દેશ-વિદેશ

ઈન્ડોનેશિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં જળપ્રલય, 8 શ્રમિકોનાં મોત; 18થી વધુ ફસાયા

26 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
ઈન્ડોનેશિયામાં ગેરકાયદે સોનાની ખાણમાં જળપ્રલય, 8 શ્રમિકોનાં મોત; 18થી વધુ ફસાયા

Indonesia Illegal Gold Mine Accident: ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવા પ્રાંતમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મૂશળધાર વરસાદને કારણે આશરે 100 મીટર ઊંડી ખાણમાં પૂરનાં પાણી ભરાઈ જતાં 8 શ્રમિકોનાં મોત થયાં છે, જ્યારે 18થી વધુ કામદારો અંદર ફસાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સીએ મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી છે. ખાણની ઊંડાઈ, સાંકડો પ્રવેશદ્વાર અને અંદર ભરાયેલું પાણી રેસ્ક્યૂ ટીમ માટે મોટો પડકાર બન્યાં છે.

100 મીટર ઊંડી ખાણમાં ભરાયાં પૂરનાં પાણી
આ દુર્ઘટના રાજધાની જકાર્તાથી આશરે 60 કિલોમીટર દૂર બોગોરના પૌંગકોર પહાડી વિસ્તારમાં સોમવારથી સર્જાઈ હતી. વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે ખાણની મુખ્ય શાફ્ટમાં પાણી ભરાઈ ગયાં હતાં. પાણી ભરાતાં અંદર કામ કરી રહેલા શ્રમિકો ફસાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે સુરક્ષા દળો અને બચાવ ટુકડીઓ દ્વારા પંપ લગાવી ખાણમાંથી પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બચાવકર્મીઓ ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

સાંકડો રસ્તો અને અંધારું રેસ્ક્યૂ કામગીરીમાં અડચણ
જકાર્તા સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસનાં વડા દેસિયાના કાર્તિકા બહારીના જણાવ્યા અનુસાર, ખાણની ઊંડાઈ વધુ હોવાની સાથે તેનો પ્રવેશદ્વાર પણ ખૂબ સાંકડો છે. ભારે વરસાદના કારણે ખાણ તરફ જતો રસ્તો લપસણો બની ગયો છે. ખાણની અંદર પૂરતું અંધારું હોવાથી બચાવકર્મીઓ માટે કામગીરી કરવી જોખમી બની રહી છે. પાણી ભરાયેલું હોવું, કાદવ-કીચડ અને સાંકડો રસ્તો બચાવ કામગીરીને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છે.

ગેરકાયદેસર રીતે ચાલતી હતી સોનાની ખાણ
ઈન્ડોનેશિયાની સરકારી માઇનિંગ કંપની 'અંતમ' (Antam) આ વિસ્તારમાં સોનાનું સત્તાવાર ઉત્ખનન કરે છે. જોકે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે આ દુર્ઘટના તેની કોઈ અધિકૃત ખાણમાં બની નથી. જે ખાણમાં અકસ્માત થયો તે ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચલાવવામાં આવતી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયાના દુર્ગમ વિસ્તારોમાં નાના પાયે ગેરકાયદે ખનન થતું રહે છે. આવી અનધિકૃત ખાણોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે.

Tags:
GujaratVandanIndonesia Rescue Operation18 Workers Trapped8 Workers DeadBogor Mining Accident
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026