દેશ-વિદેશ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોની મોટી સફળતા, લશ્કરના છેલ્લા કમાન્ડર લતીફ ભટ સહિત 2 આતંકી ઠાર

16 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોની મોટી સફળતા, લશ્કરના છેલ્લા કમાન્ડર લતીફ ભટ સહિત 2 આતંકી ઠાર

J&K Kulgam encounter: દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના લારૂ વિસ્તારમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓ ઠાર કરાયા છે. જેમાં લશ્કરનો છેલ્લો સક્રિય કમાન્ડર લતીફ ભટ પણ સામેલ છે. જોકે, પોલીસે લતીફ બટના મોત અને તેના સાથી જીવતા ઝડપી લેવાયાની પુષ્ટિ નથી કરી. કુલગામ જિલ્લામાં CRPF ની ટીમ પર થયેલા હુમલા બાદ સુરક્ષા દળોનું તપાસ અભિયાન સતત શરૂ છે. આ દરમિયાન આતંકીઓની શોધમાં સુરક્ષાદળોએ આ વિસ્તારની ઘેરાબંધી કરી સંયુક્ત અભિયાન ચલાવ્યું છે.

આતંકીઓએ 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું
11 નવેમ્બર, 2026ના દિવસે મોટરસાયકલ પર સવાર આતંકીઓએ કુલગામના અખરાન ગામમાં CRPFની નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકીઓએ આશરે 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં CRPFના ત્રણ સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ આતંકીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારથી સુરક્ષાદળો તેમને શોધવા માટે સતત અભિયાન ચલાવી રહ્યા છે.

કોણ છે મોહમ્મદ લતીફ ભટ?
મોહમ્મદ લતીફ ભટ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ખેરવાન વિસ્તારનો રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓ તેને લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો આતંકી જણાવે છે. તેનું નામ ધ રેજિસ્ટેંસ ફ્રન્ટ (TRF) સાથે પણ જોડવામાં આવે છે, જેને લશ્કરનું સહયોગી સંગઠન માનવામાં આવે છે. લતીફ પહેલી વાર શોપિયામાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણ બાદ ચર્ચામાં આવ્યો હતો. આ અભિયાનમાં તે લશ્કરના આતંકી ઝાકીર ગનઇ સાથે ઘેરવામાં આવ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં સુરક્ષાદળોએ ઝાકિર ગનઇને ઠાર કર્યો, પરંતુ લતીફ ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યો. ત્યારથી એજન્સીઓ તેને શોધી રહી છે.

15 લાખનો ઇનામી
નોંધનીય છે કે, ગત વર્ષે નવેમ્બરમાં આતંકી બનનાર લતીફ અહેમદ બટ 15 લાખનો ઇનામી આતંકી હતો. તેણે જ આ વર્ષે જુલાઇમાં અનંતનાગના લાલચોકમાં એક પોલીસકર્મીની હત્યા કરી હતી, આ સિવાય કુલગામમાં છત્તીસગઢના બે શ્રમિકોનો પણ જીવ લીધો હતો.

Tags:
LeT commander Latif BhatKashmir Zone PoliceIndian Army anti-terror operationKulgam CRPF attack accused killed2 terrorists killed in Kulgam
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026