દેશ-વિદેશ

24 હજાર ફૂટ ઊંચે ITBPના જવાનોનો પરાક્રમ, માઉન્ટ એબી ગામિન પર લહેરાવ્યો તિરંગો

25 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
24 હજાર ફૂટ ઊંચે ITBPના જવાનોનો પરાક્રમ, માઉન્ટ એબી ગામિન પર લહેરાવ્યો તિરંગો

24,000 feet hoisted the Tricolour: ઉત્તરાખંડમાં ભારત-તિબેટ સરહદ નજીક આવેલા 7,355 મીટર એટલે કે લગભગ 24,131 ફૂટ ઊંચા માઉન્ટ એબી ગામિન શિખર પર ચઢાણ કરીને ITBPના 23 જવાનોએ દેશનું નામ રોશન કર્યું છે. ભારે ઠંડી, ઓક્સિજનની અછત અને મુશ્કેલ પર્વતીય પરિસ્થિતિઓ વચ્ચે જવાનોએ 16 સપ્ટેમ્બરે આ પડકારજનક શિખર પર તિરંગો લહેરાવ્યો હતો. આ સિદ્ધિ ITBPના ફોર્સ લેવલ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન 2026નો ભાગ હતી.

ડેપ્યુટી કમાન્ડન્ટ પરીક્ષિત શાહના નેતૃત્વમાં અભિયાન
આ વિશેષ પર્વતારોહણ અભિયાનનું નેતૃત્વ ITBPના ડેપ્યુટી કમાન્ડન્ટ પરીક્ષિત શાહે કર્યું હતું. ITBPના ડિરેક્ટર જનરલ શત્રુજીત કપૂરે 7 ઓગસ્ટે નવી દિલ્હી સ્થિત ITBP હેડક્વાર્ટરથી આ અભિયાનને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ જવાનોએ પડકારજનક શિખર સર કરવા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી હતી.

પાતળી હવા અને ઓક્સિજનની અછત વચ્ચે ચઢાણ
7,000 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા માઉન્ટ એબી ગામિન પર પહોંચવું જવાનો માટે સરળ નહોતું. અભિયાન દરમિયાન તેમને અત્યંત પાતળી હવા અને ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ભારે ઠંડી, વિશાળ હિમનદીઓ અને સતત બદલાતા હવામાનને કારણે ચઢાણ વધુ જોખમી બન્યું હતું. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે ITBPના 23 જવાનોએ હિંમત અને ટીમવર્ક સાથે આગળ વધીને આખરે 16 સપ્ટેમ્બરે શિખર પર સફળતાપૂર્વક પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ જવાનોએ દેશનો તિરંગો લહેરાવીને આ અભિયાનને ઐતિહાસિક સફળતામાં પરિવર્તિત કર્યું હતું.

દેશસેવા સાથે પર્વતારોહણમાં પણ ITBPની સિદ્ધિ
માઉન્ટ એબી ગામિનનું આ સફળ ચઢાણ ITBPના જવાનોની શારીરિક ક્ષમતા, સાહસ અને કઠિન પરિસ્થિતિઓમાં કામ કરવાની ક્ષમતાનું ઉદાહરણ છે. સરહદની સુરક્ષા સાથે ITBP સમયાંતરે આવા પર્વતારોહણ અભિયાનોમાં પણ ભાગ લે છે. 24 હજાર ફૂટથી વધુ ઊંચાઈએ તિરંગો લહેરાવવાની આ સિદ્ધિએ ફરી એકવાર જવાનોના સાહસ અને સમર્પણને ઉજાગર કર્યું છે.

Tags:
ગુજરાત વંદનGujarat VandanLatest Newsદેશ-વિદેશUttarakhand
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026