દેશ-વિદેશ

'મારા પપ્પા ધારાસભ્ય છે...' કહી ભાજપ નેતાની દીકરીએ મંદિરમાં પોલીસકર્મીને લાફો ઝીંક્યો! VIDEO વાયરલ

25 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
'મારા પપ્પા ધારાસભ્ય છે...' કહી ભાજપ નેતાની દીકરીએ મંદિરમાં પોલીસકર્મીને લાફો ઝીંક્યો! VIDEO વાયરલ

Karnataka BJP MLA Daughter Slap Case: કર્ણાટકના તુમકુરુ ગ્રામીણ મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાની પુત્રી ઐશ્વર્યાને લઈને એક હાઇપ્રોફાઇલ વિવાદ સામે આવ્યો છે. શ્રીરંગપટણાના આરતી ઉક્કડ મંદિરમાં ભીમા અમાવસ્યાના ઉત્સવ દરમિયાન દર્શન કરવા પહોંચેલી ઐશ્વર્યાની ફરજ પર તૈનાત મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સવિતા બી. પાટીલ સાથે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે લાઇન વગર સીધા ગર્ભગૃહ તરફ જવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને રોક્યા હતા, ત્યારબાદ વિવાદ વકર્યો હતો.

CCTVમાં મહિલા પોલીસ અધિકારીને થપ્પડ મારતી દેખાઈ ઐશ્વર્યા
સામે આવેલા CCTV ફૂટેજમાં બંને વચ્ચે બોલાચાલી થતી જોવા મળે છે. આ દરમિયાન ઐશ્વર્યા ફોન પર કોઈને સંપર્ક કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે અને ત્યારબાદ મહિલા SI સવિતા બી. પાટીલને થપ્પડ મારતી દેખાય છે. જવાબમાં મહિલા અધિકારીએ પણ પ્રતિક્રિયા આપી હતી. મળતી માહિતી મુજબ, આ ઘટના 12 ઓગસ્ટે સાંજે આશરે 4:30 વાગ્યે બની હતી. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

મહિલા SIની ફરિયાદ બાદ FIR, ઐશ્વર્યાએ પણ કરી ફરિયાદ
ઘટના બાદ મહિલા પોલીસ અધિકારીએ ક્યાથનહલ્લી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઐશ્વર્યા વિરુદ્ધ સરકારી કર્મચારી સાથે ગેરવર્તણૂક અને હુમલા સહિતની સંબંધિત BNS કલમો હેઠળ FIR નોંધ્યાની માહિતી સામે આવી છે. બીજી તરફ ઐશ્વર્યાએ પણ મહિલા પોલીસ અધિકારી સામે ગાળાગાળી અને ગેરવર્તણૂકના આક્ષેપો સાથે વળતી ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષના આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ધારાસભ્યએ પુત્રીના વર્તન બદલ માફી માગી
વિવાદ વધ્યા બાદ ભાજપ ધારાસભ્ય બી. સુરેશ ગૌડાએ પુત્રીના વર્તન અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, કે જો તેમની પુત્રીથી ભૂલ થઈ હોય તો કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ અને તેમણે આ ઘટના બદલ માફી પણ માગી છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, ઐશ્વર્યા પોતાના બે નાના બાળકો સાથે મંદિરે ગઈ હતી અને બાળકોને લાંબા સમય સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે રાહતની માગ કરી હતી. જોકે, તેમણે સ્વીકાર્યું કે રાજકીય પરિવાર સાથે જોડાયેલા વ્યક્તિ તરીકે ઐશ્વર્યાએ વધુ સંયમ રાખવો જોઈતો હતો.

'મંદિરમાં VIP સંસ્કૃતિ ન હોવી જોઈએ'
બી. સુરેશ ગૌડાએ મંદિરોમાં VIP સંસ્કૃતિનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે તમામ શ્રદ્ધાળુઓ માટે સમાન નિયમો હોવા જોઈએ, જેથી સામાન્ય ભક્તોને અસુવિધા ન થાય અને પોલીસ પર પણ બિનજરૂરી દબાણ ન આવે. હાલ સમગ્ર મામલે CCTV ફૂટેજ, બંને પક્ષની ફરિયાદો અને સાક્ષીઓના આધારે પોલીસ તપાસ આગળ વધી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થશે.

Tags:
#ગુજરાતીસમાચાર#BreakingNews#PoliceAssault#VIPCulture#BJPMLADaughter
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026