દેશ-વિદેશ

પહેલાં ધમકી અને હવે રોકડ વહેંચવાની યોજના… ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની સામ-દામ-દંડ-ભેદ જેવી રણનીતિ શું છે?

9 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
પહેલાં ધમકી અને હવે રોકડ વહેંચવાની યોજના… ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની સામ-દામ-દંડ-ભેદ જેવી રણનીતિ શું છે?

Trump Greenland strategy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઇચ્છા સતત વધતી જઈ રહી છે. શરૂઆતમાં તેમણે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી હતી, પરંતુ જ્યારે તે રીત સફળ થતી દેખાઈ નહીં, ત્યારે તેઓ હવે એક નવો પ્લાન લઈને આવ્યા છે. અહેવાલ મુજબ, ટ્રમ્પે ગ્રીનલેન્ડના લોકોને સીધી રોકડ રકમ આપવાની શક્યતા અંગે ચર્ચા કરી છે, જેથી તેમને ડેનમાર્કથી અલગ થવા માટે મનાવી શકાય.

ગ્રીનલેન્ડ, ડેનમાર્ક અને યુરોપના અનેક નેતાઓ નારાજ
ટ્રમ્પે પોતાના સહયોગીઓ અને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગ્રીનલેન્ડ અંગે આ બેઠક ત્યારે કરી હતી, જ્યારે તાજેતરમાં તેમણે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ હોવું જોઈએ, કારણ કે ડેનમાર્ક તેને યોગ્ય રીતે સંભાળી શકતું નથી. જોકે, ટ્રમ્પના આ નિવેદનથી ગ્રીનલેન્ડ, ડેનમાર્ક અને યુરોપના અનેક નેતાઓ નારાજ થઈ ગયા હતા. ટ્રમ્પના નિવેદન બાદ ઘણા યુરોપીય નેતાઓએ એક સંયુક્ત નિવેદન જાહેર કરી કહ્યું હતું કે, ગ્રીનલેન્ડ ત્યાંના લોકોનું છે અને ગ્રીનલેન્ડ તથા ડેનમાર્ક વિશે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર માત્ર અને માત્ર ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક પાસે જ છે.

ટ્રમ્પ શું કરવા જઈ રહ્યા છે?
અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓએ ગ્રીનલેન્ડના લોકોને એકંદર ચુકવણી આપવાની ચર્ચા કરી છે, જેથી તેઓ ડેનમાર્કથી અલગ થવા અને અમેરિકા સાથે વધુ નજીકના સંબંધો બનાવવા માટે તૈયાર થાય. આ મામલે જોડાયેલા બે સૂત્રોએ જણાવ્યું હતું કે, ચર્ચા દરમિયાન દરેક વ્યક્તિને 10 હજાર ડોલરથી લઈને 1 લાખ ડોલર સુધીની રોકડ આપવાની વાત થઈ હતી. જોકે, હજી સુધી કોઈ અંતિમ પ્રસ્તાવ તૈયાર થયો નથી. હાલમાં આ માત્ર શરૂઆતની ચર્ચા છે અને ચુકવણીની શરતો તથા રીતો હજી નક્કી કરવામાં આવી નથી. તેમ છતાં એવું માનવામાં આવે છે કે, ગ્રીનલેન્ડના અંદાજે 57,000 લોકો માટે સીધી રોકડ સહાયનો એક મજબૂત પ્રસ્તાવ વિચારાધીન છે.

ગ્રીનલેન્ડ પર અમેરિકાનો હક હોવો જોઈએ: ટ્રમ્પ
આ પહેલા ગુરુવારે આપેલા ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું હતું કે, હાલની સંધિઓ પર આધાર રાખવાને બદલે અમેરિકાએ ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ માલિકીનો અધિકાર મેળવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, તેમને આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર નથી અને આવા કાયદા તેમની શક્તિઓને મર્યાદિત કરી શકતા નથી. તેમણે કહ્યું કે, એક રાષ્ટ્રપતિ તરીકે તેમની શક્તિઓ પર માત્ર તેમની નૈતિકતા જ નિયંત્રણ મૂકી શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ માલિકી ઈચ્છે છે. લીઝ અથવા કોઈ પણ પ્રકારની સંધિ તેમના હેતુને પૂરું કરી શકશે નહીં. જોકે, અમેરિકા પાસે પહેલેથી જ 1951ની એક સૈન્ય સંધિ છે, જેના આધારે તેને ગ્રીનલેન્ડમાં સૈન્ય સુવિધાઓ સ્થાપિત કરવાનો વ્યાપક અધિકાર મળે છે, પરંતુ તેના માટે ગ્રીનલેન્ડની સંમતિ જરૂરી છે.

ગ્રીનલેન્ડે ટ્રમ્પનો પ્લાન નકારી કાઢ્યો
અમેરિકાની કેશ પેમેન્ટની યોજના ગ્રીનલેન્ડે ખુલ્લેઆમ નકારી દીધી છે. ગ્રીનલેન્ડના પ્રધાનમંત્રી જેન્સ-ફ્રેડરિક નીલસને કહ્યું કે, આ વિસ્તારનું ભવિષ્ય વિદેશમાંથી નક્કી કરી શકાય નહીં. ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજાની વાત ફરીથી કરવામાં આવતા નીલસને કહ્યું, "હવે બહુ થઈ ગયું, વિલય અંગે વધુ કલ્પનાઓ નહીં." આ પહેલા પણ ગ્રીનલેન્ડ પર અમેરિકી કબજાની યોજનાને લઈને યુરોપીય નેતાઓએ વાંધો ઉઠાવ્યો હતો. ડેનમાર્ક અને અમેરિકા બંને NATOના સભ્ય દેશો છે. યુરોપીય નેતાઓનું કહેવું હતું કે, જો આવું થાય તો NATOનો કોઈ અર્થ જ નહીં રહે.

ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ ટ્રમ્પને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
આ દરમિયાન ગુરુવારે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના પ્રતિનિધિઓએ વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેથી ટ્રમ્પને સમજાવી શકાય. અમેરિકામાં ડેનમાર્કના રાજદૂત જેસ્પર મોલર સોરેન્સન અને ગ્રીનલેન્ડના પ્રતિનિધિ જેકબ ઇસબોથસેનએ વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંને દેશોના પ્રતિનિધિઓએ આ સપ્તાહ દરમિયાન અનેક અમેરિકી સાંસદો સાથે પણ બેઠક કરી છે, જેથી ટ્રમ્પને પોતાની ધમકીઓમાંથી પાછા ફરવા માટે મનાવવામાં મદદ મળી શકે.

ગ્રીનલેન્ડમાં સૈન્ય હસ્તક્ષેપની સંભાવના?
આ વચ્ચે એવી માહિતી પણ સામે આવી છે કે વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી સપ્તાહે ડેનમાર્કના અધિકારીઓ સાથે મુલાકાત કરી શકે છે. વ્હાઇટ હાઉસે ગ્રીનલેન્ડમાં સૈન્ય હસ્તક્ષેપની સંભાવનાને પણ સંપૂર્ણપણે નકારી નથી. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું હતું કે, વાતચીત ચાલુ હોવા છતાં અમેરિકી રાષ્ટ્રપતિ માટે અમેરિકી સેના ઉપયોગ કરવાનો વિકલ્પ 'હંમેશા ખુલ્લો' છે.

Tags:
National Securityરાષ્ટ્રીય સુરક્ષાGlobal Politicsવૈશ્વિક રાજકારણBreaking News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026