દેશ-વિદેશ

બિહાર ચૂંટણી: 122 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ

11 નવેમ્બર, 2025•
GVGujaratvandan team
બિહાર ચૂંટણી: 122 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન શરૂ

Bihar Election: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન સાથે રાજ્યની રાજકીય ગરમી વધતી જોવા મળી રહી છે. આજના તબક્કામાં કુલ 122 બેઠકો પર મતદાન શરૂ થયું છે, જેમાં 3.70 કરોડ જેટલા મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 1302 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કો નીતિશકુમારની સરકાર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ રાઉન્ડમાં તેની કેબિનેટના અડધા ડઝનથી વધુ મંત્રીઓ મેદાનમાં છે.

મતદાનની વ્યવસ્થા અને આંકડા
આ તબક્કામાં પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરેરિયા અને કિશનગંજ સહિત 11 જિલ્લાઓમાં મતદાન યોજાયું છે. ખાસ વાત એ છે કે આ તમામ જિલ્લામાંથી મોટાભાગના વિસ્તાર નેપાળની સરહદ સાથે જોડાયેલા છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક રાખવામાં આવી છે. મતદાન માટે કુલ 4 લાખથી વધુ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 45,399 મતદાન મથકોમાંમાંથી 40,073 ગ્રામીણ વિસ્તારોમાં છે. મતદાતાઓની ઉંમરની વાત કરીએ તો 30 થી 60 વર્ષ વયના લોકો સૌથી વધુ છે અંદાજે 2.28 કરોડ જેટલા મતદાતા, જ્યારે 18 થી 19 વર્ષની વયના માત્ર 7.69 લાખ મતદાતા છે.

મહિલા મતદારો અને ઉમેદવારોની સ્થિતિ
122 બેઠકોમાં 1.75 કરોડ મહિલા મતદારો નોંધાયેલા છે. નવાડા જિલ્લાના હિસુઓ મતવિસ્તારને 3.67 લાખ મતદારો સાથે સૌથી મોટો ગણવામાં આવે છે. લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખી જેવા વિસ્તારોમાં સૌથી વધુ 22-22 ઉમેદવારો મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 65 ટકા જેટલું ઊંચું મતદાન થયું હતું, જે આ તબક્કા માટે ઉત્સાહજનક સંકેત માનવામાં આવે છે.

સીમાંચલની સીટોનું રાજકીય મહત્વ
આ તબક્કાની મોટાભાગની બેઠકો સીમાંચલ વિસ્તારમાં આવેલી છે, જ્યાં મુસ્લિમ વસ્તીનો હિસ્સો મોટાપાયે છે. આ કારણે અહીં ઇન્ડિયા બ્લોકના (RJD, Congress, Left) માટે સારા પ્રદર્શનની મોટી જવાબદારી છે. JDUના વરિષ્ઠ નેતા અને કેબિનેટ પ્રધાન બિજેન્દ્ર પ્રસાદ યાદવ સુપૌલ બેઠક પરથી સતત આઠમી વખત જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભાજપના મંત્રી પ્રેમકુમાર પણ આઠમી વખત પોતાની સીટ જાળવવા મેદાનમાં છે. અન્ય દિગ્ગજોમાં બેટ્ટિયાની રેણુદેવી, છતપુરના નીરજકુમાર, ધમદાહાની લેશીસિંહ, ફુલપારસની શીલા મંડલ અને ચૈનપુરના ઝમાખાનનો સમાવેશ થાય છે, જેઓ માટે આ તબક્કો રાજકીય પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

કટિહાર જિલ્લામાં રસપ્રદ મુકાબલો
ભાજપના ભૂતપૂર્વ ઉપમુખ્ય પ્રધાન તારકિશોર પ્રસાદ કટિહાર બેઠક પરથી સતત પાંચમી વખત જીત મેળવવા પ્રયત્નશીલ છે. આ જિલ્લામાં બલરામપુર અને કડવા બેઠક પણ મહત્વની છે. અહીં CPI (ML)ના નેતા મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન પોતાના ત્રીજા કાર્યકાળ માટે મેદાનમાં ઉતર્યા છે. આમ, બીજા તબક્કાનું મતદાન માત્ર ઉમેદવારોના નહીં પરંતુ સમગ્ર બિહારના રાજકીય સંતુલન માટે નિર્ણાયક બની શકે છે. આગામી તબક્કાઓ પહેલાંનું આ મતદાન NDA અને ઇન્ડિયા બ્લોક બંને માટે દિશા નક્કી કરનાર સાબિત થઈ શકે છે.

Tags:
India NewsBihar NewsJDUCongressRJD
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026