દેશ-વિદેશ

બિલ ગેટ્સ, સે** સ્કેન્ડલ અને એન્ટિબાયોટિક્સ: એપસ્ટિનના ઈમેલનો ખળભળાટ

31 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
બિલ ગેટ્સ, સે** સ્કેન્ડલ અને એન્ટિબાયોટિક્સ: એપસ્ટિનના ઈમેલનો ખળભળાટ

Epstein files Bill Gates: અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન કેસ સાથે સંકળાયેલી અનેક નવી ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે, જેને કારણે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા શરૂ થઈ છે. આ દસ્તાવેજોમાં અનેક જાણીતી હસ્તીઓના નામોનો ઉલ્લેખ થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ફાઈલ્સમાં માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અંગે પણ એક ગંભીર અને સંવેદનશીલ દાવો કરવામાં આવ્યો છે, જેને લઈ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે.

બિલ ગેટ્સે એન્ટિબાયોટિક દવાઓ માગી હતી
જાહેર થયેલી ફાઈલ્સ અનુસાર, જેફ્રી એપસ્ટિન દ્વારા વર્ષ 2013માં લખાયેલા એક ઈમેલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બિલ ગેટ્સે રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એપસ્ટિનના દાવા મુજબ, આ સંબંધોના કારણે બિલ ગેટ્સને એક ગુપ્ત રોગ (STD) થયો હતો. ઈમેલમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ રોગની સારવાર માટે બિલ ગેટ્સે એન્ટિબાયોટિક દવાઓ માગી હતી, જેથી તે દવાઓ પોતાની પત્નીને ગુપ્ત રીતે આપી શકાય. અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ નવી ફાઈલ્સનો કુલ કદ આશરે 30 લાખ પાનાં જેટલો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ દસ્તાવેજોમાં લગભગ 1 લાખ 80 હજાર તસવીરો અને અંદાજે 2 હજાર જેટલા વીડિયો ક્લિપ્સનો પણ સમાવેશ થાય છે. આટલા મોટા પ્રમાણમાં દસ્તાવેજો જાહેર થતાં એપસ્ટિન કેસના અનેક અજાણ્યા પાસાં ફરી ચર્ચામાં આવ્યા છે.

2021માં બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો
નોંધનીય છે કે બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સે વર્ષ 1994માં લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી દંપતી તરીકે સાથે રહ્યા બાદ, વર્ષ 2021માં બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. છૂટાછેડાની જાહેરાત બાદ મેલિન્ડા ગેટ્સે એક ઈન્ટરવ્યૂમાં સંકેત આપ્યો હતો કે બિલ ગેટ્સના અંગત સંબંધો અને જેફ્રી એપસ્ટિન સાથેના સંપર્કો પણ આ નિર્ણય પાછળના કારણોમાં સામેલ હતા. જોકે, મેલિન્ડાએ આ મુદ્દે કોઈ વિસ્તૃત વિગતો જાહેર કરી નહોતી. આ ફાઈલ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે એપસ્ટિનના ઈમેલ્સ અને સંદેશાઓ અંગે વાત બહાર આવી, ત્યારે બિલ ગેટ્સે એપસ્ટિનને તમામ મેસેજ ડિલીટ કરવા માટે કહ્યું હતું. જોકે, આ તમામ દાવાઓની સ્વતંત્ર રીતે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

એપસ્ટિન ગેટ્સ સાથેના સંબંધોથી નિરાશ હતો
બીજી તરફ, આ આરોપો સામે બિલ ગેટ્સના પ્રવક્તાએ કડક પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન પ્રવક્તાએ જણાવ્યું હતું કે એપસ્ટિન સંબંધિત આ તમામ આરોપો સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જેફ્રી એપસ્ટિન અને બિલ ગેટ્સ વચ્ચે કોઈ પણ પ્રકારનો સ્થાયી અથવા નજીકનો સંબંધ નહોતો. પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એપસ્ટિન ગેટ્સ સાથેના સંબંધોથી નિરાશ હતો અને તેમને ફસાવવા તથા બદનામ કરવા માટે તે કોઈ પણ હદે જઈ શકે તેમ હતો. હાલમાં આ ફાઈલ્સમાં કરાયેલા દાવાઓને લઈ તપાસ અને ચર્ચા બંને ચાલુ છે, પરંતુ જ્યાં સુધી સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી આ આરોપોને માત્ર દાવા તરીકે જ જોવામાં આવી રહ્યા છે.

Tags:
Sensational Newsસનસનાટીભર્યા સમાચારAntibiotics Controversyએન્ટિબાયોટિક્સ વિવાદEpstein Emails
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026