દેશ-વિદેશ

MPના રીવામાં પવન એક્સપ્રેસ બસ અને બલ્કર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 12 લોકોના મોત

2 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
MPના રીવામાં પવન એક્સપ્રેસ બસ અને બલ્કર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 12 લોકોના મોત

Fatal in rewa Madhya Pradesh: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં નેશનલ હાઈવે-39 પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બદબાર સ્ટેન્ડ નજીક રીવા તરફથી આવી રહેલી પવન ટ્રાવેલ્સની મુસાફરોથી ભરેલી બસ અને સામેથી આવી રહેલા બલ્કર ટ્રક વચ્ચે જોરદાર સામસામે ટક્કર થઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં આશરે 12 લોકોના મોતની આશંકા છે, જોકે હજુ સુધી સત્તાવાર રીતે આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી
ટક્કર એટલી ભીષણ હતી કે બસનું માળખું સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું અને અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં આવેલા ઊંડા પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ ગુઢ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતમાં આશરે 20 મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને એમ્બ્યુલન્સ અને અન્ય વાહનો મારફતે રીવાની સંજય ગાંધી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા
અકસમાત બાદ બસમાં અનેક મુસાફરો ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. બસના કુરચેકુરચા થઈ જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ટીમે ક્રેનની મદદ લીધી હતી. ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક ગ્રામજનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી
દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુઢ પોલીસ મથકનો કાફલો તથા વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે તહેનાત છે. પોલીસ અને બચાવ દળ દ્વારા બસમાંથી મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે મૃત્યુઆંક અંગે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે.

Tags:
ગુજરાત વંદનGujarat Vandanટ્રેન્ડિંગદેશ-વિદેશUrgent News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026