દેશ-વિદેશ

કૃતિ સેનનની એડ પર રાજકીય બબાલ! રાહુલ ગાંધીના સમર્થન સામે કંગના રણૌતનો વળતો પ્રહાર

26 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
કૃતિ સેનનની એડ પર રાજકીય બબાલ! રાહુલ ગાંધીના સમર્થન સામે કંગના રણૌતનો વળતો પ્રહાર

Kriti Sanon Raksha Bandhan Ad Controversy: અભિનેત્રી કૃતિ સેનનની રક્ષાબંધન સ્પેશિયલ જાહેરાતને લઈને શરૂ થયેલો વિવાદ હવે બોલિવૂડમાંથી રાજકીય મેદાન સુધી પહોંચી ગયો છે. એક જ્વેલરી બ્રાન્ડની આ જાહેરાતમાં કૃતિ સેનનના પોશાક અને નેકલાઇનને લઈને સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ, ઘણા લોકોએ અભિનેત્રીનો બચાવ પણ કર્યો હતો. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રણૌતે પલટવાર કર્યો છે.

રાહુલ ગાંધી કૃતિના સમર્થનમાં આવ્યા
વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ કૃતિ સેનનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે મહિલાના પહેરવેશને તેની વ્યક્તિગત પસંદગી ગણાવતા ટીકાકારોને મહિલાઓને આ પ્રકારની ટ્રોલિંગથી દૂર રાખવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં 'Smash the Patriarchy' લખીને પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ચર્ચામાં આવ્યો.

Rahul-gandhi.jpg

કંગના રણૌતે રાહુલ ગાંધીને આપ્યો જવાબ
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ સાંસદ કંગના રણૌતે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે વળતો પ્રહાર કર્યો હતો. કંગનાએ એક કાર્ટૂન શેર કરીને પિતૃસત્તા અને ભારતીય સાંસ્કૃતિક સંદર્ભને લઈને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. કૃતિની જાહેરાત અંગે કંગનાએ લખ્યું કે આજની મહિલાઓ પાસે પહેરવેશની ઘણી પસંદગીઓ છે. કોકટેલ ડ્રેસથી લઈને લહેંગા-ચોલી, જીન્સ, સાડી, બિકિની અને સલવાર-કમીઝ સુધી મહિલાઓ પોતાની પસંદગી પ્રમાણે કપડાં પહેરી શકે છે. જો, કે કંગનાએ આ જાહેરાતના કન્સેપ્ટ અંગે સવાલ ઉઠાવતા પૂછ્યું કે ભાઈને રાખડી બાંધવાના પ્રસંગે કોઈ યુવતી બિકિની પહેરીને કેમ જશે? કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચા શરૂ થઈ છે.

Kangna-1.jpg

ભાજપે પણ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન
આ વિવાદમાં ભાજપ પણ સક્રિય બન્યું છે. ભાજપના સત્તાવાર X હેન્ડલ પરથી રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરવામાં આવી હતી. ભાજપે આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી મહિલાઓની પસંદગી અને સ્વતંત્રતાની વાત કરે છે, પરંતુ અલગ-અલગ ધાર્મિક સંદર્ભોમાં તેમનું વલણ અલગ જોવા મળે છે. ભાજપે સવાલ ઉઠાવ્યો કે જો મહિલા સશક્તિકરણ તેમનો ઉદ્દેશ્ય છે તો દરેક મહિલાની પસંદગી માટે એકસરખો માપદંડ કેમ ન હોવો જોઈએ?

જાહેરાતના વિવાદે લીધો રાજકીય વળાંક
રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવારની જાહેરાતમાં કૃતિ સેનનના પહેરવેશને લઈને શરૂ થયેલી સોશિયલ મીડિયા ચર્ચા હવે રાજકીય નિવેદનોનું કારણ બની છે. એક તરફ રાહુલ ગાંધી મહિલાની પહેરવેશની સ્વતંત્રતાના સમર્થનમાં છે, તો બીજી તરફ કંગના રણૌત અને ભાજપે જાહેરાતના કન્સેપ્ટ તથા સાંસ્કૃતિક સંદર્ભને લઈને સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન જાહેરાત બનાવનાર જ્વેલરી કંપનીએ ભારે વિરોધ બાદ તેને તમામ ડિજિટલ અને મીડિયા પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી લીધી હોવાનું સામે આવ્યું છે.

Tags:
બોલિવૂડ-રાજકારણ વિવાદમહિલા વસ્ત્રોની પસંદગીભાજપ રાહુલ ગાંધીકૃતિ સેનનના વસ્ત્રોકંગના રાહુલ ગાંધી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026