દેશ-વિદેશ

આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત: ED ની અરજી ફગાવી, વચગાળાની જામીન રહેશે યથાવત

19 નવેમ્બર, 2026•
GVGujaratvandan team
આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત: ED ની અરજી ફગાવી, વચગાળાની જામીન રહેશે યથાવત

Supreme Court dismisses ED plea against Azam Khan: સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે મની લોન્ડ્રિંગ કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટના વચગાળાની જામીન આદેશમાં દખલગીરી કરવા ઇચ્છુક નથી. ED તરફથી હાજર ASG એ કહ્યું કે, તેમણે હાઇકોર્ટને ટ્રાયલ કોર્ટના રેકોર્ડ મંગાવવાની વિનંતી કરી હતી. તેમના અનુસાર, આ મામલે શંકા અને તથ્યોને રેકર્ડ પર લેવા જરૂરી છે.

કોર્ટે મુક્તિનો આદેશ આપ્યો
મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટિ સાથે જોડાયેલો મની લોન્ડ્રિંગનો કેસમાં હાઇકોર્ટથી વચગાળાના જામીન મળ્યાના એક દિવસ બાદ બુધવારે સાંજે આઝમ ખાન ગાઝિયાબાદની ડાસના જિલ્લા જેલમાંથી મુક્ત થયા હતા. તેમના વકીલે બુધવારે વિશેષ PMLA કોર્ટમાં હાઇકોર્ટના આદેશ હેઠળ મુક્તિની અરજી દાખલ કરી હતી. કોર્ટે બે જામીનદારોને 50-50 હજાર રૂપિયાના બોન્ડ જમા કરાવવાની શરત પર મુક્તિનો આદેશ આપ્યો હતો. આઝમ ખાનને અલ્હાબાદ હોઇકોર્ટમાંથી મળેલી જામીનને ED એ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પરંતુ, કોર્ટે તેમાં દખલગીરી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. આ પહેલાં તેમને જન્મના દાખલાના મામલે પણ સુપ્રીમ કોર્ટે રાહત આપી હતી.

આઝમ ખાનને જન્મના દાખલા મુદ્દે મળી રાહત
નોંધનીય છે કે, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગૂની ખંડપીઠે નકલી જન્મ પ્રમાણપત્ર મામલે સમાજવાદી પાર્ટીના નેતાની સજા પર રોક લગાવવાના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને પડકારતી ઉત્તર પ્રદેશ સરકારની અપીલને ફગાવી દીધી હતી. કોર્ટે આઝમ ખાનની પત્ની તંજીન ફાતિમા અને દીકરા અબ્દુલ્લા આઝમ ખાનની અપીલનો સ્વીકાર કર્યો હતો, જેમણે આ પ્રકારની રાહત આપવાનો ઇન્કારને પડકાર્યો હતો.

ભાજપ પર કર્યા પ્રહાર
આઝમ ખાનના દીકરા મોહમ્મદ અબ્દુલ્લા આઝમ ખાન અને મોહમ્મદ અદીમ આઝમ ખાન તેમને લેવા રામપુરથી ડાસના જેલ પહોંચ્યા હતા. મુક્તિ બાદ આઝમ ખાને મીડિયાના સવાલોનો જવાબ નહતો આપ્યો. જોકે, ઘરે પહોંચીને તેમણે ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 'ભાજપનો સફાયો થઈ ગયો છે. શું તમે લોકસભા ચૂંટણીના પરિણામ નથી જોયા? શું તમે વિધાન પરિસદની ચૂંટણીના પરિણામ નથી જોયા? તેમણે જેટલી બેઠકો જીતી, એ ખોટી રીતે જીતી.'

અખિલેશ યાદવે કર્યું સ્વાગત
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આઝમ ખાનની મુક્તિનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, 'આનાથી ન્યાયપાલિકા પર વિશ્વાસ મજબૂત થયો છે. જ્યારે દમન અને માનમાનીની તમામ હદ પાર કરવામાં આવે છે, તો સત્તામાં બેઠેલા લોકોનો અંત નજીક હોય છે.'

Tags:
Supreme Court news Gujarati todaySamajwadi Party leader Azam Khan legal updateAzam Khan interim bail continuesSupreme Court dismisses ED plea against Azam KhanAzam Khan Supreme Court relief news
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026