દેશ-વિદેશ

દિલ્હીની હૃદયવિદારી ઘટના: કાલકાજીમાં એક જ પરિવારના 3 સભ્યોએ ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કર્યો

13 ડિસેમ્બર, 2025•
GVGujaratvandan team
દિલ્હીની હૃદયવિદારી ઘટના: કાલકાજીમાં એક જ પરિવારના 3 સભ્યોએ ગળે ફાંસો ખાઈ સામૂહિક આપઘાત કર્યો

Delhi tragedy: દિલ્હીના કાલકાજી વિસ્તારમાં શુક્રવારે એક અત્યંત હૃદયવિદારી ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. 52 વર્ષીય અનુરાધા કપૂર અને તેમના બે પુત્રો આશિષ કપૂર (32) તથા ચૈતન્ય કપૂર (27)ના મૃતદેહ તેમના ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા.

ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને દરવાજો ખોલ્યો
અહેવાલો મુજબ, આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કોર્ટના આદેશ અનુસાર ઘરનો કબજો લેવા માટે એક અધિકૃત ટીમ ત્યાં પહોંચી હતી. ટીમે વારંવાર દરવાજો ખખડાવ્યા બાદ કોઈ પ્રતિસાદ ન મળતાં ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરીને દરવાજો ખોલ્યો હતો. અંદર પ્રવેશ કરતા જ ત્રણેયના મૃતદેહ અલગ અલગ જગ્યાએ લટકતા જોવા મળ્યા, જેને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો
પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ કબજે કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, નોટમાં પરિવાર લાંબા સમયથી માનસિક તણાવ અને ગંભીર ડિપ્રેશનથી પીડિત હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આ આપઘાત પૂર્વ આયોજન સાથે કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, પરિવાર લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તેઓ રહેતા હતા તે ઘર અંગે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો અને કોર્ટના આદેશ અનુસાર જ કબજો લેવા ટીમ પહોંચી હતી. આ પરિસ્થિતિએ પરિવાર પર માનસિક દબાણ વધાર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાંડા કાપીને આપઘાત કરવાનો પ્રયાસ
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, પરિવાર બહુ ઓછું બહાર આવતો હતો અને પડોશીઓ સાથે ખાસ સંપર્કમાં રહેતો નહોતો. પાડોશીઓના કહેવા મુજબ, થોડા સમય પહેલા પરિવારના સભ્યોએ કાંડા કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર સારવાર મળતા તેઓ બચી ગયા હતા. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. સુસાઇડ નોટ અને પરિવારના ભૂતકાળના પરિસ્થિતિઓના આધારે સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને અચંબાનો માહોલ સર્જ્યો છે.

Tags:
Suicideઆત્મહત્યાGujarat NewsNational Newsનેશનલ ન્યૂઝ
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026