દેશ-વિદેશ

અમુક જ સેકન્ડમાં વિમાન બની ગયું અગનગોળો, ઈરાનના બુશેહર એરપોર્ટનો VIDEO 9 મહિના બાદ સામે આવ્યો

25 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
અમુક જ સેકન્ડમાં વિમાન બની ગયું અગનગોળો, ઈરાનના બુશેહર એરપોર્ટનો VIDEO 9 મહિના બાદ સામે આવ્યો

Iran Airport Missile Attack Video: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ દરમિયાન થયેલા એક ભયાનક હુમલાનો CCTV વીડિયો સામે આવ્યો છે. આ ફૂટેજમાં દક્ષિણ ઈરાનના બુશેહર એરપોર્ટ પર ઊભેલા ઈરાન એરના મુસાફર વિમાન પર મિસાઈલ હુમલો થતો જોવા મળે છે. હુમલો થતાં જ વિમાન ગણતરીની સેકન્ડોમાં આગના વિશાળ ગોળામાં ફેરવાઈ જાય છે. આશરે નવ મહિના જૂનો આ વીડિયો 24 નવેમ્બરે સોશિયલ મીડિયા પર સામે આવતાં ચર્ચા શરૂ થઈ છે.

બુશેહર એરપોર્ટ પર ઊભેલા વિમાન પર મિસાઈલ હુમલો
અહેવાલો અનુસાર, આ ફૂટેજ 28 ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલા ઈરાન-અમેરિકા-ઈઝરાયલ સંઘર્ષના શરૂઆતના દિવસોનો છે. તેહરાનથી બુશેહર પહોંચેલું આશરે 24 વર્ષ જૂનું એરબસ A319-111 મુસાફર વિમાન એરપોર્ટના રનવે વિસ્તારમાં ઊભું હતું. આ દરમિયાન તેના પર મિસાઈલ હુમલો થયો હતો અને વિમાન આગની લપેટમાં આવી ગયું હતું. એવિએશન સેફ્ટીના રેકોર્ડ મુજબ, આ વિમાન 3 માર્ચ 2026ના રોજ થયેલા હુમલામાં નષ્ટ થયું હતું. જોકે, હુમલાનો CCTV વીડિયો હવે સામે આવ્યો છે, જેમાં વિમાનને આગના ગોળામાં ફેરવાતું જોઈ શકાય છે.

નાગરિક વિમાન પર હુમલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા
24 નવેમ્બરે વીડિયો જાહેર થયા બાદ નાગરિક વિમાનો અને સિવિલિયન પ્રોપર્ટી પરના હુમલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. કેટલાક યુઝર્સ આ કાર્યવાહીને નાગરિક વિમાન પરનો ગેરકાયદેસર હુમલો ગણાવી રહ્યા છે. બીજી તરફ, કેટલાક લોકો ઈરાન એર પર અગાઉ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) માટે પરિવહન સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના લાગેલા આરોપોનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયા પર અલગ-અલગ અભિપ્રાયો સામે આવી રહ્યા છે.

યુદ્ધ દરમિયાન સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાં બન્યાં હતાં નિશાન
સંઘર્ષના તે સમયગાળા દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે ઈરાનનાં સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાંને નિશાન બનાવી સંયુક્ત હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં મિસાઈલ બેઝ, કમાન્ડ સેન્ટર અને એર ડિફેન્સ સિસ્ટમનો સમાવેશ થતો હતો. અહેવાલો મુજબ, તેહરાનના મહેરાબાદ એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પણ મિસાઈલ હુમલા બાદ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

ઈરાને પણ મિસાઈલ અને ડ્રોનથી કર્યો હતો જવાબી હુમલો
અમેરિકા અને ઈઝરાયલ તરફથી કરવામાં આવેલા હુમલાઓમાં પર્સિયન ગલ્ફમાં તૈનાત યુદ્ધજહાજોમાંથી ટોમહોક મિસાઈલો તેમજ F-22 અને F-35 સ્ટીલ્થ ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓના જવાબમાં ઈરાને પણ મિસાઈલો અને શાહેદ આત્મઘાતી ડ્રોન દ્વારા ઈઝરાયેલ, અમેરિકન સૈન્ય મથકો અને ગલ્ફ ક્ષેત્રના કેટલાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. હવે બુશેહર એરપોર્ટ પર વિમાન પર થયેલા હુમલાનો વીડિયો સામે આવતાં તે સમયના સંઘર્ષ અને નાગરિક સંપત્તિની સુરક્ષાને લઈને ફરી ચર્ચા તેજ બની છે.

Tags:
GujaratVandanUS Israel Iran ConflictIran War Viral VideoIran Air Airbus A319Bushehr Airport Video
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026