દેશ-વિદેશ

ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો: સૌથી મોટા સાઉથ પાર્સ ગેસ ફીલ્ડને નિશાન બનાવ્યું

6 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
ઈઝરાયેલનો ઈરાન પર ભીષણ હુમલો: સૌથી મોટા સાઉથ પાર્સ ગેસ ફીલ્ડને નિશાન બનાવ્યું

Israel hits south pars Gas field Irans: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ વિનાશક તબક્કામાં પ્રવેશી ગયો છે. ઇઝરાયેલે સોમવારે ઈરાનના સૌથી મોટા ગેસ પ્રોજેક્ટ દક્ષિણ પાર્સ ગેસ ક્ષેત્ર પર કરેલા ભયાનક હુમલાએ સ્થિતિને ગંભીર બનાવી દીધી છે. ફારસની ખાડીમાં આવેલું આ ગેસ ફીલ્ડ ઈરાનના કુલ ગેસ ઉત્પાદનનો અંદાજે 70 ટકા હિસ્સો પૂરો પાડે છે, જેને કારણે દેશની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગવાની શક્યતા છે.

ઈરાનના ઊર્જા માળખા પર વધુ હુમલા નહીં થાય
આ હુમલાના કારણે ઈરાનના ઉદ્યોગ, વીજ ઉત્પાદન અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રને લાંબા ગાળે નુકસાન થવાની ભીતિ છે. નિષ્ણાતો માને છે કે આ પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પુનઃસ્થાપના માટે મહિનાઓથી લઈને વર્ષો લાગી શકે છે, જેનાથી દેશની આવક અને ઉર્જા સુરક્ષા બંને પર અસર પડશે. આ કાર્યવાહી ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ એક મોટો રાજકીય ઝટકો ગણાઈ રહી છે. અગાઉ તેમણે દાવો કર્યો હતો કે ઈરાનના ઊર્જા માળખા પર વધુ હુમલા નહીં થાય, પરંતુ ઈઝરાયેલના આ પગલાએ તે દાવાઓને પડકાર્યા છે. ઈઝરાયેલનું કહેવું છે કે ઈરાન ગેસની આવકનો ઉપયોગ હિઝબુલ્લાહ અને હમાસ જેવા સંગઠનોને સહાય માટે કરે છે, તેથી તેની આવકના સ્ત્રોતોને નિશાન બનાવવું જરૂરી છે.

તેલ અને ગેસના ભાવમાં તેજી આવવાની શક્યતા
આ હુમલાની અસર માત્ર ઈરાન સુધી મર્યાદિત નહીં રહેવાની શક્યતા છે. હોર્મુઝની સામુદ્રધુની નજીક આવેલા આ ગેસ ક્ષેત્ર પર હુમલા બાદ વૈશ્વિક બજારમાં તેલ અને ગેસના ભાવમાં તેજી આવવાની શક્યતા છે. જો ઈરાન તેનો જવાબી હુમલો કરે, તો ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવ વધવાની શક્યતા છે. હાલ સમગ્ર મધ્ય-પૂર્વમાં તણાવ શિખરે છે અને સ્થિતિ બેકાબૂ થવાની ભીતિ વધી રહી છે. નિષ્ણાતો માને છે કે આ હુમલાએ શાંતિ વાટાઘાટોના માર્ગોને લગભગ બંધ કરી દીધા છે અને સંઘર્ષ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે.

Tags:
વૈશ્વિક રાજકારણ#મધ્યપૂર્વ#IranGasField#IsraelAttackઈરાન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026