દેશ-વિદેશ

કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ! રાહુલ-પ્રિયંકાએ 130 નેતાઓને પૂછ્યા સવાલ, હવે કોની થશે છૂટ્ટી?

15 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ! રાહુલ-પ્રિયંકાએ 130 નેતાઓને પૂછ્યા સવાલ, હવે કોની થશે છૂટ્ટી?

Congress Organizational Reshuffle: કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા સંગઠનાત્મક ફેરબદલની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચતી જોવા મળી રહી છે. પાર્ટી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે AICC સચિવોના સ્તરે મોટા ફેરફારની તૈયારી કરી રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. છેલ્લા એક સપ્તાહમાં આશરે 130 સંભવિત ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને AICC મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ સામેલ રહ્યા હતા.

વર્તમાન AICC સચિવો સાથે મહત્વપૂર્ણ બેઠક
કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે વર્તમાન AICC સચિવો સાથે બેઠક કરશે. આ દરમિયાન તેમના અત્યાર સુધીના કામકાજની સમીક્ષા કરવામાં આવશે અને જરૂરી ફીડબેક આપવામાં આવશે. સંગઠનમાં પ્રસ્તાવિત ફેરબદલ પહેલાં યોજાનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અહેવાલ મુજબ, લગભગ 50 ટકા વર્તમાન AICC સચિવોને તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરી નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે.

નવા AICC સચિવોની પસંદગી માટે ઈન્ટરવ્યુ
અહેવાલ મુજબ, નવા સચિવોની પસંદગી માટે ગ્રૂપ ઈન્ટરવ્યુની પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. દરેક ઉમેદવાર માટે તૈયાર કરવામાં આવેલા ડોઝિયરના આધારે તેમની કામગીરી અને સંગઠનાત્મક ભૂમિકા અંગે સવાલો પૂછવામાં આવ્યા હતા. કોંગ્રેસમાં હાલમાં 64 AICC સચિવો છે અને મોટાભાગના સચિવોને અલગ-અલગ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સંબંધિત રાજ્યોમાં AICC મહાસચિવ અથવા પ્રભારી નેતાઓ હેઠળ કામ કરે છે.

12થી 14 નેતાઓની બેચમાં પૂછાયા સવાલો
ઈન્ટરવ્યુમાં સામેલ એક નેતાના જણાવ્યા મુજબ, ઉમેદવારોના ઈન્ટરવ્યુ 12થી 14 લોકોની બેચમાં લેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલે ઉમેદવારોને તેમના સંગઠનાત્મક કામ અને કામગીરી અંગે વિગતવાર સવાલો કર્યા હતા. શરૂઆતમાં ઉમેદવારોને પોતાનો પરિચય આપવા જણાવાયું હતું, ત્યારબાદ પાર્ટીમાં તેમની ભૂમિકા, અત્યાર સુધીના યોગદાન અને કરેલા કામ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ખરાબ પ્રદર્શનવાળા રાજ્યો અંગે પણ સવાલો
ઈન્ટરવ્યુ દરમિયાન ઉમેદવારોને કાલ્પનિક પરિસ્થિતિઓ સામે મૂકીને પણ તેમની નિર્ણય લેવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી. જો કોઈ રાજ્યમાં કોંગ્રેસનું પ્રદર્શન નબળું હોય અથવા આગામી સમયમાં ત્યાં ચૂંટણી યોજાવાની હોય તો સંગઠનને મજબૂત કરવા માટે તેઓ કયા પગલાં લેશે, તે અંગે સવાલો પૂછાયા હતા. કોઈ ચોક્કસ રાજ્યના સચિવ બનાવવામાં આવે તો ત્યાંના સ્થાનિક મુદ્દાઓ અને પડકારોનો સામનો કેવી રીતે કરશે, તે પણ પૂછવામાં આવ્યું હતું.

'સંગઠન સૃજન અભિયાન' પર પણ ચર્ચા
ઈન્ટરવ્યુ દરમિયાન કોંગ્રેસના ‘સંગઠન સૃજન અભિયાન’ને લઈને પણ ઉમેદવારોનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત પાર્ટી દેશભરમાં સંગઠનાત્મક સ્તરે ફેરફારો કરી રહી છે. ઉમેદવારોને કોંગ્રેસ સંગઠનમાં થઈ રહેલા આ પરિવર્તન અંગે તેમનો દૃષ્ટિકોણ અને અભિયાનને વધુ અસરકારક બનાવવા માટેના સૂચનો વિશે પણ સવાલ કરવામાં આવ્યા હતા.

નવા ચહેરાઓને મળશે તક?
AICC સૂત્રોના જણાવ્યા અનુસાર, સંગઠન સૃજન અભિયાન હેઠળ તાજેતરમાં નવી જવાબદારી અથવા પ્રમોશન મેળવનારા નેતાઓને પણ પસંદગી પ્રક્રિયામાં ધ્યાનમાં લેવામાં આવશે. મંગળવારની બેઠકનું સત્તાવાર એજન્ડા જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેમાં સચિવોના પ્રદર્શન અને આગામી સંગઠનાત્મક ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના છે. જો આશરે 50 ટકા વર્તમાન સચિવોમાં ફેરફાર થાય છે, તો કોંગ્રેસ સંગઠનમાં અનેક નવા ચહેરાઓને મહત્વની જવાબદારી મળી શકે છે.

Tags:
Congress High CommandParty ReformsDecision Makingકોંગ્રેસ સંગઠનPolitical Analysis
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026