દેશ-વિદેશ

પૃથ્વી પર મહાસંકટ! ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકાએ ગુમાવ્યો 11.3 લાખ કરોડ ટન બરફ, 60-90 લાખ લોકો પર પૂરનું જોખમ

17 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
પૃથ્વી પર મહાસંકટ! ગ્રીનલેન્ડ-એન્ટાર્કટિકાએ ગુમાવ્યો 11.3 લાખ કરોડ ટન બરફ, 60-90 લાખ લોકો પર પૂરનું જોખમ

Greenland Antarctica Ice Melt: વિજ્ઞાનીઓના નવા અભ્યાસમાં પૃથ્વીના ભવિષ્યને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. વર્ષ 1979થી 2023 દરમિયાન ગ્રીનલેન્ડ અને અન્ટાર્કટિકાની બરફની ચાદરોએ મળીને આશરે 12.5 ટ્રિલિયન ટન એટલે કે 12 લાખ કરોડ ટનથી વધુ બરફ ગુમાવ્યો છે. 'સાઇન્ટિફિક ડેટા જર્નલ'માં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર, બરફના આટલા મોટા પ્રમાણમાં નુકસાનને કારણે વૈશ્વિક સમુદ્ર સપાટીમાં 3.1 સેન્ટિમીટરનો વધારો થયો છે. આ અભ્યાસ માટે 27 સેટેલાઇટ મિશનમાંથી મળેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે અગાઉની સરખામણીએ વધુ સચોટ માહિતી મળી છે.

ગ્લેશિયર પીગળવાનું મુખ્ય કારણ શું?
અભ્યાસમાં સામે આવેલી સૌથી મહત્વની બાબત એ છે કે બરફના નુકસાન પાછળ મુખ્ય ભૂમિકા સપાટી પરની ગરમ હવાની નહીં, પરંતુ ગરમ દરિયાઈ પાણીની છે. સંશોધન મુજબ, લગભગ 84 ટકા બરફનું નુકસાન નીચે અને કિનારાના વિસ્તારોમાં ગરમ સમુદ્રી પાણીના સંપર્કથી થયું છે. આ કારણે ગ્લેશિયરો ઝડપથી વહીને સમુદ્રમાં ભળી રહ્યા છે, જેને ડાયનેમિક ઇમ્બેલેન્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે માત્ર 16 ટકા બરફનું નુકસાન સપાટી પરના પીગળવાથી થયું છે.

ગ્રીનલેન્ડમાંથી સૌથી વધુ બરફનું નુકસાન
અભ્યાસમાં જણાવ્યા અનુસાર, કદમાં અન્ટાર્કટિકા કરતાં નાનું હોવા છતાં ગ્રીનલેન્ડમાંથી કુલ બરફના નુકસાનનો લગભગ 60 ટકા હિસ્સો નોંધાયો છે. બીજી તરફ, અન્ટાર્કટિકામાંથી આશરે 40 ટકા બરફનું નુકસાન થયું છે. બરફની ચાદરો ઝડપથી ઘટી રહી હોવાથી ભવિષ્યમાં સમુદ્ર સપાટીમાં વધારો થવાની ચિંતા પણ વધી રહી છે.

કિનારાના વિસ્તારો માટે ચેતવણી
વિજ્ઞાનીઓના મતે સમુદ્ર સપાટીમાં થતો વધારો તટીય અને નીચાણવાળા વિસ્તારો માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. સમુદ્ર સપાટીમાં દરેક 1 સેન્ટિમીટરનો વધારો લાખો લોકોને વાર્ષિક ધોરણે પૂર જેવી આપત્તિના જોખમમાં મૂકી શકે છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આગામી વર્ષોમાં પણ બરફના નુકસાનની પ્રક્રિયા ચાલુ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં તટીય શહેરો અને નીચાણવાળા વિસ્તારોને સુરક્ષિત રાખવા માટે વૈશ્વિક સ્તરે અસરકારક પગલાં લેવાની જરૂરિયાત વધુ વધી રહી છે.

Tags:
greenlandપૂરનુંજોખમsealevelriseclimatechangeગ્લોબલવોર્મિંગ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026