દેશ-વિદેશ

USના હુમલા બાદ ઈરાન ભડક્યું! ગલ્ફ-હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો IRGCનો દાવો

9 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
USના હુમલા બાદ ઈરાન ભડક્યું! ગલ્ફ-હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો IRGCનો દાવો

USA and Iran War Updates: અમેરિકા અને ઈરાન વચ્ચે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. અમેરિકા દ્વારા ઈરાન સાથે જોડાયેલા પાંચ ઓઈલ ટેન્કરોને નષ્ટ કરાયા હોવાના દાવા બાદ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ વળતો પ્રહાર કર્યો હોવાનો દાવો કર્યો છે. IRGC મુજબ, તેના દળોએ એક જ દિવસમાં હોર્મુઝ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 10 જહાજોને નિશાન બનાવ્યા, જેમાં બે અમેરિકન યુદ્ધજહાજ અને આઠ ઓઈલ ટેન્કરોનો સમાવેશ થાય છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

IRGCનો દાવો- 2 અમેરિકન યુદ્ધજહાજો પર મિસાઇલ હુમલો
ઈરાની IRGCના જણાવ્યા મુજબ, હોર્મુઝના પ્રતિબંધિત અને અસુરક્ષિત વિસ્તારમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા 10 જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાને દાવો કર્યો છે કે તેની નૌકાદળે અમેરિકન નૌસેનાના વિધ્વંસક જહાજો DDG-119 અને DDG-53 પર સફળ મિસાઇલ હુમલા કર્યા છે. આ ઉપરાંત આઠ ઓઈલ ટેન્કરોને પણ નિશાન બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જો, કે આ તમામ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

કુવૈત અને બહેરીનના બંદરો માટે ચેતવણી
ઈરાની સરકારી ટીવી પર વાંચવામાં આવેલા નિવેદન અનુસાર, IRGC નેવીએ કુવૈત, જોર્ડન અને બહેરીનના બંદરો પર હાજર ઓઈલ ટેન્કરોના ક્રૂને જહાજો ખાલી કરવાની ચેતવણી આપી છે. ઈરાને કહ્યું છે કે જ્યાં અમેરિકન સેનાની હાજરી છે અથવા અમેરિકન સૈન્ય કાર્યવાહીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે, ત્યાં ઊભેલા ટેન્કરોને નિશાન બનાવવામાં આવી શકે છે.

અમેરિકાએ પણ ઈરાનના 5 ટેન્કરો નષ્ટ કર્યાનો દાવો
આ પહેલાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઓમાનની ખાડી અને ખાર્ગ દ્વીપ નજીક ઈરાન સાથે જોડાયેલા પાંચ ક્રૂડ ઓઈલ ટેન્કરોને નષ્ટ કરાયા હોવાની માહિતી સામે આવી હતી. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે ઈરાને અગાઉના બે દિવસ દરમિયાન તેના એક સૈન્ય જહાજ પર બે વખત બેલેસ્ટિક મિસાઇલ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત 5 સપ્ટેમ્બરે પણ અમેરિકાએ ઈરાનના ત્રણ ઓઈલ ટેન્કરોને નષ્ટ કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બંને દેશોના એકબીજા સામેના હુમલાના દાવાઓ વચ્ચે હોર્મુઝ વિસ્તારમાં તણાવ સતત વધી રહ્યો છે.

અંડરવોટર ડ્રોન મુદ્દે પણ સામસામે દાવા
દરમિયાન ઈરાને અમેરિકાના એક અંડરવોટર ડ્રોન (સબમર્સિબલ)ને કબજે કરવાનો દાવો કર્યો છે. જોકે, પેન્ટાગોને આ દાવાને ફગાવી દીધો છે. અમેરિકાના જણાવ્યા મુજબ, આ જૂનું મોડેલ હતું અને તે એક દિવસ અગાઉ ટેકનિકલ ખામીને કારણે બંધ પડી ગયું હતું. પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે ડ્રોનમાં કોઈ ગોપનીય ડેટા કે સંવેદનશીલ સોનાર-રાડાર સાધનો નહોતા. આમ, હોર્મુઝ વિસ્તારમાં જહાજો અને સૈન્ય સંપત્તિને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચેના દાવા-પ્રતિદાવાથી તણાવ વધુ ઘેરો બન્યો છે.

Tags:
ભૂ-રાજકીયઈરાની દાવોઅમેરિકી હુમલોરાજદ્વારી તણાવહોર્મુઝ સંકટ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026