર્યું
નિતેશ રાણેએ VHPના વલણને ટેકો આપતા ગરબા અને અન્ય હિન્દુ તહેવારો દરમિયાન 'લવ જેહાદ'ની ઘટનાઓ વધતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે એવો તર્ક આપ્યો હતો કે જે લોકો મૂર્તિપૂજામાં વિશ્વાસ ધરાવતા નથી, તેઓએ હિન્દુ ધાર્મિક આયોજનોમાં શા માટે ભાગ લેવો જોઈએ. રાણેએ ગરબા મંડપોમાં પ્રવેશ પહેલાં લોકોના આઈડી ચકાસવાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરાવવાની શરત રાખવાનું પણ સૂચન કર્યું છે. તેમના આ નિવેદન બાદ ગરબામાં પ્રવેશના મુદ્દે રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની છે.

'ઉત્સવો સૌને સાથે લઈને ઉજવવા માટે હોય છે': અમૃતા ફડણવીસ
બીજી તરફ અમૃતા ફડણવીસે નિતેશ રાણેના અભિપ્રાયથી અલગ વલણ રજૂ કર્યું છે. તેમણે કહ્યું કે તહેવારો સૌને સાથે લઈને ઉજવવા માટે હોય છે. જો કોઈ મુસ્લિમ વ્યક્તિ કોઈ ઉત્સવમાં શાંતિપૂર્ણ રીતે સામેલ થઈને તેનો આનંદ માણે તો તેમાં કંઈ ખોટું નથી. અમૃતા ફડણવીસે ગરબાને વિશાળ સ્તરે ઉજવાતા ઉત્સવ તરીકે ગણાવતા કહ્યું કે કોઈપણ જ્ઞાતિ કે ધર્મનો વ્યક્તિ શાંતિપૂર્ણ રીતે ગરબા જોવા કે માણવા માગતો હોય તો તેમાં વાંધો ન હોવો જોઈએ. જોકે, જાહેર આયોજનોમાં નિયમોનું પાલન થવું જોઈએ અને તેના કારણે અન્ય લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

ભાજપના નેતાઓના અલગ-અલગ મત સામે આવ્યા
ગરબામાં મુસ્લિમોના પ્રવેશને લઈને હવે ભાજપના નેતાઓ વચ્ચે પણ અલગ-અલગ અભિપ્રાય સામે આવ્યા છે. એક તરફ નિતેશ રાણે VHPના કડક વલણને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ અમૃતા ફડણવીસે સર્વસમાવેશી વલણની તરફેણ કરી છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે પણ ગરબા જેવા તહેવારોને તમામ લોકો માટે સર્વસમાવેશી રાખવાની વાત કરી હોવાનું સામે આવ્યું છે. નવરાત્રિ નજીક આવતા આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ ગરમાવાની શક્યતા છે.

Tags:
#GarbaControversy#BJPMaharashtra#AmrutaFadnavis#NavratriGarbaGarba Controversy
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026