દેશ-વિદેશ

Gen-Z પર બાબા રામદેવનો કટાક્ષ! ‘We Want Freedom’ના નારા લગાવે છે, પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ગુલામ

29 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
Gen-Z પર બાબા રામદેવનો કટાક્ષ! ‘We Want Freedom’ના નારા લગાવે છે, પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ગુલામ

Baba Ramdev on Gen Z Protests: યોગ ગુરુ બાબા રામદેવે Gen Z અને યુવાનોના વિરોધ પ્રદર્શનને લઈને આપેલા નિવેદનથી ફરી ચર્ચા જગાવી છે. તેમણે ‘વી વોન્ટ જસ્ટિસ’ અને ‘વી વોન્ટ ફ્રીડમ’ જેવા નારા લગાવતા યુવાનો પર ટિપ્પણી કરતાં કહ્યું કે સાચી આઝાદીનો અર્થ સમજવો જરૂરી છે. બાબા રામદેવે કટાક્ષ કરતાં કહ્યું કે યુવાનો આઝાદીના નારા તો લગાવે છે, પરંતુ બીજી તરફ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના ગુલામ બનીને રહે છે.

‘આઝાદીના નારા લગાવે છે, પણ આઝાદ ક્યાં છો?’
ANI સાથેની વાતચીતમાં બાબા રામદેવે કહ્યું કે કેટલાક યુવાનો ‘વી વોન્ટ ફ્રીડમ’ અને ‘વી વોન્ટ જસ્ટિસ’ જેવા નારા લગાવે છે, પરંતુ તેમના પોતાના જીવનમાં તેઓ કેટલી હદે સ્વતંત્ર છે તે પણ વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે જો વ્યક્તિ પોતાની લાગણીઓ, દેખાવ અને સંબંધોની પાછળ આંધળી રીતે દોડે છે તો તેને સાચી આઝાદી કેવી રીતે કહી શકાય? બાબા રામદેવે પોતાના અંદાજમાં ફિલ્મી ગીતની પંક્તિઓનો ઉલ્લેખ કરતાં યુવાનોને આત્મનિર્ભરતા અને આત્મનિયંત્રણનો સંદેશ આપ્યો.

‘Gen Z એટલે નાના કપડાં અને મોબાઇલ નહીં’
પતંજલિનો મોટો બિઝનેસ ઊભો કરવા અંગે સવાલ પૂછવામાં આવતા બાબા રામદેવે કહ્યું કે કારોબારને હીન નજરે જોવો એ દેશનું દુર્ભાગ્ય છે. Gen Z અંગે તેમણે કહ્યું કે નવી પેઢી હોવાનો અર્થ માત્ર મોબાઇલનો ઉપયોગ કરવો, સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવા અથવા દેખાવ આધારિત ટ્રેન્ડને અનુસરવો નથી. તેમના મતે, યુવાનોમાં નવી વિચારસરણી, જવાબદારી અને દેશ માટે કંઈક કરવાની ભાવના પણ હોવી જોઈએ.

‘જરૂર પડશે તો ફરી-ફરી આંદોલન કરીશ’
શું તેઓ ફરી આંદોલન કરશે? એવા સવાલના જવાબમાં બાબા રામદેવે કહ્યું કે જરૂર પડશે તો તેઓ ફરી આંદોલન કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે સંન્યાસી બનવાનો અર્થ માત્ર મઠમાં બેસી રહેવાનો નથી. સમાજ અને દેશના હિત માટે જરૂરી હોય ત્યારે અવાજ ઉઠાવવો પણ પોતાની જવાબદારીનો ભાગ છે.

‘વધુ બાળકો પેદા કરનારાઓના વોટિંગ અધિકાર છીનવો’
દેશની વધતી વસ્તી અંગે પણ બાબા રામદેવે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. તેમણે વસ્તી નિયંત્રણ માટે કડક પગલાં લેવાની માગ કરી. તેમણે કહ્યું કે વધુ બાળકો પેદા કરનારા લોકોના મતદાનના અધિકારો અને સરકારી લાભો પર નિયંત્રણ લાવવું જોઈએ. તેમનું આ નિવેદન પણ રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બન્યું છે.

‘મારું જ્ઞાતિસૂચક નામ કેમ બોલ્યું?’
બાબા રામદેવને તેમના જૂના નામ રામકૃષ્ણ યાદવ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સવાલ કર્યો કે સાધુની ઓળખ જ્ઞાતિના આધારે કેમ કરવામાં આવે છે? તેમણે કહ્યું કે તેઓ સાધુ છે અને સાધુની જ્ઞાતિ જોવી ન જોઈએ. સમાજે જ્ઞાતિસૂચક ઓળખથી ઉપર ઊઠવાની જરૂર છે, તેમ તેમણે જણાવ્યું.

નોકરીઓમાં કૌભાંડના આરોપો પણ લગાવી ચૂક્યા છે
આ અગાઉ બાબા રામદેવે નોકરીઓમાં કથિત ગેરરીતિ અને પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો તેઓ જરૂર પડ્યે ભૂખ હડતાળ પર પણ બેસી શકે છે. જો, કે સાથે તેમણે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલાંની પ્રશંસા પણ કરી હતી. હવે Gen Z, વસ્તી નિયંત્રણ અને આંદોલન અંગેના તેમના તાજા નિવેદનોને લઈને ચર્ચા શરૂ થઈ છે.

Tags:
Patanjaliભારત સમાચારગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમોબાઈલગુલામી
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026