દેશ-વિદેશ

UNમાં સામસામે ટકરાવ બાદ પાકિસ્તાન પહોંચ્યું ભારતીય પ્રતિનિધિમંડળ! અધિકારીએ કહ્યું- 'લાહોર જોવાની ઘણી ઈચ્છા'

1 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
UNમાં સામસામે ટકરાવ બાદ પાકિસ્તાન પહોંચ્યું ભારતીય પ્રતિનિધિમંડળ! અધિકારીએ કહ્યું- 'લાહોર જોવાની ઘણી ઈચ્છા'

India Pakistan SCO Meet: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે ભારતનું એક સત્તાવાર પ્રતિનિધિમંડળ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ પહોંચ્યું છે. ભારતના SCO નેશનલ કોઓર્ડિનેટર અને વિદેશ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી આલોક ડિમરીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી નેશનલ કોઓર્ડિનેટર્સની બેઠકમાં ભાગ લીધો હતો. આ મુલાકાત ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનની ધરતી પર ભારતના વરિષ્ઠ અધિકારીની મહત્વપૂર્ણ મુલાકાત તરીકે સામે આવી છે.

આલોક ડિમરીએ પાકિસ્તાની શહેરો જોવાની ઈચ્છા વ્યક્ત કરી
પાકિસ્તાની સરકારી મીડિયાને આપેલી વાતચીતમાં આલોક ડિમરીએ ઈસ્લામાબાદ ઉપરાંત લાહોર, ફૈસલાબાદ અને સિયાલકોટની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન હાલ તેઓ માત્ર ઈસ્લામાબાદ જોઈ શક્યા છે, પરંતુ લાહોર સહિત અન્ય શહેરો જોવાની પણ તેમની ઈચ્છા છે. ડિમરીએ SCOના મંચને યુરેશિયા અને એશિયાના દેશોને એકસાથે લાવતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાવ્યું હતું.

ઈશાક દાર સાથે પણ મુલાકાત
SCO નેશનલ કોઓર્ડિનેટર્સની બેઠક પૂર્ણ થયા બાદ સભ્ય દેશોના નેશનલ કોઓર્ડિનેટર્સે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક દાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન આલોક ડિમરી અને ઈશાક દારે હાથ મિલાવીને અભિવાદન કર્યું હતું. બેઠકમાં SCOની આગામી કામગીરી અને પાકિસ્તાનની અધ્યક્ષતા હેઠળના કાર્યક્રમોની તૈયારી અંગે ચર્ચા થઈ હતી.

પ્રાદેશિક કનેક્ટિવિટી, વેપાર અને ટ્રાન્ઝિટ પર ભાર
આલોક ડિમરીએ SCOની બેઠક દરમિયાન પ્રાદેશિક કનેક્ટિવિટી, વેપાર અને ટ્રાન્ઝિટને મહત્વપૂર્ણ મુદ્દા ગણાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સંગઠનના સભ્ય દેશો પ્રદેશના કલ્યાણ અને સમૃદ્ધિ માટે સહિયારા એજન્ડા પર કામ કરી રહ્યા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘Civilisation Dialogue Forum’ના પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ફોરમની બેઠક 20 નવેમ્બરે નવી દિલ્હીમાં યોજાવાની છે અને SCOના સભ્ય દેશોએ તેમાં ભાગ લેવા રસ દર્શાવ્યો છે.

UNGAની તીખી નિવેદબાજી બાદ SCOમાં અલગ માહોલ
આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પર ભારત અને પાકિસ્તાન તરફથી આતંકવાદ અને અન્ય મુદ્દાઓ પર એકબીજા સામે તીખા નિવેદનો જોવા મળ્યા હતા. જોકે, SCOની આ બેઠક દ્વિપક્ષીય ભારત-પાકિસ્તાન વાટાઘાટો નહીં પરંતુ બહુપક્ષીય સંગઠનના કાર્યક્રમનો ભાગ હતી. ભારતે SCO જેવા બહુપક્ષીય મંચ પર પાકિસ્તાન સાથે ભાગ લેવાનું ચાલુ રાખ્યું છે, જ્યારે દ્વિપક્ષીય સંબંધો માટે આતંકવાદમુક્ત વાતાવરણ જરૂરી હોવાનો ભારતનો અભિગમ રહ્યો છે.

SCOમાં 10 સભ્ય દેશો
SCOમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને બેલારુસ સહિત કુલ 10 સભ્ય દેશો છે. પાકિસ્તાનની 2026-27ની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં આગામી કાર્યક્રમો અને 2027માં ઈસ્લામાબાદમાં યોજાનારી SCO સમિટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થઈ હતી.

Tags:
SCO Anti-TerrorismPakistani citiesદેશ-વિદેશગુજરાતી સમાચારlatest update
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026