દેશ-વિદેશ

Nvidiaના પૂર્વ CEOને જાસૂસ ગણાવવાના વિવાદમાં ટ્રમ્પની એન્ટ્રી, કહ્યું- સુંદર ચીની મહિલા હોય તો પણ શંકા કરે છે લોકો

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
Nvidiaના પૂર્વ CEOને જાસૂસ ગણાવવાના વિવાદમાં ટ્રમ્પની એન્ટ્રી, કહ્યું- સુંદર ચીની મહિલા હોય તો પણ શંકા કરે છે લોકો

Donald Trump Defends Jensen Huang: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લગ્નેતર સંબંધોના વિવાદમાં ઘેરાયેલા ચિપ નિર્માતા Nvidiaના પૂર્વ CEO જેન્સન હુઆંગનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હુઆંગ ફરીથી કંપનીના પ્રમુખ તરીકે વાપસી કરે તો તેમને કોઈ વાંધો નથી. ટ્રમ્પના મતે, હુઆંગે સમગ્ર વિવાદમાંથી યોગ્ય બોધપાઠ લઈ લીધો છે. આ સાથે ટ્રમ્પે ચીની જાસૂસીના આરોપો અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે ચીનની કોઈ સુંદર મહિલાને સરળતાથી જાસૂસ ગણાવી દેવામાં આવે છે.

ચીની જાસૂસીના આરોપો પર ટ્રમ્પે ઉઠાવ્યા સવાલ
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં સિંગાપોર સ્થિત ક્લાઉડ સર્વિસિસ કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલની પૂર્વ એક્ઝિક્યુટિવ એલિસ હુઆંગ છે. તેમના પર ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ મામલે ટ્રમ્પે એલિસ હુઆંગ સામેના આરોપો પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે ચીનથી આવતી કોઈ સુંદર મહિલા હોય તો તેને જાસૂસ કહી દેવામાં આવે છે. એલિસ જાસૂસીમાં સામેલ હતી એવું માનવા માટે કોઈ નક્કર કારણ નથી. ચીની ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ સાથે તેના જોડાણના કોઈ પુરાવા અંગે પણ યોગ્ય જાણકારી નથી.

33 વર્ષ સુધી Nvidiaનું નેતૃત્વ કર્યા બાદ આપ્યું રાજીનામું
જેન્સન હુઆંગે લગભગ 33 વર્ષ સુધી Nvidiaનું નેતૃત્વ કર્યા બાદ 12 નવેમ્બરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. અંગત સંબંધો અને જાસૂસીની આશંકા અંગેના અહેવાલો સામે આવ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું. તેમના રાજીનામા બાદ કંપનીના CFO કોલેટ ક્રેસને વચગાળાના CEO તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, રાજીનામાના થોડા જ દિવસોમાં હુઆંગ ફરીથી કંપનીની કમાન સંભાળી શકે છે તેવી ચર્ચાઓ તેજ બની છે.

સિલિકોન વેલીના દિગ્ગજો પણ હુઆંગની વાપસીના સમર્થનમાં
અહેવાલો અનુસાર, સિલિકોન વેલીના અનેક મોટા ટેકનોલોજી દિગ્ગજો જેન્સન હુઆંગને ફરીથી Nvidiaના CEO બનાવવા માટે કંપનીના બોર્ડ પર દબાણ લાવી રહ્યા છે. આ પ્રયાસોને સફળ બનાવવા માટે વ્હાઇટ હાઉસનું સમર્થન મેળવવાની દિશામાં પણ પ્રયાસો થઈ રહ્યા છે. હવે ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુઆંગની વાપસી સામે વાંધો ન હોવાનું જણાવી હકારાત્મક સંકેત આપ્યો છે. તેમના નિવેદન બાદ Nvidiaમાં હુઆંગની ફરીથી વાપસીની અટકળોને વધુ વેગ મળ્યો છે.

Tags:
GujaratVandanNvidia CEO ReturnAlice Huang Spy AllegationsNvidia Former CEOJensen Huang
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026