દેશ-વિદેશ

જંતર-મંતર પાર્ટ-2 પર સસ્પેન્સ, 10 ઓક્ટોબરે CJPના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસ મંજૂરી આપશે?

7 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
જંતર-મંતર પાર્ટ-2 પર સસ્પેન્સ, 10 ઓક્ટોબરે CJPના વિરોધ પ્રદર્શનને દિલ્હી પોલીસ મંજૂરી આપશે?

CJP Jantar Mantar Protest: રાજધાની દિલ્હીમાં કૉકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આગામી 10 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે ફરી એકવાર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. CJP દ્વારા દિલ્હી પોલીસને આ પ્રદર્શન અંગે સત્તાવાર લેખિત જાણકારી આપવામાં આવી છે અને તેનું એકનોલેજમેન્ટ પણ મેળવી લેવાયું છે. જોકે, દિલ્હી પોલીસે હજુ સુધી આ પ્રદર્શન યોજવાની આખરી મંજૂરી આપી નથી. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર CJPના નેતા સૌરવ દાસે સ્પષ્ટ કર્યું હતું કે, આ માત્ર કોઈ એક સંગઠનનો કાર્યક્રમ નથી પરંતુ, યુવાનો દ્વારા ચલાવવામાં આવતું દેશવ્યાપી 'Gen-Z પ્રોટેસ્ટ' છે. સંગઠનનો સ્પષ્ટ દાવો છે કે, જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેમનું આ આંદોલન અવિરત ચાલુ રહેશે.

નવી દિલ્હી વિસ્તારમાં BNSS કલમ-163 લાગૂ
હાલમાં નવી દિલ્હીના અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 163 (જે અગાઉ CRPC કલમ-144 તરીકે ઓળખાતી હતી) લાગુ કરવામાં આવી છે. આ કલમ હેઠળ નિર્ધારિત વિસ્તારમાં 4 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર સખત પ્રતિબંધ હોય છે. આવી કાનૂની સ્થિતિમાં 10 ઓક્ટોબરે આંદોલન માટે મંજૂરી આપવી કે કેમ તે અંગે દિલ્હી પોલીસ કાયદાકીય અને સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીર વિચારણા કરી રહી છે. ભૂતકાળમાં આયોજિત પ્રદર્શનો દરમિયાન થયેલા ઘર્ષણ અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન માટે મંજૂરી આપવી એ મોટો પડકાર બની રહ્યો છે.

3 ઓક્ટોબરના પ્રદર્શન દરમિયાન મહિલા પત્રકારોના ગંભીર આક્ષેપો
અગાઉ 3 ઓક્ટોબરના રોજ CJP દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક નવો મોટો વિવાદ સર્જાયો હતો. આ પ્રદર્શનનું ગ્રાઉન્ડ કવરેજ કરી રહેલી ત્રણ મહિલા પત્રકારોએ ઘટનાસ્થળે તૈનાત દિલ્હી પોલીસના જવાનો પર કથિત જાતીય સતામણી અને દુર વ્યવહારના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ મામલો વિવાદસ્પદ બનતાં દિલ્હી પોલીસે નિષ્પક્ષ તપાસ માટે સમગ્ર કેસ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધો છે. આ ઘટના બાદ પત્રકારો અને પ્રદર્શનકારીઓએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર અહોરાત્ર ધરણાં યોજીને આરોપી પોલીસકર્મીઓ સામે સખત કલમો હેઠળ FIR નોંધવાની માગ કરી હતી.

ACP વિવેક ભગતનો વિવાદ અને ચાર્જ લેવાનો ઇનકાર
આ સમગ્ર વિવાદ દરમિયાન ACP વિવેક ભગતનું નામ પણ ભારે ચર્ચામાં આવ્યું હતું. મહિલા પત્રકારોના આક્ષેપો અને વધતા વિરોધ પ્રદર્શન વચ્ચે ACP વિવેક ભગતે કથિત ફરિયાદોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એડિશનલ DCPનો કરંટ ડ્યુટી ચાર્જ સંભાળવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે તેમના ટ્રાન્સફર અને ચાર્જ સંબંધિત આદેશોમાં તાત્કાલિક ફેરફાર કરવાની ફરજ પડી હતી.

જુલાઈ માસમાં 'સંસદ ચલો' માર્ચ દરમિયાન થયેલી હિંસાનો ઈતિહાસ
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શનોનો ઈતિહાસ વિવાદો અને હિંસક અથડામણોથી ભરેલો રહ્યો છે. આ વર્ષે જુલાઈ મહિનામાં આ સંગઠન દ્વારા યોજાયેલી 'સંસદ ચલો' માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ દળો વચ્ચે ભારે ટકરાવ થયો હતો. તે સમયે ઉગ્ર બનેલા પ્રદર્શનકારીઓએ સુરક્ષા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરવાની નૌબત આવી હતી. આ ઘટનામાં અનેક પોલીસ કર્મચારીઓ અને પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને દિલ્હી પોલીસે તે સમયે અનેક FIR નોંધી હતી.

સુપ્રીમ કોર્ટમાં કાનૂની સ્થિતિ અને 10 ઓક્ટોબરના પ્રદર્શનની ભાવિ દિશા
જુલાઈ હિંસા બાદ દિલ્હી પોલીસે દેશની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તે CJPના પ્રદર્શનો સાથે જોડાયેલી 13 FIR પર આગળ કોઈ કઠોર કાનૂની કાર્યવાહી કરવા માગતી નથી. હવે જ્યારે એક તરફ CJP પોતાના અવાજને રસ્તા પર બુલંદ કરવાની રણનીતિ બનાવી રહ્યું છે, તો બીજી તરફ નવી દિલ્હીમાં લાગુ કડક નિયમો અને અગાઉના હિંસક ઈતિહાસને કારણે 10 ઓક્ટોબરે જંતર-મંતર પર આંદોલન યોજાશે કે કેમ તે અંગે સસ્પેન્સ ઘેરાયું છે.

Tags:
#HumanRights#DelhiPolice#JantarMantar#CJPProtestશાંતિપૂર્ણ પ્રદર્શન
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026