દેશ-વિદેશ

ઈરાનમાં સત્તાના પાયા ડગમગ્યા: વરિષ્ઠ અધિકારીઓ વિદેશ ભાગવાની તૈયારીમાં

8 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
ઈરાનમાં સત્તાના પાયા ડગમગ્યા: વરિષ્ઠ અધિકારીઓ વિદેશ ભાગવાની તૈયારીમાં

Iranian Officials Trying To Seek French Visa: ઈરાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ગંભીર આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને પશ્ચિમી દેશોના વધતા દબાણ વચ્ચે હવે ઈરાનના સત્તાધારી વર્ગમાં પણ ગભરાટ ફેલાયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. પ્રતિષ્ઠિત ફ્રેન્ચ અખબાર 'લે ફિગારો' (Le Figaro) ના એક ચોંકાવનારા અહેવાલ મુજબ, ઈરાનના ઘણા વરિષ્ઠ અધિકારીઓ હવે દેશ છોડીને ભાગવાની પેરવી કરી રહ્યા છે.

સત્તાધારી નેતાઓ ફ્રાન્સના વિઝા માટે વલખાં મારી રહ્યા છે
ફ્રેન્ચ મીડિયાના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઈરાનના રાજકીય કોરિડોરમાં મોટી હલચલ જોવા મળી છે. ઈરાની-ફ્રેન્ચ પત્રકાર ઈમેન્યુઅલ રઝાવીએ દાવો કર્યો છે કે ઈરાનના સુધારાવાદી જૂથના અગ્રણી નેતાઓ અને ઈસ્લામિક એસેમ્બલીના સ્પીકર સહિતના અનેક ઉચ્ચ અધિકારીઓ તેમના પરિવારો માટે ફ્રાન્સના વિઝા મેળવવાની કોશિશ કરી રહ્યા છે. આ નેતાઓએ પેરિસમાં વકીલો મારફતે વિઝાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું મનાય છે. આ ઘટનાક્રમ એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાનનું શાસક તંત્ર હવે અંદરખાને ડગમગવા લાગ્યું છે અને તેમને ઈરાનના ભવિષ્ય અંગે વિશ્વાસ રહ્યો નથી.

હિંસક વિરોધ પ્રદર્શન: બે દિવસમાં બે પોલીસ અધિકારીઓની હત્યા
બીજી તરફ, ઈરાનની શેરીઓમાં સરકાર વિરોધી ગુસ્સો હવે હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન અને બલુચિસ્તાનમાં બુધવારે એક પોલીસ અધિકારી મહમૂદ હકીતની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હુમલાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચાલતા વાહનમાંથી હુમલાખોરો પોલીસ વાહન પર અંધાધૂંધ ગોળીબાર કરતા જોવા મળે છે, જેના કારણે પોલીસ વાહન પલટી ખાઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 48 કલાકમાં આ બીજી મોટી ઘટના છે. આ અગાઉ ઇલામ પ્રાંતમાં પણ પોલીસ અધિકારી એહસાન અઘાજાનીની અથડામણ દરમિયાન હત્યા કરવામાં આવી હતી.

વૈશ્વિક સમર્થન અને ઈરાન સરકારની કડક ચેતવણી
ઈરાનના પ્રદર્શનકારીઓને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સમર્થન મળી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓની સુરક્ષા મુદ્દે ઈરાની સરકારને કડક ચેતવણી આપી છે અને કહ્યું છે કે અમેરિકા ઈરાની જનતાની પડખે છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ઈરાનમાં પરિવર્તનની માંગ કરી રહેલા લોકોનું સમર્થન કર્યું છે.

ઈરાન એક મોટા રાજકીય વળાંક પર ઉભું છે
જોકે, ઈરાન સરકાર હજુ પણ નમતું જોખવા તૈયાર નથી. ઈરાનના મુખ્ય ન્યાયાધીશ ગુલામહોસેન મોહસેની એઝાઈએ વિરોધીઓને ચેતવણી આપતા જણાવ્યું છે કે ઇસ્લામિક રિપબ્લિકના દુશ્મનોને મદદ કરનારા અથવા વિદેશી તાકતોના ઈશારે અરાજકતા ફેલાવનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલની પરિસ્થિતિ જોતા ઈરાન એક મોટા રાજકીય વળાંક પર ઉભું હોય તેવું લાગી રહ્યું છે.

Tags:
Gujarati Newsવિદેશ ભાગવાની તૈયારીતાજા સમાચારLe Figaro Reportસરકાર સંકટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026