દેશ-વિદેશ

કોર્ટ મને પોતાની વાત મૂકવાની તક કેમ નથી આપતી? SC ના નિર્ણય પર બિલકિસ બાનોની પ્રતિક્રિયા

17 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
કોર્ટ મને પોતાની વાત મૂકવાની તક કેમ નથી આપતી? SC ના નિર્ણય પર બિલકિસ બાનોની પ્રતિક્રિયા

Bilkis Bano reaction Supreme Court order: 2002ના ગુજરાત દંગામાં સામૂહિક દુષ્કર્મ અને પરિવારના સભ્યોની હત્યાના મામલે પીડિતા બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટના આદેશ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, બે દોષિતને આજીવન કેદની સજા સ્થગિત કરવાનો આદેશ તેમની જાણ બહાર અને તેમના પક્ષને સાંભળ્યા વિના આપવામાં આવ્યો છે. આ નિર્ણયની જાણકારી મીડિયા દ્વારા તેમને મળી હતી. બિલકિસે આ વિશે વધુમાં કહ્યું કે, 'તે સમયે હું ફક્ત 19 વર્ષની હતી, હિંસાએ મારૂ બધું છીનવી લીધું હતું.'

કોર્ટ મને પોતાની વાત મૂકવાની તક કેમ નથી આપતી?: બિલકિસ
વરિષ્ઠ વકીલ શોભા ગુપ્તાના માધ્યમથી જાહેર કરાયેલા નિવેદનમાં બિલકિસ બાનોએ કહ્યું કે,' આ બીજીવાર છે જ્યારે સુપ્રીમ કોર્ટે તેને બોલ્યા વિના અને તેની વાત સાંભળ્યા વિના આદેશ આપી દીધો છે. મને એ સવાલ થાય છે કે, કોર્ટ દોષિતોને રાહત આપતા પહેલાં મને પોતાની વાત મૂકવાની તક કેમ નથી આપતી?'

'હું ફક્ત 19 વર્ષની હતી, હિંસાએ બધું છીનવી લીધું'
લાઇવ લૉના અહેવાલ મુજબ, બિલકિસ બાનોએ પોતાના નિવેદનમાં 2002ના ગુજરાત દંગાના દિવસોને યાદ કરતા કહ્યું કે, 'તે સમયે મારી ઉંમર ફક્ત 19 વર્ષ હતી. હિંસાએ મારો પરિવાર, ઘર બધું જ છીનવી લીધું હતું. ન્યાય મેળવવા માટે મારી લડત 24 વર્ષથી શરૂ છે. આ લાંબા સંઘર્ષમાં લોકોના સાથ અને સમર્થને વારંવાર હિંમત આપી છે. પરિવાર અને મિત્રોની મદદથી મેં ધીમે-ધીમે પોતાના જીવનને ફરી સંભાળ્યું હતું. લાગવા લાગ્યું હતું કે, હવે જીવનમાં શાંતિ પરત ફરી રહી છે. પરંતુ, સુપ્રીમ કોર્ટના આ આદેશે જૂના ડર ફરી જગાવી દીધા છે. આજે મને લાગી રહ્યું છે કે, જે ન્યાય મેળવવા માટે મેં આટલી લાંબી લડત લડી, તેને ફરીથી ગુમાવી રહી છું. જૂના ડર ફરી સામે આવી રહ્યા છે. મને ફરી ડર લાગી રહ્યો છે, મારા અને મારા બાળકોની ચિંતા પરેશાન કરી રહી છે. એ વાતનો પણ ડર છે કે, ન્યાય વ્યવસ્થા પરથી મારો વિશ્વાસ ફરીથી ઉઠી ન જાય.'

સુપ્રીમ કોર્ટના આદેશથી આશ્ચર્ય
બિલકિસે આ મામલે પ્રશ્ન કર્યો કે, તેમની જાણકારી વિના અને તેમનો પક્ષ સાંભળ્યા વિના દોષિતોને રાહત કેવી રીતે આપી શકાય? તેમણે વધુમાં કહ્યું કે, 'હું આ આદેશ સામે લડાઇ લડીશ. મારી લડાઈ ફક્ત મારા માટે નથી પણ મારા બાળકો અને મારા જેવી બીજી મહિલાઓ માટે પણ છે. હું ઇચ્છું છું કે, કોઈપણ મહિલાને ન્યાય મેળવવા માટે પોતાનું આખું જીવન કોર્ટના ધક્કા ખાવા અને સંઘર્ષ કરવામાં હોમી ન દેવું પડે. હું ઇચ્છું છું કે, મારી 3 વર્ષની દીકરી એવું જીવન જીવે, જેમાં તેને પોતાના પરિવાર સાથે થયેલા અપરાધનો ડર લઈને ન રહેવું પડે.'

બે દોષિતોને સજા કોર્ટે કરી સ્થગિત
નોંધનીય છે કે, આ પહેલાં સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં બે દોષિતોની આજીવન કેદની સજા પર રોક લગાવીને તેમને જામીન આપી દીધી છે. 2002 ગુજરાત દંગા દરમિયાન બિલકિસ બાનો સાથે સામૂહિક દુષ્કર્મ અને તેના પરિવારના 7 સભ્યોની હત્યાના ગુનામાં તે સજા ભોગવી રહ્યા હતા.

દોષિતોને કયા ધોરણો પર મળી જામીન?
જસ્ટિસ એમ.એમ સુંદરેશ, જસ્ટિસ પી.બી વરાલેની બેન્ચે અપીલ પર સુનાવણી કરતા એ ધ્યાન આપ્યું હતું કે, બિપિન ચંદ્ર જોશી અને પ્રદીપ મોઢિયા 17 વર્ષથી પણ વધુ સમયથી જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે હાલના પોતાના આદેશ (28 ઓક્ટોબર)માં કહ્યું કે, એક અપીલકર્તા દિવ્યાંગ છે. નિશ્ચિતરૂપે આ અપીલમાં તથ્ય અને કાયદા સાથે જોડાયેલા બે એવા મુદ્દા છે જેના પર નિર્ણય લેવાનો બાકી છે. બેન્ચે આ વાત અને અપીલ સાથે ડોડાયેલા મુદ્દાને ધ્યાને રાખીને સજા પર રોક લગાવી અને અપીલકર્તાઓને જામીન આપી દીધી. જામીનની શરત સંબંધિત નીચલી અદાલત નક્કી કરશે.

દોષિતોના વકીલે શું કહ્યું?
આ મામલે દોષિતોના વકીલ સિદ્ધાર્થ લૂથરાએ દલીલ કરી છે કે, આ બંને વ્યક્તિ 17 વર્ષથી જેલમાં છે. દોષિતોમાંથી એકનું નામ FIR માં નહતું, તેને દંગાના 3 વર્ષ બાદ ફસાવવામાં આવ્યો હતો. જોકે, એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરેએ આ અરજીનો સખત વિરોધ કર્યો હતો.

Tags:
Gujarat news todaySupreme Court suspends sentence Bilkis Bano convictsBilkis Bano case latest news 2026Bilkis Bano not heard by courtBilkis Bano statement I am scared once again
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026