દેશ-વિદેશ

PM મોદી પરની BBC ડોક્યુમેન્ટરી કેસમાં મોટો વળાંક, ₹10,000 કરોડનો દાવો પાછો ખેંચાયો

8 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
PM મોદી પરની BBC ડોક્યુમેન્ટરી કેસમાં મોટો વળાંક, ₹10,000 કરોડનો દાવો પાછો ખેંચાયો

BBC Modi documentary: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટરી ‘India: The Modi Question’ મામલે BBCને મોટી રાહત મળી છે. ગુજરાત સ્થિત NGO ‘જસ્ટિસ ઓન ટ્રાયલ’ દ્વારા BBC સામે દાખલ કરવામાં આવેલો ₹10,000 કરોડનો માનહાનિનો દાવો હાલ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. જોકે, અરજદાર સંસ્થાએ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું છે કે આ જ મુદ્દે વધુ મજબૂત કાનૂની આધારો અને પુરાવા સાથે નવો દાવો દાખલ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ
‘India: The Modi Question’ નામની બે ભાગની ડોક્યુમેન્ટરીને લઈને સંસ્થાએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમાં માત્ર વડાપ્રધાન મોદીની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો નથી, પરંતુ ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા અને સ્વતંત્ર ન્યાયતંત્ર અંગે પણ નકારાત્મક અસર ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી.

કાનૂની પાસાઓને આવરી લઈને નવી અરજી રજૂ કરી
સંસ્થા તરફથી હાજર એડવોકેટ સિદ્ધાર્થ શર્માએ હાલની અરજી પાછી ખેંચવાની મંજૂરી માગી હતી, જેથી તમામ જરૂરી કાનૂની પાસાઓને આવરી લઈને નવી અરજી રજૂ કરી શકાય. હાઈકોર્ટે આ વિનંતી મંજૂર કરતાં જૂનો દાવો પાછો ખેંચવાની અને યોગ્ય કાનૂની આધારો સાથે નવો દાવો દાખલ કરવાની મંજૂરી આપી છે. હવે સંસ્થા ક્યારે અને કયા નવા આધાર સાથે કેસ દાખલ કરે છે તેના પર નજર રહેશે.

રાજકીય અને જાહેર વિવાદ થયો હતો
BBCની આ ડોક્યુમેન્ટરી 2023માં રજૂ થયા બાદ ભારતમાં તેને લઈને ભારે રાજકીય અને જાહેર વિવાદ થયો હતો. કેન્દ્ર સરકારે પણ ભારતમાં તેના પ્રસારણ અને લિંક્સ સામે પગલાં લીધાં હતાં. હવે ₹10,000 કરોડના જૂના માનહાનિ દાવાને પાછો ખેંચાયા બાદ આગામી સમયમાં દાખલ થનારી નવી અરજી આ સમગ્ર મામલાને ફરી કોર્ટમાં ચર્ચાના કેન્દ્રમાં લાવી શકે છે.

Tags:
Gujarat Vandanગુજરાત વંદનBBC IndiaJudicial UpdateInternational Relations
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026