દેશ-વિદેશ

હોલિવૂડ મૂવી 'ઓશન્સ 11' સ્ટાઇલ લૂંટ: જર્મનીમાં લૂંટારુઓ બેન્કની દીવાલ તોડી 316 કરોડ લૂંટી ફરાર

1 જાન્યુઆરી, 2026•
GVGujaratvandan team
હોલિવૂડ મૂવી 'ઓશન્સ 11' સ્ટાઇલ લૂંટ: જર્મનીમાં લૂંટારુઓ બેન્કની દીવાલ તોડી 316 કરોડ લૂંટી ફરાર

Bank robbery in germany: હોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘ઓશન્સ 11’માં બતાવાયેલી હાઈફાઈ લૂંટ જેવી જ એક ઘટના વાસ્તવિક જીવનમાં જર્મનીના ગેલ્સેનકિચેન શહેરમાં બની છે. અહીં લૂંટારુઓએ ક્રિસમસની રજાઓનો ગેરફાયદો ઉઠાવી સ્પાફોર્સ બેન્કમાં ઘૂસી અંદાજે 3 કરોડ યુરો (ભારતીય ચલણમાં આશરે ₹316 કરોડ)ની જંગી લૂંટને અંજામ આપ્યો છે. આ ચોરી એટલી પ્રોફેશનલ રીતે કરવામાં આવી છે કે પોલીસને પાંચ દિવસ સુધી તેની ગંધ પણ આવી નહોતી.

પાર્કિંગ ગેરેજથી તિજોરી સુધી સુરંગ બનાવી
લૂંટારુઓએ બેન્કમાં પ્રવેશવા માટે કોઈ દરવાજાનો ઉપયોગ કરવાને બદલે પાડોશમાં આવેલા એક પાર્કિંગ ગેરેજની પસંદગી કરી હતી. શાતિર ચોરોએ આ ગેરેજમાંથી બેન્કની અંડરગ્રાઉન્ડ તિજોરી સુધી કોંક્રીટની જાડી દીવાલમાં હાઈટેક મશીનોથી ડ્રિલ કરીને સુરંગ જેવો રસ્તો બનાવ્યો હતો. આ સુરંગ સીધી બેન્કના એ રૂમમાં ખુલતી હતી જ્યાં હજારો સુરક્ષિત ડિપોઝિટ બોક્સ (લોકર્સ) રાખવામાં આવ્યા હતા.

બેન્કની અંદર જ આખું અઠવાડિયું વિતાવ્યું!
ચોંકાવનારી વિગત એ છે કે લૂંટારુઓ ક્રિસમસ વેકેશન દરમિયાન આશરે એક અઠવાડિયા સુધી બેન્કની અંદર જ રહ્યા હોવાનું મનાય છે. 24 ડિસેમ્બરે બેન્ક બંધ થયા બાદ તેમણે શાંતિથી ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેમણે એક-બે નહીં પણ પૂરા 3,000 થી વધુ ડિપોઝિટ લોકર્સ તોડી નાખ્યા હતા અને તેમાંથી રોકડ, સોનું અને કિંમતી ઘરેણાંની લૂંટ ચલાવી હતી.

મોટી બેગ અને બ્લેક ઓડીમાં થયા ફરાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે 29 ડિસેમ્બરના રોજ સવારે કેટલાક શંકાસ્પદ લોકો પાર્કિંગ ગેરેજની સીડીઓ પરથી ભારે બેગ લઈને જતા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક કાળા રંગની 'ઓડી' કાર પણ નજરે પડી છે, જેમાં નકાબધારી શખ્સો સવાર હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ કાર પર લાગેલી નંબર પ્લેટ હનોવેર શહેરમાંથી અગાઉ ચોરાઈ હતી, જે લૂંટારુઓના ચોકસાઈભર્યા આયોજનનો પુરાવો આપે છે.

બેન્ક ખુલતા જ ગ્રાહકોના હોશ ઉડ્યા
ક્રિસમસની રજાઓ બાદ જ્યારે બેન્ક ખુલી અને ગ્રાહકો પોતાના લોકર ચેક કરવા પહોંચ્યા ત્યારે રૂમની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. હજારો લોકર તૂટેલા પડ્યા હતા અને આખી તિજોરી સાફ થઈ ગઈ હતી. ગ્રાહકોએ બેન્ક પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ ચોરી કોઈ સામાન્ય ચોર ટોળકીનું કામ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલું સુવ્યવસ્થિત ઓપરેશન છે.

વ્યાપક તપાસ છતાં લૂંટારુઓ પોલીસ પકડથી દૂર
જર્મન પોલીસે આ ઘટનાની સરખામણી 'ઓશન્સ 11' ફિલ્મ સાથે કરી છે. અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં લૂંટારુઓ બેન્કની અંદર અઠવાડિયું કેવી રીતે રહ્યા અને એલાર્મ કેમ ન વાગ્યું તે એક મોટો પ્રશ્ન છે. હાલમાં ફોરેન્સિક ટીમો અને ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર્સ પુરાવા એકત્ર કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આ હાઈટેક લૂંટારુઓનો કોઈ સચોટ સુરાગ મળ્યો નથી.

Tags:
316 કરોડ લૂંટચોંકાવનારી ઘટનાહોલિવૂડ સ્ટાઇલપોલીસ તપાસRobber
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026