દેશ-વિદેશ

જાપાનમાં 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ! બીજા દિવસે પણ રેસ્ક્યૂ યથાવત્, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

29 જુલાઈ, 2026•
GVGujaratvandan team
જાપાનમાં 7.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ! બીજા દિવસે પણ રેસ્ક્યૂ યથાવત્, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો

Japan Earthquake: જાપાનના દક્ષિણ ટાપુ ક્યૂશૂમાં આવેલા 7.1ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. મંગળવારે આવેલા આ ભૂકંપ બાદ અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જાપાનના વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘણા લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા હોવાથી બીજા દિવસે પણ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

એયોન મોલની ઇમારત ધરાશાયી, ગેસ લીક બાદ થયો વિસ્ફોટ
ભૂકંપની સૌથી વધુ અસર કુમામોતો પ્રાંતના કાશિમા શહેરમાં જોવા મળી છે. અહીં આવેલા એયોન મોલની ઇમારત ધરાશાયી થયા બાદ ગેસ લીકેજને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. બચાવ દળોએ કાટમાળમાંથી ચાર લોકોને જીવતા બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય ઘણા લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફેક્ટરીની વિશાળ ચીમની તૂટી પડતાં કર્મચારીઓ ફસાયા
યાત્સુશિરો શહેરમાં આવેલી એક ઔદ્યોગિક એકમની વિશાળ ચીમની ધરાશાયી થતાં અનેક કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાસ્થળે બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે. ભૂકંપ બાદ કુમામોતો અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 2.6 લાખ લોકોને સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવી છે.

સુનામીની ચેતવણી પરત, પરંતુ આફ્ટરશોકનો ખતરો યથાવત્
શક્તિશાળી ભૂકંપ બાદ જાપાનની હવામાન એજન્સીએ સુનામીની ચેતવણી જાહેર કરી હતી. જો, કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ એલર્ટ પરત ખેંચી લેવામાં આવ્યું છે. તેમ છતાં આગામી બે-ત્રણ દિવસ સુધી આફ્ટરશોક આવવાની શક્યતા હોવાથી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
વડાપ્રધાન સનાઈ તાકાઈચીએ જણાવ્યું કે ભૂકંપના કારણે અનેક માર્ગો, પુલો અને રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તેમજ આગ લાગવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. જો, કે દેશના ત્રણેય પરમાણુ ઊર્જા પ્લાન્ટ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે. ભૂકંપના કારણે અનેક ઓટોમોબાઇલ કંપનીઓએ ઉત્પાદન કામચલાઉ બંધ કરી દીધું છે, જ્યારે સંરક્ષણ મંત્રાલયે સેનાને રાહત અને બચાવ કામગીરીમાં જોડાવી છે.

Tags:
આંતરરાષ્ટ્રીય સમાચારસુનામી ચેતવણીકુદરતી આફતભૂકંપ સમાચારજાપાન સમાચાર
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026