દેશ-વિદેશ

શેખ હસીનાની વાપસીની અટકળો વચ્ચે બાંગ્લાદેશમાં તણાવ, ઢાકા એરપોર્ટ પાસે ફૂટ્યા બે દેશી બોમ્બ

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
શેખ હસીનાની વાપસીની અટકળો વચ્ચે બાંગ્લાદેશમાં તણાવ, ઢાકા એરપોર્ટ પાસે ફૂટ્યા બે દેશી બોમ્બ

Dhaka airport crude bomb blast: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના આવતા મહિને સંભવિત બાંગ્લાદેશ પરત ફરી શકે છે. તેમની આ વાપસીને લઈને બાંગ્લાદેશમાં સંભવિત રાજકીય હિંસાની ચિંતાને લઈને કડક સુરક્ષા બંદોબદસ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન ઢાકા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે સોમવારે રાત્રે બે દેશી બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ક્યાં થયો વિસ્ફોટ?
પોલીસના જણાવ્યાનુસાર, એક બોમ્બ હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના બહારના ગેટ પર ફૂટ્યો હતો અને બીજો બોમ્બ એરપોર્ટની પાસે જસીમઉદ્દીન વિસ્તારમાં અને ફ્લાઇઓવરની પાસે ફૂટ્યો હતો. આ બોમ્બ વિસ્ફોટ બાદ દેશભરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

બોમ્બ વિસ્ફોટનો શેખ હસીના સાથે કોઈ સંબંધ?
હકીકતમાં, આ વિસ્ફોટ એવા સમયે થયો છે, જ્યારે બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની આવતા મહિને સંભવિત વાપસીને લઈને તણાવપૂર્ણ સ્થિતિ છે. ઓગસ્ટ 2024માં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા વિદ્રોહ બાદ શેખ હસીનાને પોતાની સરકાર ગુમાવવી પડી હતી અને તેઓ પોતાનો દેશ છોડીને ભારત આવી ગયા હતા. ત્યારથી અત્યાર સુધી તેઓ ભારતમાં જ રહે છે. જોકે, એ સ્પષ્ટ નથી કે આ વિસ્ફોટનો શેખ હસીના સાથે સીધો કે આડકતરી રીતે કોઈ સંબંધ છે કે નહીં.

ઢાકા ટ્રિબ્યૂન અનુસાર, એરપોર્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારી કામરૂલ ઇસ્લામ તાલુકદાર અનુસાર, બળવાખોરોએ બે બોમ્બ ફોડ્યા, જેમાં ત્યાંથી પસાર થતા 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે. બોમ્બ એક ફ્લાઇઓવરથી ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદથી સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે.

શેખ હસીનાની વાપસીને લઈને વિરોધ
નોંધનીય છે કે, છેલ્લાં ઘણાં દિવસોમાં શેખ હસીનાની સંભવિત વાપસીને લઈને બાંગ્લાદેશના અનેક ભાગોમાં હિંસાત્મક ઘટના જોવા મળી હતી. જેમાં ટ્રેન, બસ અને બેન્કમાં આગચંપીની ઘટનાઓ પણ સામેલ છે. પોલીસે તેમાંથી અનેક ઘટનાઓ માટે આવામી લીગ અને તેની સાથે જોડાયેલા સંગઠનના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે.

બાંગ્લાદેશમાં કડક સુરક્ષા બંદોબસ્ત
બંગાળી દૈનિક 'પ્રોથોમ આલો' એ મંગળવારે જણાવ્યું કે, કોઈપણ પ્રકારની તોડફોડને રોકવા માટે, સુરક્ષા એજન્સીઓએ ઢાકા, ગોપાલગંજ અને એ અન્ય જિલ્લાઓ માટે વિશેષ સુરક્ષા યોજનાઓ તૈયાર કરી છે, જેને આવામી લીગનો ગઢ માનવામાં આવે છે. ડિસેમ્બર દરમિયાન આ વિસ્તારોમાં વધારાનું પોલીસ દળ પણ તૈનાત રહેશે અને આખા દેશમાં ગુપ્ત દેખરેખ વધારવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક (IGP) મોહમ્મદ અલી હુસૈન ફકીરે પણ તમામ 64 જિલ્લાના પોલીસ અધીક્ષક, આઠ મહાનગર ક્ષેત્રોના પોલીસ કમિશનર અને આઠ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.તેમણે આ અધિકારીઓને તોડફોડની ઘટનાઓમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

Tags:
World news todayBangladesh political unrest 2026Sheikh Hasina passport requestDhaka international airport blasttwo crude bombs explode near Dhaka airport
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026