દેશ-વિદેશ

કાનપુરમાં હોસ્પિટલના સ્ટાફની ભારે બેદરકારી, વોર્મર મશીનમાં તડપતાં-તડપતાં બાળકીનું મોત; ડૉક્ટર સહિત આખો સ્ટાફ ફરાર

9 ફેબ્રુઆરી, 2026•
GVGujaratvandan team
કાનપુરમાં હોસ્પિટલના સ્ટાફની ભારે બેદરકારી, વોર્મર મશીનમાં તડપતાં-તડપતાં બાળકીનું મોત; ડૉક્ટર સહિત આખો સ્ટાફ ફરાર

Nursing staff negligence case Kanpur: કાનપુરના બીઠુર વિસ્તારમાં આવેલી રાજા નર્સિંગ હોમમાં માનવતાને શરમમાં મુકે તેવી ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફની ભારે બેદરકારીના કારણે એક નવજાત બાળકીનું વોર્મર મશીનમાં બળી જવાથી મોત થયું છે. હાલ પોલીસે હોસ્પિટલને સીલ કરી દીધી છે.

શું છે સમગ્ર ઘટના?
રવિવારે સાંજે કાનપુરના બીઠુર વિસ્તારમાં આવેલા રાજા નર્સિંગ હોમમાં વોર્મિંગ મશીનમાં દાઝી જવાથી અરુણ નિષાદની નવજાત બાળકીનું મોત થયું છે. શાલૂ નામની મહિલાએ સાંજે લગભગ 4-5 વાગ્યે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. ઠંડીથી બચાવવા માટે હોસ્પિટલની નર્સોએ બાળકીને આઈસીયુમાં વોર્મર મશીન પર રાખી હતી, પરંતુ નર્સિંગ સ્ટાફ મશીન ચાલુ રાખીને તેની દેખરેખ કરવાનું ભૂલી ગયો, જેના કારણે મશીનનું તાપમાન ખૂબ વધી ગયું હતું. આ તકનિકી અને માનવીય બેદરકારીના કારણે નિર્દોષ બાળકીનું શરીર કાળું પડી ગયું અને તડપતાં-તડપતાં તેનું મોત થયું.

ડૉક્ટર સહિત આખો સ્ટાફ હોસ્પિટલ છોડીને ફરાર
બાળકીના જન્મ પછી પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ બેદરકારીએ તે ખુશીને શોકમાં ફેરવી દીધી. જ્યારે પરિવારજનોએ બાળકીને જોવા માટે આગ્રહ કર્યો, ત્યારે નર્સોએ તેમને ટાળ્યા. શંકા થતાં પરિવારજનો જબરદસ્તી આઈસીયુમાં ઘુસ્યા અને જોયું કે, બાળકીનું માથું અને હાથ ગંભીર રીતે બળી ગયા હતા. આ ઘટના બાદ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો હતો. પરિસ્થિતિ બગડતી જોઈને ડૉક્ટર વિવેક મિશ્રા અને આખો સ્ટાફ હોસ્પિટલ છોડીને ભાગી ગયો હતો.

હોસ્પિટલના આઈસીયુને સીલ કરી દેવામાં આવ્યું
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી. DCP એસએમ કાસિમ આબિદીએ જણાવ્યું કે, બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને હોસ્પિટલના આઈસીયુને સીલ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. પોલીસે કહ્યું છે કે, પરિવારજનોએ આપેલી ફરિયાદના આધારે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ હોસ્પિટલ સંચાલકે આ ઘટનાને માત્ર 'દુર્ઘટના' ગણાવી છે.

હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરવાની માંગ
આ બાળકી અરુણનું પહેલું સંતાન હતી, જેના મોતથી પરિવાર સંપૂર્ણ રીતે તૂટી ગયો છે. બાળકીની દાદી પ્રેમા અને અન્ય સગાં-સંબંધીઓના રડી-રડીને ખરાબ હાલ છે. સૌથી દુઃખદ વાત એ છે કે, હજુ સુધી બાળકીની માતા શાલૂને તેની દીકરીના મોતની ખબર આપવામાં આવી નથી. પરિવારજનોએ માંગ કરી છે કે, આ ગુનાહિત બેદરકારી માટે જવાબદાર લોકોની તરત જ ધરપકડ કરવામાં આવે અને હોસ્પિટલનું લાઇસન્સ રદ્દ કરવામાં આવે.

Tags:
Police Investigationપોલીસ તપાસSerious Incidentગંભીર ઘટનાChild Safety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026