દેશ-વિદેશ

જાપાની F-2 ફાઈટર જેટ્સ પ્રથમવાર ભારતમાં આવશે, સુખોઈ સાથે જોધપુરમાં કરશે યુદ્ધાભ્યાસ

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
જાપાની F-2 ફાઈટર જેટ્સ પ્રથમવાર ભારતમાં આવશે, સુખોઈ સાથે જોધપુરમાં કરશે યુદ્ધાભ્યાસ

Japanese fighter jets: જાપાનના F-2 ફાઈટર જેટ્સ પ્રથમવાર ભારતીય ધરતી પર આવી રહ્યા છે. જાપાન એર સેલ્ફ-ડિફેન્સ ફોર્સના આ લડાયક વિમાનો ભારતીય વાયુસેનાના સુખોઈ Su-30MKI સાથે જોધપુરમાં સંયુક્ત હવાઈ અભ્યાસ કરશે. 'વીર ગાર્ડિયન 2026' નામનો આ અભ્યાસ ભારત અને જાપાન વચ્ચેના સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. બંને દેશો એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા આક્રમક વલણ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધારી રહ્યા છે.

સુઇકી એરબેઝથી ઓકિનાવા અને થાઈલેન્ડ થઈને જોધપુર પહોંચશે
જાપાનની સત્તાવાર જાહેરાત અનુસાર, JASDF ત્રણ F-2 ફાઈટર જેટ્સ અને 110 સૈનિકોની ટુકડી ભારત મોકલી રહી છે. આ વિમાનો જાપાનના ફુકુઓકા સ્થિત સુઇકી એરબેઝથી ઓકિનાવા અને થાઈલેન્ડ થઈને જોધપુર પહોંચશે. લાંબી મુસાફરી દરમિયાન અમેરિકી વાયુસેનાના એરિયલ રિફ્યુઅલર દ્વારા વિમાનોમાં હવામાં જ ઈંધણ ભરવામાં આવશે. 'વીર ગાર્ડિયન 2026' અભ્યાસ 9 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 સુધી જોધપુર એરફોર્સ સ્ટેશન ખાતે યોજાશે.

પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવાની તક
JASDFના ચીફ ઓફ સ્ટાફ તાકેહિરો મોરીતાના જણાવ્યા મુજબ, આ અભ્યાસ બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે વ્યૂહાત્મક કૌશલ્ય, પરસ્પર સમજણ અને વિશ્વાસ વધારવાની તક આપશે. સંયુક્ત અભ્યાસ દરમિયાન બંને દેશોના ફાઈટર જેટ્સ સાથે મળીને વિવિધ હવાઈ કામગીરીનો અભ્યાસ કરશે. આ પહેલા પણ ભારત અને જાપાન વચ્ચે હવાઈ સહયોગના અભ્યાસ યોજાયા છે, પરંતુ જાપાની F-2 ફાઈટર જેટ્સનું ભારતમાં આવવું ખાસ મહત્વ ધરાવે છે.

જાપાનીઝ એવિઓનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો
જાપાનનું F-2, જેને 'વાઈપર ઝીરો' તરીકે પણ ઓળખવામાં આવે છે, અમેરિકાના F-16 પરથી વિકસાવવામાં આવેલું મલ્ટીરોલ ફાઈટર જેટ છે. તેમાં એડવાન્સ્ડ AESA રડાર, કમ્પોઝિટ વિંગ્સ અને આધુનિક જાપાનીઝ એવિઓનિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જાપાને આ વિમાનને ખાસ કરીને એન્ટી-શિપ ઓપરેશન્સ માટે વિકસાવ્યું છે, જેથી સમુદ્રી ક્ષેત્રમાં ઉત્તર કોરિયા અને ચીન તરફથી ઊભા થતા પડકારોનો સામનો કરી શકાય.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનભારતની સુરક્ષાડિફેન્સ અપડેટ્સએર શો
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026