દેશ-વિદેશ

લલિત મોદી બની ગયા બ્રિટિશ નાગરિક... શું હવે તેમને પકડીને ભારત નહીં લાવી શકાય?

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
લલિત મોદી બની ગયા બ્રિટિશ નાગરિક... શું હવે તેમને પકડીને ભારત નહીં લાવી શકાય?

Lalit Modi British citizenship: IPL ના સંસ્થાપક લલિત મોદીએ હવે બ્રિટનની નાગરિકતા મેળવી લીધી છે. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન આ વિશે જાણકારી આપી હતી. લલિત મોદી છેલ્લા ઘણાં વર્ષોથી બ્રિટનને જ પોતાનું ઘર જણાવી રહ્યા છે અને હવે તેઓ ત્યાંના લોકોનો આભાર માની રહ્યા છે. લલિત મોદીને બ્રિટિશ નાગરિકતા મળ્યા બાદ હવે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, ભારતમાં તેમની સામે જે તપાસ ચાલી રહી છે, તેનું શું થશે? શું હવે તેમને ભારત પરત નહીં લાવી શકાય? ચાલો સમજીએ લલિત મોદીની બ્રિટિશ નાગરિકતા લેવાથી શું બદલાઈ ગયું છે.

લલિત મોદી પર શું આરોપ છે?
લલિત મોદી IPL માં પૈસાની ગડબડના આરોપો વચ્ચે BCCI માંથી સસ્પેન્ડ થયા હતા અને ત્યારબાદ 2010માં તેઓ ભારત મૂકીને જતા રહ્યા હતા. તેમની સામે 2015માં એક સ્પેશ્યલ કોર્ટ દ્વારા બિન જામીનપાત્ર વોરન્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે મની-લોન્ડરિંગ કેસમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટના સમનનો જવાબ નહોતો આપ્યો. તેમની સામે હરાજીની બોલીમાં ગડબડ, મની લોન્ડરિંગ, MEMA ના ઉલ્લંઘનના પણ અનેક આરોપ છે.

કેસમાં શું ફરક પડશે?
BBC ના એક અહેવાલમાં સુપ્રીમ કોર્ટના એડવોકેટે જણાવ્યું છે કે, એવું નથી કે નાગરિકતા મળવાથી તેમને ભારતમાં લાવી ન શકાય અથવા તેઓ સંપૂર્ણરીતે ફ્રી થઈ ગયા છે. ભારત અને બ્રિટનની વચ્ચે 1992માં એક પ્રત્યર્પણ સંધિ થઈ હતી, જેના અનુચ્છેદ 4માં એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ કોઈ વ્યક્તિને ફક્ત બીજા દેશની નાગરિકતા મળી જવાના કારણે પ્રત્યર્પણમાંથી છૂટ મળી જાય. પ્રત્યર્પણનો અર્થ છે કે, કોઈ બીજા દેશમાં ગુનાના આરોપી વ્યક્તિને ત્યાંની કાયદાકીય પ્રક્રિયા હેઠળ સોંપવું, જેથી તેના પર કેસ ચલાવી શકાય.

નાગરિકતાથી લલિત મોદીને શું થશે ફાયદો?
એવું જરાય નથી કે લલિત મોદીને હવે ભારત ન લાવી શકાય. બ્રિટિશ નાગરિકતા મળવાથી ભારત માટે કોઈ એવી મુશ્કેલી ઊભી નથી થઈ, જેનાથી પ્રત્યર્પણ ન થઈ શકે. જોકે, બ્રિટિશ નાગરિકતા હાંસલ કર્યા બાદ લલિત મોદીને અમુક વ્યવહારિક સુવિધાઓ જરૂર મળી શકે છે. જેના કારણે તેમને બ્રિટનની અમુક સુવિધાઓ મળી શકે છે, જેમાં પાસપોર્ટ, કાયદા તરફથી અમુક સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે.

લલિત મોદીને ભારતમાં લાવવું બનશે વધુ પડકારજનક?
અમુક નિષ્ણાંતોનું એવું કહેવું છે કે, લલિત મોદીને નાગરિકતા મળવાથી તેમને પરત લાવવાની સંભાવના થોડી ઓછી થઈ ગઈ છે. બ્રિટિશ નાગરિકતા મેળવ્યા બાદ લલિત મોદીને ભારત લાવવું વધુ પડકારજનક બની શકે છે. જો લલિત મોદી હવે બ્રિટિશ નાગરિક છે તો એ જોવું પડશે કે, ભારત કયા આરોપોના આધારે તેમના પ્રત્યર્પણની માંગ કરે છે અને બ્રિટિશ વ્યવસ્થા તે માંગને કઈ રીતે જુએ છે. એટલે એવું કહી શકાય કે, બ્રિટનની નાગરિકતા મળવાથી લલિત મોદીને ભારત લાવવું અશક્ય નથી. પરંતુ, આ પ્રક્રિયા હવે પહેલાં કરતા થોડી વધારે મુશ્કેલ થઈ શકે છે. ભારત અને બ્રિટનની વચ્ચે પ્રત્યર્પણ સંધિ હેઠળ બ્રિટિશ નાગરિકોને પણ ભારત મોકલવામાં આવી શકે છે. જોકે, હવે લલિત મોદીને બ્રિટનના નાગરિક હોવાના કારણે કાયદાકીય સંરક્ષણ મળશે. એટલે કે, તેમને ફક્ત ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનના આધારે બ્રિટનની બહાર મોકલી નહીં શકાય. આ સિવાય, તેમને બ્રિટિશ સરકારની વ્યૂહનૈતિક અને કાયદાકીય મદદ પણ મળી શકે છે.

શું હવે લલિત મોદી ભારતીય નથી?
નોંધનીય છે કે, ભારતમાં બેવડી નાગરિકતાની વ્યવસ્થા નથી. એટલે કે, જો કોઈ ભારતીય નાગરિક પોતાની ઇચ્છાથી કોઈ બીજા દેશની નાગરિકતા હાંસલ કરે છે તો તેને ભારતીય નાગરિકતા છોડવી પડે છે.

Tags:
#ModiCase#InternationalLaw#PoliticalNews#GujaratNews#IPL
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026