દેશ-વિદેશ

30 કરોડના છેતરપિંડી કેસમાં ગુજ્જુ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની FIR રદ અરજી હાઇકોર્ટ ફગાવી

6 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
30 કરોડના છેતરપિંડી કેસમાં ગુજ્જુ ડિરેક્ટર વિક્રમ ભટ્ટની FIR રદ અરજી હાઇકોર્ટ ફગાવી

Vikram Bhatts plea: બોલિવૂડના ગુજ્જુ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી હાલમાં જેલના સળિયા ગણી રહ્યા છે. કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપમાં ફસાયેલા આ દંપતીએ રાજસ્થાન હાઈકોર્ટમાં એફઆઈઆર (FIR) રદ કરાવવા ધા નાખી હતી. જોકે, હાઈકોર્ટે તેમની આ દલીલોને ધરાર ફગાવી દીધી છે. જસ્ટિસ સમીર જૈને આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કેસ માત્ર બે પક્ષો વચ્ચેના કરારના ભંગનો નથી, પરંતુ પ્રથમ દ્રષ્ટિએ આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલી છેતરપિંડીનો જણાય છે.

‘આ સિવિલ મેટર છે, ક્રિમિનલ નહીં’
વિક્રમ ભટ્ટના વકીલોએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આખો વિવાદ બિઝનેસ કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો છે અને તેને ગુનાહિત સ્વરૂપ ન આપવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કરારની શરતો મુજબ કોઈ પણ વિવાદ ઉકેલવાનો અધિકાર મુંબઈની અદાલત પાસે હોવો જોઈએ, રાજસ્થાન પોલીસ પાસે નહીં. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિ જ્યાં હોય ત્યાં પોલીસ તપાસ થઈ શકે છે અને હાલમાં આ મામલે પોલીસ તપાસ ચાલુ રાખવી જરૂરી છે.

બાયોપિક બનાવવાના નામે ખેલ
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રાજસ્થાનના ઇન્દિરા ગ્રુપ ઓફ કંપનીઝના માલિક ડૉ. અજય મુરડિયાએ ફરિયાદ નોંધાવી. ડૉ. મુરડિયાના જણાવ્યા અનુસાર, તેમની મુલાકાત દિનેશ કટારિયા નામના શખ્સ સાથે થઈ હતી, જેણે પ્રસ્તાવ મૂક્યો હતો કે વિક્રમ ભટ્ટ ડૉ. મુરડિયાની પત્નીના જીવન પર બાયોપિક ફિલ્મ બનાવશે. ‘સમગ્ર દેશ તમારી પત્નીના યોગદાનને જાણશે’ તેવી મીઠી વાતોમાં ભોળવીને અલગ-અલગ સમયે અંદાજે ₹30 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી.

બે વાર જામીન અરજી ફગાવી, એક મહિનાથી જેલમાં
વિક્રમ ભટ્ટ અને તેમની પત્ની શ્વેતાંબરી ગત 7 ડિસેમ્બરથી જેલના સળિયા પાછળ છે. નોંધનીય છે કે, જેલમાં ગયા બાદ અત્યાર સુધીમાં બે વાર જામીન માટેની અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ નીચલી અદાલતે ગુનાની ગંભીરતા જોતા દર વખતે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. હવે હાઈકોર્ટે પણ એફઆઈઆર રદ કરવાની ના પાડતા વિક્રમ ભટ્ટ માટે જેલમાંથી બહાર આવવાના તમામ રસ્તાઓ હાલ પૂરતા બંધ થઈ ગયા છે.

ગ્લેમરની દુનિયા પાછળના કાળા કૌભાંડોનો પર્દાફાશ
ફરિયાદમાં માત્ર વિક્રમ ભટ્ટ જ નહીં પરંતુ અન્ય સાત વ્યક્તિઓના નામ પણ સામેલ છે. ડૉ. મુરડિયાનો આરોપ છે કે ફિલ્મ બનાવવાના બહાને માત્ર પૈસા પડાવવાનો જ ઉદ્દેશ્ય હતો. હકીકતમાં ફિલ્મનું કોઈ કામ આગળ વધ્યું નહોતું અને જ્યારે પૈસા પરત માંગવામાં આવ્યા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો નહોતો. હાઈકોર્ટના આદેશ બાદ હવે રાજસ્થાન પોલીસ વિક્રમ ભટ્ટના બેંક ટ્રાન્ઝેક્શન અને અન્ય પુરાવાઓ એકત્ર કરવા માટે વધુ કડક તપાસ કરશે.

બોલિવૂડમાં મોટા બેનરો પણ સાવધ થયા
ટોચના ડિરેક્ટર જ્યારે આવી રીતે છેતરપિંડીના કેસમાં જેલભેગા થાય ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાઓ તેજ બની છે. આ કેસ અન્ય લોકો માટે પણ લાલબત્તી સમાન છે કે ફિલ્મ બનાવવાના નામે ઉદ્યોગપતિઓ પાસેથી રોકાણ મેળવ્યા બાદ જો પારદર્શિતા ન રખાય તો જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થવાની શક્યતા સેવાઈ રહી છે.

Tags:
બ્રેકિંગ ન્યૂઝસેલિબ્રિટી કેસગુજરાતી ન્યૂઝફિલ્મ ઉદ્યોગ30 Crore Scam
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026