દેશ-વિદેશ

બેન્ક ગ્રાહકો સાવધાન! કાલે હડતાળથી બેન્કિંગ સેવા ખોરવાશે, જાણો શું છે માંગ

10 સપ્ટેમ્બર, 2026•
GVGujaratvandan team
બેન્ક ગ્રાહકો સાવધાન! કાલે હડતાળથી બેન્કિંગ સેવા ખોરવાશે, જાણો શું છે માંગ

Bank Strike: અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ બેન્કિંગ કામગીરી ચાલુ રાખવાની માંગ સાથે ગુજરાત સહિત દેશભરના બેન્ક કર્મચારીઓએ હડતાળનું એલાન કર્યું છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે બે વર્ષ અગાઉ પાંચ દિવસની બેન્કિંગ વ્યવસ્થા અંગે એમઓયુ થયા બાદ પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે લાંબા સમયથી રજૂઆતો છતાં ઉકેલ ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

11 સપ્ટેમ્બરે 75 હજાર બેન્ક કર્મચારીઓ હડતાળ પર
આગામી 11 સપ્ટેમ્બરે ગુજરાતના આશરે 75,000 બેન્ક કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતરશે. તેના કારણે રાજ્યની આશરે 5400 બેન્ક શાખાઓમાં કામગીરી ખોરવાઈ શકે છે અને અંદાજે 15,000 કરોડ રૂપિયાના બેન્કિંગ વ્યવહારોને અસર થવાની શક્યતા છે. દેશવ્યાપી આંદોલનમાં લગભગ 7 લાખ બેન્ક કર્મચારીઓ જોડાવાની શક્યતા છે. જો 11 સપ્ટેમ્બરની હડતાળ બાદ પણ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરી હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી છે. તેમ છતાં ઉકેલ નહીં આવે તો 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

શું છે બેન્ક કર્મચારીઓની મુખ્ય માંગ?
કર્મચારીઓની મુખ્ય માંગ છે કે બેન્કિંગ કામગીરી અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી જ રાખવામાં આવે. શનિવાર અને રવિવારે સંપૂર્ણ રજા આપવાની માંગ છે. આ માટે કર્મચારીઓએ દરરોજ નિર્ધારિત ઓફિસ સમય કરતાં 40 મિનિટ વધુ કામ કરવાની તૈયારી દર્શાવી હતી. માર્ચ 2024માં આ માંગ સ્વીકારવામાં આવી હોવા છતાં તેનો અમલ હજુ સુધી થયો નથી. હાલમાં બેન્કોમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા હોય છે, જ્યારે અન્ય શનિવારે કામગીરી ચાલુ રહે છે. દિલ્હી ખાતે લેબર કમિશનર સાથે સતત બે દિવસ બેઠકો યોજાયા બાદ પણ કોઈ સંતોષકારક ઉકેલ ન આવતા કર્મચારીઓએ હડતાળનું પગલું ભર્યું છે.

આ મોટા બેન્ક યુનિયનો હડતાળમાં જોડાશે
રાષ્ટ્રવ્યાપી હડતાળમાં દેશ અને રાજ્યના વિવિધ મોટા બેન્ક યુનિયનો જોડાઈ રહ્યા છે. તેમાં ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોઇઝ (NCBE), બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI), ઇન્ડિયન નેશનલ બેન્ક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC), ઇન્ડિયન નેશનલ બેન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન (INBEF) અને ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન (AIBOA)નો સમાવેશ થાય છે.

Tags:
Financial Transactionsનાણાકીય વ્યવહારોPublic Sector Banksસરકારી બેન્કોBank Union
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026