Kiren Rijiju on Lok Sabha Speaker controversy: લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, 20-25 કોંગ્રેસ સાંસદો સ્પીકરના ચેમ્બરમાં ઘુસી ગયા અને તેમને ગાળો આપી.
કોંગ્રેસના સાંસદો પર મોટો આરોપ
લોકસભા સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચાઓ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના સાંસદો લોકસભા સ્પીકરના ચેમ્બરમાં ઘુસી ગયા અને તેમને ગાળો આપી. તેમણે કહ્યું, "ઓછામાં ઓછા 20-25 કોંગ્રેસ સાંસદો લોકસભા સ્પીકરના ચેમ્બરમાં ઘુસી ગયા અને તેમની સાથે અપશબ્દોથી વાત કરી. તે સમયે હું પણ ત્યાં હાજર હતો. સ્પીકર ખૂબ નમ્ર સ્વભાવના છે, નહીં તો કડક કાર્યવાહી થઈ હોત. પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ તે સમયે ત્યાં હાજર હતા અને તેઓ તેમને ઝઘડો કરવા માટે ઉશ્કેરી રહ્યા હતા."
'આ ઘટનાથી સ્પીકર ખૂબ દુખી'
રિજિજુએ કહ્યું કે, આ ઘટનાથી સ્પીકર 'ખૂબ દુખી' છે અને તેમણે પોતે તેમની સાથે વાત કરી છે. તેમણે સભામાં બોલવાની પરવાનગી મુદ્દે થયેલા વિવાદનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, સ્પીકરે નિયમ અંગે નિર્ણય આપ્યા બાદ પણ તેનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમણે દાવો કર્યો કે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમને બોલવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી અને તેઓ જેમ ઇચ્છે તેમ બોલશે.
'મને બોલવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી'
રિજિજુએ કહ્યું, "જ્યારે મેં કહ્યું, સ્પીકર ખૂબ દુખી છે. મેં સ્પીકર સાથે વાત પણ કરી છે. તેઓ (કોંગ્રેસના સાંસદો) સ્પીકરના ચેમ્બરમાં ગયા અને તેમને ગાળો આપી, ખરાબ વાતો કરી. પછી સ્પીકરે એક નિયમ જાહેર કર્યો, પરંતુ તેનું પાલન થયું નહીં અને ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમને બોલવા માટે કોઈની પરવાનગીની જરૂર નથી. તેઓ પોતાની મરજીથી, કોઈ નિયમ વગર બોલશે. અધ્યક્ષની પરવાનગી મળ્યા વગર કોઈ સભ્ય સભામાં બોલી શકતો નથી. અહીં સુધી કે વડાપ્રધાન પણ અધ્યક્ષનીની પરવાનગીથી જ બોલે છે. દરેક વ્યક્તિ પરવાનગી લઈને જ બોલે છે.








