દેશ-વિદેશ

દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોને લઈ જતી સ્વિસ એર ફ્લાઇટના એન્જિનમાં લાગી આગ, 6 લોકો ઘાયલ

26 એપ્રિલ, 2026•
GVGujaratvandan team
દિલ્હી એરપોર્ટ પર 232 મુસાફરોને લઈ જતી સ્વિસ એર ફ્લાઇટના એન્જિનમાં લાગી આગ, 6 લોકો ઘાયલ

Swiss Air flight engine fire Delhi airport: દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર એક અકસ્માત સર્જાયો હતો. સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટ નંબર LX147 જ્યારે દિલ્હીથી ઝ્યુરિખ જવા માટે ટેકઓફ કરવા જઈ રહી હતી, ત્યારે ટેકઓફ દરમિયાન વિમાનના એન્જિન નંબર 1માં ટેકનિકલ ખામી આવી અને તેમાં આગ લાગી ગઈ હતી.

દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર અકસ્માત
સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટ નંબર LX147 જ્યારે દિલ્હીથી ઝ્યુરિખ જવા માટે ટેકઓફ કરવા જઈ રહી હતી, ત્યારે ટેકઓફ દરમિયાન વિમાનના એન્જિન નંબર 1 માં ટેકનિકલ ખામી આવી અને તેમાં આગ લાગી ગઈ હતી.પાઇલોટે તરત જ ટેકઓફ રદ કર્યો અને વિમાનને રનવે પર જ રોકી દીધું હતું. વિમાનમાં સવાર 232 મુસાફરોને ઇમરજન્સી સ્લાઇડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. સ્લાઇડથી ઉતરતી વખતે 6 મુસાફરો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રનવે નંબર 28 બંધ કરી દેવામાં આવ્યો છે અને સ્વિસ એરલાઇન્સે મુસાફરો માટે હોટેલ અને અન્ય ફ્લાઇટની વ્યવસ્થા કરવા માટે ટાસ્ક ફોર્સ નિયુક્ત કરી છે.

ચાર બાળકો પણ ઘાયલ
દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સ્વિસ વિમાનનું એન્જિન ફેલ થયું હતું. સ્વિસ એરલાઇન્સની LX-147 ફ્લાઇટ ગઈ રાત્રે 1:08 વાગ્યે ટેકઓફ કરવાની હતી. ત્યારે જ તેનું એક એન્જિન બંધ પડી ગયું અને તેમાં આગ લાગી ગઈ. ત્યારબાદ પાઇલોટે તરત જ વિમાન રોકી દીધું હતું. ઉતાવળમાં તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ઘટનામાં 6 મુસાફરો ઘાયલ થયા છે, જેમાં ચાર બાળકો પણ સામેલ છે.

લેન્ડિંગ ગિયર પાસે ધુમાડો દેખાયો
એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું કે,"અમને દિલ્હી ખાતે અમારી ફ્લાઇટ સાથે બનેલી ઘટનાની માહિતી મળી છે. જેમાં ખામી આવી તે વિમાન એરબસ A-330 છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગ્યા પછીની છે. જ્યારે વિમાન ટેકઓફ માટે રનવે પર આવ્યું, ત્યારે વિમાનની ડાબી બાજુના લેન્ડિંગ ગિયર પાસેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તરત જ ફ્લાઇટને રોકી દેવામાં આવી. એરલાઇને જણાવ્યું કે, અમારી સ્થાનિક ટીમો સ્થળ પર હાજર છે અને મુસાફરોની સંભાળ લઈ રહી છે. અમે સ્થાનિક સત્તાધિકારીઓ સાથે મળીને આ મામલે કામ કરી રહ્યા છીએ. આ ઘટનાના સાચા કારણો સમજવા માટે અમારી ટીમ જલ્દી જ દિલ્હી પહોંચશે."

10 દિવસમાં બીજી ઘટના
દિલ્હીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર છેલ્લા 10 દિવસમાં આ બીજી મોટી વિમાન સંબંધિત ઘટના છે. 16 એપ્રિલે સ્પાઇસજેટ અને અકાસા એરનાં વિમાનો એકબીજા સાથે અથડાયા હતા. અકાસાનું વિમાન હૈદરાબાદ જવા માટે તૈયાર ઊભું હતું. તે દરમિયાન લેહથી આવેલું સ્પાઇસજેટનું વિમાન તેની સાથે અથડાયું. આ અકસ્માતમાં સ્પાઇસજેટના રાઇટ વિંગનો ભાગ અકાસાના લેફ્ટ વિંગમાં ઘૂસી ગયો હતો. ઘટના પછી એરપોર્ટ સ્ટાફે બંને વિમાનોમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લીધા હતા. આ ઘટનામાં કોઈ મુસાફરને ઇજા પહોંચી ન હતી.

Tags:
Engine FireLX147 fireInternational FlightIndia NewsFlight Emergency
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026