Sangeet Som statement on Muzaffarnagar riots: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભાજપ નેતા સંગીત સોમે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, આઝમ ખાનને એન્કાઉન્ટરનો ડર હોવો જોઈએ. કારણ કે, મુઝફ્ફરનગર દંગા દરમિયાન તેમના ઇશારા પર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. દંગામાં સેંકડો લોકોના જીવ ગયા અને અનેક લોકોની શબ પણ મળ્યા નથી.
'નેતા નહીં, ગુંડા-માફિયા...'
સંગીત સોમે કહ્યું કે, "આઝમ ખાનને એન્કાઉન્ટરનો ડર હોવો જોઈએ, કારણ કે મુઝફ્ફરનગર દંગામાં જે પ્રકારે તેમણે નિર્દોષ લોકોને મરાવ્યા, તેમનો સફેદ કૂર્તો લોહીથી ભરેલો છે. આ એવો કૂર્તો છે, જેણે સેંકડો લોકોના જીવ લીધા છે. આવા વ્યક્તિને એન્કાઉન્ટરનો ડર હોવો જોઈએ. આ ગુંડા અને માફિયા છે, કોઈ નેતા નથી."
'દંગામાં મરેલા અનેક લોકોના શબ નથી મળ્યા'
ભાજપ નેતાએ સમાજવાદી પાર્ટી પર પણ દંગા દરમિયાન મોતના આંકડા છૂપાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, "તે સમયે આંકડાઓ સાથે રમત કરવામાં આવી છે. અનેક લોકો અને સનાતની મર્યા, જેના મૃતદેહ ક્યારેય નથી મળ્યા. આ બધું જ આઝમ ખાનના ઇશારા પર થયું હતું."
'સરયૂમાં ડૂબકી લગાવીને ભગવાન રામની માફી માંગે'
સંગીત સોમે આઝમ ખાનને 12 ડિસેમ્બરે અયોધ્યા જવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે, 'જે પ્રકારે અખિલેશ યાદવ અયોધ્યા દર્શન કરવા જઇ રહ્યા છે, આઝમ ખાનને પણ તેમની સાથે જવું જોઇએ. ત્યાં સરયૂમાં ડૂબકી લગાવીને તિલક લગાવવું જોઈએ અને ભગવાન રામચંદ્રના ચરણોમાં નાક રગડીને માફી માંગવી જોઈએ. આઝમ ખાન તો એ કમિટીમાં પણ સામેલ હતા, જેમાં રામ મંદિરનો વિરોધ કરવામાં આવ્યો હતો, એટલે આઝમ ખાને અયોધ્યા જઈને ભગવાન રામની માફી માંગીને સરયૂમાં સ્નાન કરવાથી તેમના પાપોનું પ્રાયશ્ચિત થઈ શકે છે.'








