દેશ-વિદેશ

સંસદના વિશેષ સત્ર પહેલા INDIA ગઠબંધનમાં ભંગાણ? DMK નું સીમાંકન બિલને સમર્થન

28 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
સંસદના વિશેષ સત્ર પહેલા INDIA ગઠબંધનમાં ભંગાણ? DMK નું સીમાંકન બિલને સમર્થન

M.K Stalin Supports Delimitation Bill: સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે તે પહેલા જ વિપક્ષી ગઠબંધન INDIA માં મતભેદો સામે આવતા દેખાઈ રહ્યા છે. એક તરફ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને સીમાંકન (Delimitation) બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ શરદ પવારની પાર્ટી NCP (SP) એ આ મુદ્દે બોલાવવામાં આવેલી INDIA ગઠબંધનની મહત્ત્વપૂર્ણ બેઠકથી દૂરી બનાવી લીધી છે.

નિષ્પક્ષ સીમાંકનની માંગો સ્વીકારાતા DMK નું સમર્થન
એમ.કે. સ્ટાલિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને સીમાંકન બિલને સમર્થન આપવાનું એલાન કર્યું છે. તેમણે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં DMK એ સીમાંકનનો વિરોધ કરતા બે મુખ્ય માંગો મૂકી હતી. હવે જ્યારે આ બંને માંગોને નવા બિલમાં લેખિત સ્વરૂપે સામેલ કરી લેવામાં આવી છે, ત્યારે પાર્ટીએ તેને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.

1971 ની વસ્તીના આધારે 50% બેઠકો વધશે
સ્ટાલિને જણાવ્યું કે, આ બિલમાં 1971 ની વસ્તી ગણતરીના આધારે તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં 50% વધારો કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

દક્ષિણ ભારતના રાજ્યોની જીત
સ્ટાલિને આ નિર્ણયને DMK ના 2024 ના સંઘર્ષની તેમજ તમિલનાડુ સહિત તમામ દક્ષિણ ભારતીય રાજ્યોની જીત ગણાવી છે. આ મુદ્દે ભાવુક થવાને બદલે શાંતિથી વિચારવું જોઈએ કે જો આ બિલ હાથમાંથી નીકળી ગયું તો તેના શું પરિણામો આવી શકે છે. સાંસદોની બેઠકમાં તમામ પાસાં પર વિચાર કર્યા બાદ વર્તમાન સ્વરૂપને વ્યવહારુ અને તમિલનાડુના હિતમાં ગણાવી સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે.

INDIA ગઠબંધનની બેઠકમાં NCP (SP) ગેરહાજર
રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે NCP (SP) પણ સીમાંકન બિલને સમર્થન આપી શકે છે. આ ઘટનાક્રમ વચ્ચે શનિવારે સીમાંકનના મુદ્દે ચર્ચા કરવા માટે INDIA ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ NCP (SP) આ બેઠકમાં સામેલ થઈ ન હતી.

શરદ પવાર જશે દિલ્હી
ઉલ્લેખનીય છે કે, સુપ્રિયા સૂલેએ શુક્રવારે શરદ પવારની તબિયતને ટાંકીને કહ્યું હતું કે, તેઓ સોમવારે દિલ્હી જશે. જોકે, પાર્ટીના અન્ય નેતાઓ બેઠકમાં હાજરી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શનિવારની બેઠકમાં NCP (SP) નો કોઈપણ નેતા સામેલ થયો નહતો , જેના કારણે ગઠબંધનની એકતા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

Tags:
national politics news Gujarati todayParliament special session delimitation news Gujarati todayNCP SP skips INDIA alliance meeting Supriya Sule Sharad PawarDMK MK Stalin announces support for delimitation bill 1971 census 50 percent Lok Sabha seats increase#GujaratiNews
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026