દેશ-વિદેશ

અમેરિકાના હુમલાથી ઈરાનમાં તબાહી, બ્રિજ ધ્વસ્ત; ટ્રમ્પે કહ્યું- 'આ તો શરૂઆત છે'

9 જુલાઈ, 2026•
GVGujaratvandan team
અમેરિકાના હુમલાથી ઈરાનમાં તબાહી, બ્રિજ ધ્વસ્ત; ટ્રમ્પે કહ્યું- 'આ તો શરૂઆત છે'

USA vs Iran War Updates: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની શાંતિ સમજૂતી સમાપ્ત કરવાની જાહેરાત કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ ઈરાન પર જોરદાર સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભીષણ હવાઈ હુમલાઓથી ઈરાનના અનેક શહેરોમાં ધડાકા સંભળાયા છે, જ્યારે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. ઈરાની અહેવાલો મુજબ, આ હુમલામાં બે સ્થાનિક માછીમારોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

ચાવીરૂપ બંદરો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર અમેરિકાનો નિશાન
અમેરિકન સેનાએ ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના દરિયાકાંઠાના વિસ્તારો ચાબહાર, બંદર અબ્બાસ, સીરિક અને જાસ્કને નિશાન બનાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચાબહાર અને કોનાર્ક નજીક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અક્કાલા વિસ્તારમાં એક મહત્વપૂર્ણ રેલવે બ્રિજને પણ ઉડાવી દેવામાં આવ્યો હોવાના અહેવાલો છે. ઉપરાંત ચાબહારના શાહિદ બેહેશ્તી પોર્ટ, કલંતરી પોર્ટ અને મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને પણ નુકસાન પહોંચ્યાની માહિતી મળી રહી છે.

ટ્રમ્પે તસવીરો શેર કરી, ઈરાને ગણાવી ફેક
હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ચાબહારમાં લાગેલી આગની તસવીરો શેર કરી હતી. ટ્રમ્પે લખ્યું, કે આ હુમલો ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય જહાજો પર કરાયેલા હુમલાનો જવાબ છે અને જો ઈરાન ફરી આવી હરકત કરશે તો તેને વધુ ગંભીર પરિણામો ભોગવવા પડશે. જોકે, ઈરાને ટ્રમ્પે શેર કરેલી તસવીરોને જૂની ગણાવીને ફેક હોવાનું કહ્યું છે. ઈરાનનો દાવો છે કે આ તસવીરો અગાઉના 12 દિવસના યુદ્ધ દરમિયાન સહારાન ઓઈલ ડેપો પર થયેલા હુમલાની છે.

CENTCOMની પુષ્ટિ, નાટોનું પણ સમર્થન
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ સૈન્ય કાર્યવાહી અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. CENTCOMએ જણાવ્યું, કે પ્રમુખના આદેશ પર હોર્મુઝ જળમાર્ગમાં વૈશ્વિક જહાજરાની સુરક્ષા અને ઈરાનની હુમલાખોર ક્ષમતાને નબળી પાડવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ છે. બીજી તરફ, તુર્કીમાં ચાલી રહેલી NATO સમિટ દરમિયાન અમેરિકાના આ પગલાને કેટલાક નાટો દેશોનું સમર્થન મળ્યું હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. હાલ ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગયું છે અને સમગ્ર મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.

Tags:
TrumpStatementUSAirStrikeGlobalAffairsWorldNewsIranCrisis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026