દેશ-વિદેશ

સોપોરમાં આતંકવાદી નેટવર્ક પર મોટી પોલીસ કાર્યવાહી; જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા 15 સ્થળોએ દરોડા

16 મે, 2026•
GVGujaratvandan team
સોપોરમાં આતંકવાદી નેટવર્ક પર મોટી પોલીસ કાર્યવાહી; જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલા 15 સ્થળોએ દરોડા

Kashmir Anti Terror Operation: જમ્મુ-કશ્મીરના સોપોરમાં પોલીસ દ્વારા આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સોપોર પોલીસે પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામી (JeI) સાથે જોડાયેલા UAPA કેસમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને કેટલાક શંકાસ્પદ અને વાંધાજનક દસ્તાવેજો તથા સાહિત્ય મળ્યું હતું, જેને તપાસ માટે જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી આતંકવાદ અને અલગાવવાદી નેટવર્કને ખતમ કરવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

UAPAની કલમ 10 અને 13 હેઠળ નોંધાયો કેસ
પ્રેસ રિલીઝ મુજબ, આ દરોડા સોપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા FIR નંબર 42/2025ના કેસ સંદર્ભે પાડવામાં આવ્યા હતા. આ કેસ UAPAની કલમ 10 અને 13 હેઠળ નોંધાયો છે. પોલીસે જામિયા કદીમ, નસીમ બાગ, ક્રાંકશિવન, તારઝૂ, અમરગઢ, વારપોરા, બોમાઈ, બોઈટિંગૂ સહિત સોપોરના અનેક વિસ્તારોમાં એકસાથે તપાસ અભિયાન ચલાવ્યું હતું.

પોલીસે શોધખોળ દરમિયાન ગુનાહિત સામગ્રી જપ્ત કરી
આ શોધખોળ નિયુક્ત UAPA કોર્ટ પાસેથી યોગ્ય શોધખોળ વોરંટ મેળવ્યા પછી હાથ ધરવામાં આવી હતી અને કાયદાકીય પ્રક્રિયાઓ અનુસાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. રિલીઝ અનુસાર, પોલીસે શોધખોળ દરમિયાન ગુનાહિત સામગ્રી જપ્ત કરી હતી, જેમાં પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલ સાહિત્યનો સમાવેશ થાય છે. આ સામગ્રીને વધુ તપાસ માટે કસ્ટડીમાં લેવામાં આવી છે. પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું કે સોપોર પોલીસ સતત એવા લોકોની ઓળખ કરી રહી છે, જેઓ પ્રતિબંધિત સંગઠનો અથવા દેશવિરોધી નેટવર્ક સાથે જોડાયેલા હોવાનો શંકા છે. આવા લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે અને કેસની વધુ તપાસ હાલ પણ ચાલુ છે.

આ પહેલા પણ 20 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત
આ પહેલા 10 મેના રોજ પણ સોપોર પોલીસે આતંકવાદ સાથે જોડાયેલા એક આરોપીની અંદાજે 20 લાખ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. આ સંપત્તિ બાંદીપોરા જિલ્લાના કેહનુસા વિસ્તારમાં આવેલી 10 મરલા જમીન હતી. પોલીસે જણાવ્યું કે,આ મિલકત એવા આરોપીની છે, જે હાલમાં પાકિસ્તાન અને PoKમાંથી આતંકી હેન્ડલર તરીકે કાર્યરત છે. આ કેસમાં UAPAની કલમ 13, 18, 18B, 20, 23, 38 અને 39 ઉપરાંત શસ્ત્ર કાયદાની કલમ 7/25 તથા વિસ્ફોટક પદાર્થ કાયદાની કલમ 4/5 હેઠળ ગુનો નોંધાયો હતો.

'બિસાતી' તરીકે ઓળખાય છે આરોપી માજિદ અહેમદ સોફી
આરોપીની ઓળખ માજિદ અહમદ સોફી તરીકે થઈ છે, જેને 'બિસાતી' નામથી પણ ઓળખવામાં આવે છે. તે સોપોરની ન્યૂ કોલોનીનો રહેવાસી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તે હાલ પાકિસ્તાન અને PoKમાંથી આતંકી નેટવર્ક સંભાળી રહ્યો છે. તે પ્રતિબંધિત આતંકી સંગઠન 'હિઝબુલ મુજાહિદ્દીન' સાથે જોડાયેલો છે અને કશ્મીર ઘાટીમાં આતંકી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તેમજ અમલમાં મૂકવામાં સક્રિય રહ્યો છે. પોલીસ જણાવ્યું કે સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કાર્યપાલક મેજિસ્ટ્રેટ, સંબંધિત આવક વિભાગના અધિકારીઓ અને સ્વતંત્ર સાક્ષીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા અનુસાર કરવામાં આવી હતી.

આતંકી સંગઠનોને મદદ કરનાર દરેક વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી થશે
પોલીસનું કહેવું છે કે આતંકી સંગઠનોના નાણાકીય, લોજિસ્ટિક અને સહાયતા નેટવર્કને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે આવી કાર્યવાહી જરૂરી છે. આતંકવાદ સાથે જોડાયેલા લોકોની સંપત્તિ જપ્ત કરવી એ આતંકી ફંડિંગ રોકવા, આતંકી માળખાને કમજોર બનાવવાનો અને લોકોને દેશ વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પોલીસે ચેતવણી આપી છે કે આતંકવાદ, આતંકી ફંડિંગ, આતંકીઓને આશરો આપવો અથવા કોઈ પણ રીતે આતંકી સંગઠનોને મદદ કરનાર દરેક વ્યક્તિ સામે કડક કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે. સાથે જ સામાન્ય જનતાને સતર્ક રહેવા અને આવા દેશ વિરોધી તત્વોથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

Tags:
JeI BanGujarat SamacharKashmir PeaceLatest UpdatesExclusive News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026