દેશ-વિદેશ

'ભગવાન રામ મુસ્લિમ હતા', TMC ધારાસભ્ય મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન, ભાજપ ભડકી ઉઠ્યું

19 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
'ભગવાન રામ મુસ્લિમ હતા', TMC ધારાસભ્ય મદન મિત્રાનું વિવાદાસ્પદ નિવેદન, ભાજપ ભડકી ઉઠ્યું

Madan Mitra Ram statement controversy: પશ્ચિમ બંગાળના TMCના ધારાસભ્ય મદન મિત્રાએ ભગવાન રામ વિશે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ભગવાન રામને મુસ્લિમ ગણાવ્યા છે. તેમના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપે મદન મિત્રાના આ નિવેદનની કડક નિંદા કરી છે અને TMC પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ મૂક્યો છે. મદન મિત્રાના આ નિવેદનથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાષણની ક્લિપ થઈ વાયરલ
બંગાળમાં TMCના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મદન મિત્રા દ્વારા ભગવાન રામ અંગે આપેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણી સામે આવી છે, જેના કારણે વિવાદ ઉભો થયો છે. ઇન્ટરનેટ મીડિયા પર તેમના ભાષણની એક ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં TMCના ધારાસભ્ય દાવો કરતા જોવા મળે છે કે, ભગવાન રામ મુસ્લિમ હતા. તેમના આ નિવેદન પર ભાજપ ભડકી ઉઠ્યું છે.

ભાજપે TMC પર નિશાન સાધ્યું
બંગાળ ભાજપે ગુરુવારે પોતાના X હેન્ડલ પર ઉત્તર 24 પરગણા જિલ્લાના કમરહટ્ટીથી ધારાસભ્ય મદન મિત્રાના ભાષણનો વીડિયો શેર કર્યો છે અને તેને હિંદુ ભાવનાઓનું અપમાન ગણાવ્યું છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં મિત્રાને એક જાહેર સભામાં ભગવાન રામ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા સાંભળી શકાય છે. જોકે આ વીડિયોની સત્યતા અંગે હજુ કોઈ ખુલાસા થયા નથી.

TMC સૌથી વધુ 'હિંદુ વિરોધી' પાર્ટી : પ્રદેશ ભાજપ
પ્રદેશ ભાજપે એક્સ પર વીડિયો શેર કરતા લખ્યું છે, "આ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનું સતત અપમાન છે. આ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને સ્પષ્ટ સંદેશ છે કે, TMC સૌથી વધુ 'હિંદુ વિરોધી' પાર્ટી છે અને તેથી તેમના વિશ્વાસોનું પ્રતિનિધિત્વ કરે છે. ભાજપે TMCને મિત્રા સામે કાર્યવાહી કરવા પડકાર ફેંક્યો છે.

TMCએ ધારાસભ્યના નિવેદનથી અંતર રાખ્યું
બીજી તરફ, TMCએ પોતાના ધારાસભ્યની આ કથિત ટિપ્પણીથી પોતાને અલગ કરી લીધું છે. TMCના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે "આપણે બધા 'રામાયણ' અને અયોધ્યા વિશે જાણીએ છીએ અને મદન મિત્રા જે કહી રહ્યા છે, તેના પર અમે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી."

ધારાસભ્યના નજીકના લોકો દ્વારા વીડિયો ખોટો હોવાનો દાવો
આ મામલે ધારાસભ્ય મિત્રાએ હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે તેમના નજીકના સૂત્રોએ દાવો કર્યો છે કે, વીડિયો ખોટો, બનાવટી અને AI દ્વારા જનરેટ કરવામાં આવેલો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વખત નથી, જ્યારે મદન મિત્રા પોતાના નિવેદનોને કારણે વિવાદમાં આવ્યા હોય.

Tags:
PoliticsરાજકારણNews Headlinesન્યૂઝ હેડલાઇન્સBengal News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026