દેશ-વિદેશ

'આ લોકો ડરપોક છે': મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે NATOને લીધું આડે હાથ

20 માર્ચ, 2026•
GVGujaratvandan team
'આ લોકો ડરપોક છે': મધ્ય-પૂર્વના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે NATOને લીધું આડે હાથ

Donald Trump anger on NATO countries: મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર NATO દેશો પર આક્રમક નિવેદન આપ્યું છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને ઊભા થયેલા સંકટ અને વધતી ઈંધણ કિંમતો મુદ્દે ટ્રમ્પે નાટો સાથીઓને ખુલ્લેઆમ આડે હાથ લીધા છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર પોસ્ટ કરીને કહ્યું કે, “અમેરિકા વિના નાટો માત્ર ‘કાગળનો વાઘ’ છે.” તેમણે આક્ષેપ કર્યો કે નાટોના દેશો પરમાણુ શક્તિવાળા Iran સામેની લડાઈમાં જોડાવા તૈયાર નહોતા, પરંતુ હવે તેલના વધતા ભાવોને લઈને ફરિયાદ કરી રહ્યા છે.

'આ લોકો ડરપોક છે અને અમે આ યાદ રાખીશું.'
ટ્રમ્પના નિવેદન મુજબ, અમેરિકાએ સૈન્ય રીતે પરિસ્થિતિ કાબૂમાં લીધી બાદ નાટો દેશો માટે જોખમ ઘટી ગયું છે, છતાં તેઓ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ખુલ્લું રાખવામાં સહયોગ આપવા તૈયાર નથી. તેમણે આને 'સરળ સૈન્ય દાવપેચ' ગણાવી નાટો દેશોને નિશાન બનાવ્યા અને કહ્યું કે ઊંચા ઓઇલ ભાવ માટે આ જ મુખ્ય કારણ છે. ટ્રમ્પે વધુમાં કડક શબ્દોમાં કહ્યું કે નાટો દેશો માટે આ કામ કરવું સરળ છે અને તેમાં મોટું જોખમ પણ નથી, છતાં તેઓ આગળ નથી આવી રહ્યા. તેમના શબ્દોમાં, 'આ લોકો ડરપોક છે અને અમે આ યાદ રાખીશું.'

વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી
ઉલ્લેખનીય છે કે NATOની સ્થાપના 1949માં સામૂહિક સુરક્ષા માટે કરવામાં આવી હતી, જેમાં અમેરિકા, કેનેડા અને યુરોપના અનેક દેશો સામેલ છે. ગઠબંધનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે એક સભ્ય પર હુમલો થાય તો તેને તમામ સભ્યો પર હુમલો માનવામાં આવે છે. હાલમાં મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ, ખાસ કરીને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ જેવા વ્યૂહાત્મક માર્ગને લઈને વધતી અનિશ્ચિતતાના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં ટ્રમ્પનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી ચર્ચાઓ ઊભી કરે તેવી શક્યતા છે.

Tags:
NATO FundingNATO ફંડિંગTruth Socialટ્રુથ સોશિયલGujarati News
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026