દેશ-વિદેશ

દિલ્હી નહીં, હવે મુંબઈની હવા પણ જોખમમાં! પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટનો અધિકારીઓને ઠપકો

22 ઑક્ટોબર, 2026•
GVGujaratvandan team
દિલ્હી નહીં, હવે મુંબઈની હવા પણ જોખમમાં! પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટનો અધિકારીઓને ઠપકો

Bombay High Court On Mumbai Air Pollution: મુંબઈમાં વધતા હવાના પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને લઈને બોમ્બે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે સવાલ ઉઠાવ્યો કે પ્રદૂષણની સ્થિતિમાં મુંબઈ હવે દિલ્હીથી પણ આગળ નીકળી રહ્યું છે, છતાં જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા છે? લાખો નાગરિકોને પ્રદૂષિત હવામાં શ્વાસ લેવો પડી રહ્યો છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી. BMC, મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મુંબઈ પોલીસને નિયમોનો કડક અમલ કરાવવા તથા જવાબદારી નિભાવવામાં નિષ્ફળ અધિકારીઓ સામે પગલાં લેવાની ચેતવણી આપવામાં આવી છે.

સરકારી તંત્ર અને પોલીસની કામગીરી સામે સવાલ
બોમ્બે હાઈકોર્ટે નોંધ્યું કે તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા સામેના પ્રતિબંધોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું નથી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC), મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (MPCB) અને મુંબઈ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા અદાલતે સ્પષ્ટ કર્યું કે માત્ર આદેશો જાહેર કરવાથી નહીં, પરંતુ તેનો જમીની સ્તરે અમલ થવો પણ જરૂરી છે.

પોલીસ સ્ટેશન સામે જ ફૂટ્યા ફટાકડા
ધ્વનિ પ્રદૂષણ અને રસ્તાઓ પર ફટાકડા ફોડવાના મુદ્દે દાખલ સુઓમોટો જાહેર હિતની અરજીની સુનાવણી જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠ સમક્ષ થઈ હતી. સુનાવણી દરમિયાન દક્ષિણ મુંબઈના ક્રોફર્ડ માર્કેટ નજીક પોલીસ સ્ટેશનની સામે જ વ્યસ્ત રસ્તા પર ફટાકડા ફોડવાની ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ ઘટનાને તેના આદેશોના ખુલ્લા ઉલ્લંઘન તરીકે જોઈ હતી. અદાલતે પોલીસને શોભાયાત્રાઓમાં ઉપયોગમાં લેવાતી સાઉન્ડ સિસ્ટમનાં લાઇસન્સની તપાસ કરવા અને જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા સામેના પ્રતિબંધનું કડક પાલન કરાવવા તાકીદ કરી હતી.

નાગરિકોના મૂળભૂત અધિકારોનો મુદ્દો ઉઠાવ્યો
હાઈકોર્ટે જણાવ્યું કે પ્રદૂષણ રોકવામાં તંત્રની નિષ્ક્રિયતા બંધારણની કલમ 14 અને 21 હેઠળ નાગરિકોને મળતા અધિકારો સાથે સંકળાયેલો ગંભીર મુદ્દો છે. પ્રદૂષણ સામે અસરકારક પગલાં લેવાની જવાબદારીમાંથી સંબંધિત વિભાગો છટકી શકે નહીં. કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને તમામ પોલીસ સ્ટેશનના વડાઓ સાથે તાત્કાલિક બેઠક યોજીને નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. સાથે જ BMC કમિશનર અને MPCB કમિશનરને 26 ઓક્ટોબરની આગામી સુનાવણીમાં રૂબરૂ હાજર રહીને પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયેલા પગલાંનો અહેવાલ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

બાંધકામની ધૂળ ફેલાવતા બિલ્ડરો સામે દંડની ચેતવણી
મુંબઈમાં બાંધકામ સાઇટ્સ પરથી ફેલાતી ધૂળ અંગે પણ અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણીએ જણાવ્યું કે બાંધકામની પ્રવૃત્તિઓ પ્રદૂષણનું મોટું કારણ બની શકે છે. તેથી નિયમોનો ભંગ કરતા બિલ્ડરો સામે ભારે દંડ ફટકારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. જસ્ટિસ નીલા ગોખલેએ એ પણ સ્પષ્ટ કર્યું કે શહેરના કેટલાક વિસ્તારોમાં હવાની ગુણવત્તાના સારા આંકડા રજૂ કરીને ગીચ વસ્તી અને ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પ્રદૂષણની ગંભીરતાને અવગણી શકાય નહીં.

વિઝિબિલિટી 500 મીટરથી પણ ઓછી થઈ
સુનાવણી દરમિયાન મુંબઈમાં ધુમ્મસ અને સ્મોગના કારણે વિઝિબિલિટી ઘટીને 500 મીટરથી પણ ઓછી થઈ હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. દરિયાકિનારે વસેલા શહેરમાં પણ આવી સ્થિતિ ઊભી થવી ચિંતાજનક હોવાનું અદાલતે નોંધ્યું હતું. લોકોમાં પ્રદૂષણ અંગે જાગૃતિ વધારવા મીડિયા, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટીઝના માધ્યમથી અભિયાન ચલાવવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. નાગરિકોએ ઘરની બહાર નીકળતાં પહેલાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) તપાસવાની ફરજ પડે તેવી સ્થિતિ ન હોવી જોઈએ, એવો મત વ્યક્ત કરતાં કોર્ટે સંબંધિત તંત્રને નિયમોનો અસરકારક અમલ કરાવવા તાકીદ કરી હતી. હવે 26 ઓક્ટોબરની સુનાવણીમાં BMC અને MPCBના વડાઓ શું અહેવાલ રજૂ કરે છે અને પ્રદૂષણ રોકવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે તેના પર નજર રહેશે.

Tags:
ગુજરાતવંદનમુંબઈ પોલીસબાંધકામની ધૂળધ્વનિ પ્રદૂષણમુંબઈ AQI
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026