દેશ-વિદેશ

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગે કલેક્ટરનું જાહેરનામું: નિયમભંગ કરનાર સામે થશે કડક પોલીસ

13 જૂન, 2026•
GVGujaratvandan team
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદ અંગે કલેક્ટરનું જાહેરનામું: નિયમભંગ કરનાર સામે થશે કડક પોલીસ

Gujarat bharuch jama masjid row collector: ભરૂચ શહેરના પારસીવાડ વિસ્તારમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદને લઈને જિલ્લા વહીવટીતંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા ‘રાષ્ટ્રીય રક્ષિત સ્મારક’ જાહેર કરાયેલી આ ઇમારત ખાતે સુરક્ષા, કાયદો-વ્યવસ્થા અને સ્મારકના સંરક્ષણને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. નવનાથ ગવ્હાણેએ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. તાજેતરમાં સ્મારકના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ નિર્ણયને ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓ પર રહેશે નજર
જામા મસ્જિદની મુલાકાતે હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આવતા હોવાથી ધાર્મિક વૈમનસ્ય ન ફેલાય તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે. જાહેરનામા અનુસાર જો એકસાથે મોટી સંખ્યામાં લોકો સ્મારકની મુલાકાતે આવશે તો પોલીસ અને વહીવટી તંત્રની સૂચના મુજબ તબક્કાવાર પ્રવેશ આપવામાં આવશે. આ વ્યવસ્થા ભીડ નિયંત્રણ અને સુરક્ષા માટે અમલમાં રહેશે.

ASI અને પોલીસની સૂચનાઓનું પાલન ફરજિયાત
જિલ્લા તંત્રે સ્પષ્ટ કર્યું છે, કે સ્મારકની મુલાકાત દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ પુરાતત્વ વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. ઉપરાંત ASI દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાઓ અને નિયમોનું પણ કડકપણે પાલન કરવું પડશે. સ્મારકને કોઈ પ્રકારનું નુકસાન ન પહોંચે તે માટે મુલાકાતીઓએ જવાબદારીપૂર્વક વર્તન કરવાની સૂચના આપવામાં આવી છે.

સ્મારકમાં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ
જાહેરનામા મુજબ સ્મારકની દીવાલોમાં ખીલ્લી મારવી, પોસ્ટર કે અન્ય વસ્તુઓ ચોંટાડવી, ઐતિહાસિક માળખામાંથી કોઈ વસ્તુ ઉખેડવી કે તોડવી, વિસ્ફોટક સામગ્રી લાવવી, મોટા અવાજે વાદ્યો વગાડવા અથવા સ્થળ પર જમવાનું બનાવવું સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. ‘પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો નિયમો-1959’ હેઠળ આવતી તમામ પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નિયમભંગ કરનાર સામે થશે કાયદેસર કાર્યવાહી
જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામામાં ચેતવણી આપી છે, કે નિયમોનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી ઉપરના અધિકારીઓને ફરિયાદ નોંધાવવાની સત્તા આપવામાં આવી છે. વહીવટી તંત્રનું માનવું છે, કે આ પગલાંથી સ્મારકની સુરક્ષા મજબૂત બનશે અને કોઈપણ પ્રકારના વિવાદ કે અનિચ્છનીય ઘટનાને અટકાવવામાં મદદ મળશે.

Tags:
HistoryIndiaBharuchCollectorGujaratGovernmentLatestUpdateIndia
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026