દેશ-વિદેશ

આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત! પરિવારની ઓટોને બસે મારી ટક્કર, 6 મહિલાઓ સહિત 7નાં મોત

27 ઑગસ્ટ, 2026•
GVGujaratvandan team
આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત! પરિવારની ઓટોને બસે મારી ટક્કર, 6 મહિલાઓ સહિત 7નાં મોત

Andhra Pradesh Road Accident: આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ થાય છે. વિજયવાડાથી તિરુપતિ જઈ રહેલી ખાનગી બસે ચિલકલુરીપેટ વિસ્તારમાં ઓટો-રિક્ષાને જોરદાર ટક્કર મારતાં આ કરુણ અકસ્માત સર્જાયો હતો.

બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહ્યો હતો પરિવાર
પોલીસના મુજબ, અકસ્માત ચિલકલુરીપેટના અડ્ડા રોડ નજીક થયો હતો. ઓટો-રિક્ષામાં આશરે 15 લોકો સવાર હતા. તમામ લોકો પલનાડુ જિલ્લાના વેલુરુ ગામના રહેવાસી હતા અને પ્રકાશમ જિલ્લાના કોંડામાંજુલુરમાં બર્થડે પાર્ટીમાં હાજરી આપ્યા બાદ પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. બસ અને ઓટો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલમાં 2 અને ચિલકલુરીપેટની સરકારી હોસ્પિટલમાં 1 વ્યક્તિનું મોત થયું હતું.

મૃતકોમાં 6 મહિલાઓનો સમાવેશ
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની ઓળખ બોન્ટૂ બાબૂ (62), બોન્ટૂ માનેમ્મા (55), સંપૂર્ણમ્મા (70), ગંગમ્મા (50), લક્ષ્મમ્મા (75), ચૌતુપલ્લી સ્વાર્થમ્મા (45) અને મારીયમ્મા (45) તરીકે થઈ છે. અકસ્મતમાં ચાર બાળકો સહિત 8 લોકો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને ગુન્ટૂરની સરકારી જનરલ હોસ્પિટલ અને ચિલકલુરીપેટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી અને ડેપ્યુટી CMએ વ્યક્ત કર્યું દુઃખ
અકસ્મતાની જાણ થતાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે અધિકારીઓને સતત દેખરેખ રાખવા સૂચના આપી હતી. નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને જિલ્લા પ્રશાસનને ઈજાગ્રસ્તોની સારવારમાં કોઈ કચાશ ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

અકસ્મતાનું કારણ જાણવા તપાસ શરૂ
રાજ્યના ગૃહમંત્રી વંગાલપુડી અનીતાએ પલનાડુના એડિશનલ એસપી સાથે વાતચીત કરીને અકસ્માતની વિગતો અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી તપાસના આદેશ આપ્યા છે. બસની ઝડપ, ડ્રાઈવરની બેદરકારી અને અન્ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા ખાનગી વાહનો માટેના રોડ સેફ્ટી નિયમોનું કડક પાલન કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

Tags:
#BreakingNews#IndianNews#AutoAccident#BusAccident#RoadSafety
અમારા WhatsApp ચેનલ સાથે જોડાઓ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
Join Now

Videos

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યાં છે.?

હે ગોળમટોળ લાલરંગવાળા 14 કિલોના મારા પ્રિય સિલિન્ડર તું ક્યા...

16 માર્ચ, 2026
'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે ભારતનો વહીવટ? જુઓ સનસનીખેજ વિશ્લેષણ.

'56 ઇંચની છાતી' અને ટ્રમ્પનો આદેશ: વ્હાઇટ હાઉસથી કેમ ચાલે છે...

10 માર્ચ, 2026
નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બિહારમાં કેવી રીતે રમી ‘માસ્ટર ગેમ’?

નીતિશ કુમારની 'એક્ઝિટ' અને પુત્ર નિશાંતની 'એન્ટ્રી'! ભાજપે બ...

10 માર્ચ, 2026
'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના કેમ? જાણો અંદરની વાત!

'કેજરીવાલ તો ગિયો...'? નીચલી કોર્ટના ચુકાદા પર આટલી ગર્જના ક...

10 માર્ચ, 2026
શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ!

શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગતા CJI? ન્યાયતંત્રને બદનામ કર...

10 માર્ચ, 2026
શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

શું પાવરફુલ મોદીની કોઈ 'દુખતી નસ' ટ્રમ્પના હાથમાં છે?

26 ફેબ્રુઆરી, 2026
 ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર... રેવડી કલ્ચર... ઔર રેવડી કલ્ચર...

ભારતના રાજનેતાઓની રાજનીતિ પણ 3 વસ્તુઓથી ચાલે છે રેવડી કલ્ચર...

26 ફેબ્રુઆરી, 2026