દેશ-વિદેશ

યુદ્ધ રોકવા ટેરિફનો ઉપયોગ કર્યો, ટ્રંપનો દાવો, ‘તો હું 350% ટેરિફ લગાવી દઈશ...'

20 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
યુદ્ધ રોકવા ટેરિફનો ઉપયોગ કર્યો, ટ્રંપનો દાવો, ‘તો હું 350% ટેરિફ લગાવી દઈશ...'

Donald Trump India Pakistan Conflict: ડોનાલ્ડ ટ્રંપ ફરી એક વાર પોતાનો દાવો પુનરાવર્તિત કરી રહ્યા છે.ટ્રંપે કહ્યું કે, "ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સંઘર્ષ શરૂ થયો હતો તે યુદ્ધમાં પરિણમ્યો હતો,પરંતુ તેમણે બંને દેશોને ભારે ટેરિફ લગાવવાની ધમકી આપીને શાંત કર્યા હતા.અમેરિકાના રાષ્ટ્રપતિએ એક નિવેદનમાં એ પણ જણાવ્યું કે, તેમણે ભારત-પાકિસ્તાનને 350% સુધીનો ઊંચો ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી.

ટ્રમ્પે શું કહ્યું?
એક નવો દિવસ, એક નવું ગ્લોબલ પ્લેટફોર્મ અને ભારત–પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો એક નવો દાવો.ટ્રંપે ફરીથી કહ્યું કે, "તેમણે 350% ટેરિફની ધમકી આપીને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ શાંત કરાવ્યો હતો. સાથે જ તેમણે આ દાવો પણ પુનરાવર્તિત કર્યો કે, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, "ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા જઈ રહ્યું નથી." ડોનાલ્ડ ટ્રંપ અગાઉ પણ અનેકવાર આ વાત કહી ચૂક્યા છે,પરંતુ ભારત તરફથી સતત કહેવામાં આવ્યું છે કે આ યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ન હતો.

'350% ટેરિફની ધમકી કામ લાગી'
રિપોર્ટ મુજબ, યુએસ–સાઉદી ઈન્વેસ્ટમેન્ટ ફોરમમાં ભાષણ આપતા ડોનાલ્ડ ટ્રંપે જણાવ્યું હતું કે, તેમણે ભારત અને પાકિસ્તાનને કહ્યું હતું કે, બંને ન્યુક્લિયર હથિયાર ધરાવતા દેશો પરસ્પર લડી શકે છે,પરંતુ એમ કરે તો બંને પર હું 350%નો ટેરિફ લગાવી દઈશ. આ કાર્યક્રમમાં સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પણ હાજર હતા.

મેં ટેરિફ દ્વારા યુદ્ધ રોકાવ્યુ: ટ્રંપ
ટ્રંપે આગળ કહ્યું કે, કોઈ દેશનો રાષ્ટ્રપતિ આમ નથી કરતો,પરંતુ મેં અનેક યુદ્ધોને શાંત કરવા માટે ટેરિફને એક હથિયાર તરીકે વાપર્યું છે.તેમણે ફરી દાવો કર્યો કે વિશ્વના 8 યુદ્ધોમાંથી 5 યુદ્ધ માત્ર ટેરિફના કારણે જ અટકાવાયા છે. ટ્રંપે કહ્યું,"મેં તેમને કહ્યું હતું કે હું નહીં ઇચ્છું કે તમે એકબીજા પર પરમાણુ હથિયાર ચલાવો,લાખો લોકોને મારી નાખો અને લોસ એન્જેલિસ પર પરમાણુ ધૂળ ફેલાતી રહે."

60 વાર દાવો,દર વખતે ટેરિફ રેટ અલગ
ડોનાલ્ડ ટ્રંપ ભારત–પાકિસ્તાનનું યુદ્ધ રોકવાનો આ દાવો 10મેના સીઝફાયરના દિવસથી અત્યાર સુધી 60થી વધારે વખત કરી ચૂક્યા છે.રસપ્રદ વાત એ છે કે ટ્રંપ દર વખતે આ જ વાત કરે છે,પરંતુ ટેરિફનો દર 200%થી વધીને હવે 350% સુધી પહોંચી ગયો છે. આ વખતે એક નવી વાત તેમની તરફથી એ પણ કહી કે ઇન્ડો–પાક સીઝફાયર થયાના છેલ્લાં કલાકોમાં શું બન્યું તે અંગેની વિગતો આપી.

'સૌપ્રથમ શહબાજનો ફોન આવ્યો…'
ફોરમમાં બોલતા ટ્રંપે કહ્યું કે, તેઓ બંને દેશો પર 350% ટેરિફ લગાવવા સંપૂર્ણ તૈયાર હતા.આ સમયે તેમને સૌપ્રથમ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાજ શરીફનો ફોન આવ્યો હતો,જેમણે લાખો લોકોનો જીવ બચાવવા બદલ તેમનો આભાર માન્યો હતો. PM મોદી અંગે ટ્રંપે કહ્યું કે, જ્યારે મેં પૂછ્યું,"તમારું કામ થઈ ગયું?"ત્યારે મોદીએ જવાબ આપ્યો હતો કે, "અમે યુદ્ધ કરવા જઈ રહ્યા નથી."

ત્રીજા દેશની કોઈ ભૂમિકા હતી નહીં: ભારત
જોકે,ભારતે સીઝફાયર પછી હંમેશા આ વાતને નકારી છે કે આમાં કોઈ ત્રીજા દેશની કોઈ ભૂમિકા હતી નહીં.પેહલગામ હુમલામાં 26 લોકોના મોત પછી,ભારતે 7 મેના રોજ ઑપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનની અંદરના 9 આતંકી કેમ્પોને નિશાન બનાવીને નષ્ટ કર્યા હતા.

Tags:
gujarati newsnewsinternational relationsconflictwar
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026